મુસોલિની : એ તાનાશાહ જેને ગોળીઓ મારી ઊલટો લટકાવી દેવાયો હતો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

28 એપ્રિલ 1945ના રોજ ઇટાલીના ફાસિસ્ટ તાનાશાહ બેનિટો મુસોલિની અને તેની પ્રેમિકા ક્લેરેટા પેટાચીને ગોળી મારી દેવામાં આવી હતી.

બીજા વિશ્વયુદ્ધના પ્રારંભ વખતે મુસોલિનીએ બહુ પ્રખ્યાત નિવેદન કર્યું હતું કે, 'હું લડાઈના મેદાનમાંથી પીછેહઠ કરું તો મને ગોળી મારી દેજો.' મુસોલિનીએ ખોટી ડંફાસ જ મારી હતી, પણ તક મળી ત્યારે તેના વિરોધીઓએ સાચે જ તેમને ગોળી મારી દીધી.

મુસોલિની

ઇમેજ સ્રોત, Getty Images

લડાઈમાં હારી ગયા પછી મુસોલિની તેની પ્રેમિકા ક્લેરેટાને લઈને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ તરફ આગળ વધી રહ્યો હતો. ડોગો નામના વિસ્તારમાં વિરોધીઓએ બંનેને પકડી લીધા. આ વિરોધીઓને 'પાર્ટીઝન' તરીકે ઓળખવામાં આવતા હતા.

બંનેની સાથે બીજા 16 સાથીઓ પણ પકડાયા હતા, તે બધાને કોમો સરોવર પાસે ગોળીઓથી ઉડાવી દેવામાં આવ્યા.

line

મૃતદેહ પર એક મહિલાએ પાંચ ગોળી મારી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

29 એપ્રિલ 1945ની વહેલી સવારે 3 વાગ્યે પીળા રંગની ટ્રક મિલાન શહેરના પિઆત્સા લોરેટો ચોક પર આવીને ઊભી રહી. મુસોલિની, તેની પ્રેમિકા અને 16 જણના મૃતદેહ તેની અંદર હતા તેને ભીના પથ્થરો પર નીચે ફેંકી દેવાયા.

આઠ વાગ્યા સુધીમાં અખબારનો વધારો બહાર પડી ગયો હતો અને રેડિયો પર પણ સમાચાર આવી ગયા એટલે સમગ્ર શહેરની જાણ થઈ કે 'ડૂચે'ને મોતની સજા થઈ છે. પિઆત્સા લોરેટા પાસે તેનો મૃતદેહ પડ્યો છે.

આ જ ચોકમાં 8 મહિના પહેલાં મુસોલિનીએ પોતાના 15 વિરોધીઓને ગોળીઓથી ઠાર કર્યા હતા.

રે મોજલીએ પોતાના પુસ્તક 'ધ લાસ્ટ 600 ડેઝ ઑફ ડૂચે'માં લખ્યું છે કે 'સમાચાર ફેલાયા તે સાથે જ ચોકમાં 5000 જેટલા લોકો એકઠા થઈ ગયા.

એક મહિલાએ મુસોલિનીના મૃતદેહમાં પાંચ ગોળીઓ ધરબી દીધી અને કહ્યું કે મારા પાંચ સંતાનોના મોતનો આ બદલો છે.

બીજી એક સ્ત્રીએ પોતાનું સ્કર્ટ ઊંચું કરીને સૌની સામે જ મુસોલિનીના ખરડા ચહેરા પર પેશાબ કરી દીધો.

વધુ એક નારીએ ચાબુકથી મૃતદેહને ફટકારવાનું શરૂ કર્યું. એક પુરુષે આવીને મુસોલિનીના મોંઢામાં મરેલો ઉંદર ઘૂસાડવાની કોશિશ કરી અને ચિલ્લાયો કે, 'કર હવે, ભાષણ કર હવે મોઢાથી.'

line

મુસોલિની અને ક્લેરેટાના મૃતદેહને ઊલટાં લટકાવાયાં

મુસોલિની

ઇમેજ સ્રોત, Getty Images

આ ચીતરી ચડે તેવા દૃશ્યનું વર્ણન કરતાં લૂસિયાનો ગેરિબાલ્ડીએ પોતાના પુસ્તક 'મુસોલિનીઃ ધ સિક્રેટ ઑફ હિઝ ડૅથ'માં લખ્યું છે, 'લોકોમાં એટલી નફરત હતી કે બધા 18 મૃતદેહ પર ચડીને પગથી તેને કચડી રહ્યા હતા.

તે વખતે એક તગડા માણસે 'ડૂચે'ના મૃતદેહને બગલમાંથી પકડીને ઊંચો કર્યો. ભીડમાંથી કેટલાક અવાજો આવ્યા કે 'હજી ઊંચું, હજી ઊંચું! અમને દેખાતું નથી.'

એ પછી મુસોલિની, તેની પ્રેમિકા ક્લેરેટા અને ચાર બીજાના મૃતદેહને પગે દોરીથી બાંધીને જમીનથી ઊંચે છ ફૂટ લટકાવી દેવાયા. મૃતદેહને ઊલટા લટકાવાયા હતા એટલે ક્લેરેટાનું સ્કર્ટ નીચે થઈ ગયું અને તેની નીચે પેન્ટી પણ ન હતી.

મરેલી ક્લેરેટાને આવી હાલતમાં જોઈને ટોળાંએ ચિચિયારી પાડી. તે પછી કોઈએ ક્લેરેટાના સ્કર્ટને તેના ગોઠણ પાસે ગાંઠ મારીને બાંધી દીધું.

line

મુસોલિનીના મૃતદેહને નીચે પછાડ્યો

મુસોલિની

ઇમેજ સ્રોત, Getty Images

સર્જિયો લુઝાટોનું મુસોલિની પરનું પુસ્તક છે 'ધ બૉડી ઑફ ડૂચે', જેમાં તેમણે લખ્યું છે કે 'મુસોલિનીના ચહેરા પર નકરું લોહી હતું અને મોઢું ખુલ્લું રહી ગયેલું હતું. ક્લેરેટાના ડોળાં પણ ફાટી ગયેલા હતા.

આ દરમિયાન ફાસિસ્ટ પાર્ટીના એક ભૂતપૂર્વ મંત્રી અકીલે સ્ટારેચીએ ખૂબ હિંમત દાખવી. તેણે આગળ આવીને મૃત નેતાને ફાસિસ્ટ સલામ કરી.

'તે જોગિંગ સૂટ પહેરીને ત્યાં આવ્યો હતો. લોકોએ તેને પકડી લીધો અને તેની પીઠમાં ગોળી મારી દેવામાં આવી. તે જ વખતે ફાસિસ્ટ પાર્ટીના મોટા નેતા ફ્રાન્ચેસ્કો બરાશુના મૃતદેહની દોરી તૂટી અને તે નીચે પડ્યું. મુસોલિનીના મૃતદેહની દોરી પણ કાપી નાખવામાં આવી અને તે લોરેટા ચોકના પથ્થરો પર પછડાયું.'

line

ભયાનક દૃશ્ય

મુસોલિની

ઇમેજ સ્રોત, PA Media

ટાઇમ મૅગેઝિનના સંવાદદાતા રેગ ઇંગ્રાહમ પણ ત્યાં હાજર હતા. બાદમાં તેમણે 'ધ ડેથ ઇન મિલાન' લેખમાં વર્ણન કર્યું હતું કે, 'મારી આંખો સામે આ બધું ચાલી રહ્યું હતું. અચાનક એક જણ શબની ઉપર ચડી ગયો અને મુસોલિનીના ટાલિયા માથા પર લાત મારી. બીજા એક રાઇફલની બટથી મુસોલિનીના ચહેરાને ફરીથી સરખો કર્યો.

શબ પરથી મુસોલિનીનું કદ સાવ નાનું હતું તેવું લાગતું હતું. તેણે ફાસિવાદી ઉદ્દામવાદીનો યુનિફોર્મ પહેરેલો હતા. પગમાં કાળા રંગના રાઇડિંગ બૂટ્સ હતા જે કિચડથી ગંદા થઈ ગયા હતા.

એક ગોળી ડાબી આંખમાં વાગીને ખોપરીમાં પાછળથી નીકળી ગઈ હતી. તેના કારણે ચહેરા પર મોટો ખાડો પડી ગયો હતો અને મગજનો ભાગ બહાર નીકળી ગયો હતો.

તેની 25 વર્ષની પ્રેમિકા ક્લેરેટાએ સફેદ રંગનું સિલ્કનું બ્લાઉઝ પહેરેલું હતું. તેના શરીરમાં ગોળીઓ લાગી હતી ત્યાં લોહી સૂકાઈને ગંઠાઈ ગયું હતું.'

'ન્યૂ યૉર્ક ટાઇમ્સે' મુસોલિનીના મોત વિશે લખ્યું હતું કે, 'રોમના ગૌરવને પાછું લાવવાની વાતો કરનારા શખસનું શબ મિલાનના ચોકમાં પડ્યું હતું. હજારો લોકો તેને લાતો મારી રહ્યા હતા અને તેના પર થૂંકીને શ્રાપ આપી રહ્યા હતા.'

line

મુસોકો કબ્રસ્તાનમાં દફન

મુસોલિની

ઇમેજ સ્રોત, Reuters

બપોરે 1 વાગ્યે અમેરિકાના સૈનિકો આવી પહોંચ્યા અને બધા શબને લાકડાના તાબૂતમાં નાખીને શહેરના મડદાઘરમાં મોકલી દેવાયા. ત્યાં મુસોલિનીના શબનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. 5 ફૂટ 6 ઇંચના મુસોલિનીના શબનું વજન 79 કિલો હતું.

તેના શરીરની આરપાર ચાર ગોળીઓ નીકળી ગઈ હતી તેના કારણે તેનું મોત થયું હતું. તેના પેટમાં અલ્સરની નિશાની મળી હતી, પણ સિફિલિસ હોવાનું જોવા મળ્યું નહોતું.

અગાઉ એવી અફવા ફેલાયેલી હતી કે મુસોલિનીને સિફિલિસનો રોગ થયો છે. મુસોલિનીના શબને મુસોકો કબ્રસ્તાનમાં 384 નંબરની કબરમાં દફનાવાયું હતું.

તેના મગજના એક હિસ્સાને કાઢીને તેના પરીક્ષણ માટે વૉશિંગ્ટનની સેન્ટ એલિઝાબેથ સાઇકિયાટ્રિક હૉસ્પિટલમાં મોકલાયું હતું. ઘણા દાયકા બાદ તેની વિધવા ડોના રશેલને તે પરત સોંપાયું હતું.

line

મુસોલિની મિલાનથી ભાગ્યો

મુસોલિની

ઇમેજ સ્રોત, Getty Images

ક્લેરેટાને 9 એમએમની બે ગોળીઓ મારવામાં આવી હતી. તેના શબને મિલાનના રીતા કોલ્ફોસ્કોમાં દફનાવાયું હતું.

મુસોલિની અને ક્લેરેટા 18 એપ્રિલ 1945ના રોજ મિલાન પહોંચ્યા હતા અને ત્યારથી જ તેમના મોતની ઘડીઓ ગણાવા લાગી હતી.

21 એપ્રિલે અમેરિકાના ઓએએસના છાપામાર સૈનિકોએ મોકલીને મુસોલિનીને પકડી લેવા માટેની યોજનાને હાઈકમાન્ડે મંજૂરી આપી દીધી હતી.

બીજા જ દિવસે મુસોલિનીની સુરક્ષા માટે ગોઠવાયેલી જર્મન વેફેન એસએસ બટાલિયનને સુરક્ષામાંથી હઠાવીને આગળ વધી રહેલા મિત્ર દેશોના દળોનો સામનો કરવા મોકલી દેવાઈ હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

'વૉરફેર હિસ્ટ્રી નેટવર્ક'માં લખેલા 'ધ શૉકિંગ સ્ટોરી ઑફ હાઉ મુસોલિની ડાઇડ' નામના એક લેખમાં બ્લેન ટેલરે જણાવ્યું હતું કે 'તે વખતે એવી વાતો ફેલાવા લાગી હતી કે મુસોલિનીના કેટલાક ફાસિસ્ટ સાથીઓ અને ક્લેરેટાનો ભાઈ મારસેલો મુસોલિનીની હત્યા કરી દેવા માગે છે. એવું પણ કહેવાયું હતું કે જર્મનો પોતાની શાખ બચાવવા માટે મિત્ર દેશો સાથે મુસોલિનીનો સોદો કરીને સોંપી દેવાની તૈયારીમાં હતા. '

'કૅથલિક ચર્ચ અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોએ મુસોલિનીને પોતાને ત્યાં આશ્રય આપવાની ઓફર કરી હતી. તેનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરીને મુસોલિનીએ કહ્યું હતું કે પોતે ક્યારેય આત્મસમર્પણ નહીં કરે અને આખરી દમ સુધી લડશે. '

25 એપ્રિલે જર્મન સૈનિકો ચૂપચાપ પોતાના હથિયારો હેઠા મૂકી દેવાના છે તેની જાણ મુસોલિનીને થઈ ત્યારે તેણે ઉતાવળે મિલાન છોડીને જતા રહેવાનો નિર્ણય કર્યો. તેમની સાથે જર્મન બૉડીગાર્ડ ચીફ ફ્રિટ્ઝ બર્જર અને સિક્રેટ પોલીસના લેફ્ટનન્ટ ઓટો કિસનેટ પણ હતા. આ બંનેને આદેશ હતો કે તેમણે મુસોલિનીને એક પળ માટે પણ રેઢા મૂકવા નહીં. તે ભાગવાની કોશિશ કરે તો તમારે જ ગોળી મારી દેવી એવો આદેશ હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તટસ્થ રહેલા સ્વિટ્ઝર્લૅન્ડે સ્પષ્ટ કરી દીધું હતું કે તે મુસોલિનીને પોતાને ત્યાં આશરો નહીં આપે, આમ છતાં મુસોલિનીએ છેલ્લા દમ સુધીની લડાઈ લડી લેવાના બદલે સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જોકે કેટલાકનું કહેવું છે કે મુસોલિની હકીકતમાં નાઝીઓના કબજામાં રહેલા ઑસ્ટ્રિયા કે ટિલોરિયન વિસ્તારમાં પહોંચી જવા માગતા હતા.

ભાગી રહેલા મુસોલિનીના કાફલાને 27 એપ્રિલે કોમો સરોવર પાસે 52મી ગેરીબાલ્ડિ પાર્ટીઝન બ્રિગેડના સૈનિકોએ અટકાવ્યો. તેમણે જર્મન સૈનિકોને કહ્યું કે તમે તમારી સાથે રહેલા ઇટાલિયન્સને સોંપી દો તો તમને જવા દઈશું. રે મોઝવીના જણાવ્યા અનુસાર 'મુસોલિની સાથે રહેલા લેફ્ટનન્ટ હાઁઝ ફાલમેયર અને ફ્રિટ્ઝ બર્જર આ શરત માનવા તૈયાર થઈ ગયા હતા.

બર્જરે બખ્તરબંધ ગાડીમાં બેઠેલા મુસોલિનીને આ વિશે જાણ કરી ત્યારે તેણે વિરોધ કર્યો. જોકે તેની પાસે હવે કોઈ વિકલ્પ પણ નહોતો એટલે બર્જરે હવે પોતાનો ઓવરકોટ ઉતારીને મુસોલિનીને પહેરાવી દીધો. જોકે મુસોલિની અચકાતા હતા કે જર્મન ઓવરકોટ પહેરવો કે કેમ. તેમના માટે એ શરમની વાત કહેવાય કે જર્મન વાહનમાં જર્મન સૈનિકની વરદી પહેરેલી હાલતમાં તે પકડાયો હતો.

line

મુસોલિનીની ઓળખ થઈ

મુસોલિની

ઇમેજ સ્રોત, Getty Images

બખ્તરબંધ ગાડીમાંથી ઉતરીને મુસોલિની ટ્રકમાં ચડી ગયો. જર્મન સેનાની સ્ટીલની હેલ્મેટ તેણે ઉંધી પહેરી હતી. બર્જરે તેને સીધી કરી. કાફલાની ચોથી ટ્રકમાં મુસોલિની એક ખૂણામાં એવી રીતે પડી રહ્યો કે જાણે નશામાં ધૂત હોય. જોકે એક ઑસ્ટ્રિયન અને ફાસિસ્ટ પાર્ટીની નિકોલા બોમ્બાચીએ 'પાર્ટીઝન' ટુકડીને જણાવી દીધું કે જર્મનોની ટ્રકમાં કેટલાક ઇટાલિયન પણ છે. એટલે જર્મન ટ્રકોની ફરીથી તલાશી લેવામાં આવી.

ઇટાલીના નૌકા દળના એક ભૂતપૂર્વ ખલાસી ગિસીપ નેગ્રીએ ટ્રકોની તલાશી લીધી અને તેમણે મુસોલિનીને તરત ઓળખી લીધો. તેમણે સાથી અર્બાનો લાઝારોને જાણ કરી કે મુસોલિની હાથ લાગ્યો છે.

લોઝારો ટ્રક ઉપર ચડી ગયા અને મુસોલિનીના ખભાને થપથપાવીને કહ્યું, 'કોમરેડ.' મુસોલિનીએ જવાબ આપ્યો નહીં. તેમણે જોરથી બૂમ પાડી અને ખભાથી તેને હચમચાવીને કહ્યું 'આપ નામદાર.' તો પણ મુસોલિની ચૂપ રહ્યો એટલે લોઝારોએ ત્રીજી વાર કહ્યું, 'કેવેલિયર બેનિટો મુસોલિની.'

બાદમાં ઘટનાને યાદ કરતાં લોઝારોએ કહેલું કે, 'મેં મુસોલિનીની હેલ્મેટ ઉતારી. તેના માથે ટાલ હતી. તેના સન ગ્લાસ ઉતારીને તેના કોલર નીચે કર્યા. મારી સામે મુસોલિની જ બેઠેલો હતો.'

લોઝારોએ મુસોલિનીની મશીનગન ઉઠાવી લીધી અને તે વખતે મુસોલિનીએ કશું બોલ્યા વિના પોતાની 9 એમએમની ગ્લીસેન્ટી ઑટોમેટિક પિસ્તોલ પણ સોંપી દીધી. તે પછી લોઝારોએ પૂછ્યું, 'તમારી પાસે હવે બીજા કોઈ હથિયારો છે?' તે પછી હવે તેણે કહ્યું કે 'હું મુસોલિની છું, હું કંઈ માથાકૂટ કરીશ નહીં.'

line

મુસોલિનીની બ્રીફકેસ

મુસોલિનીની પ્રેમિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુસોલિનીની પ્રેમિકા

મુસોલિનીને ટ્રકમાંથી ઉતારીને ટાઉન હૉલમાં લાવવામાં આવ્યો. રે મોઝલીના જણાવ્યા અનુસાર 'મુસોલિનીએ ફ્રિટ્ઝ બર્જરે આપેલો ઓવરકોટ ઉતારી નાખ્યો કેમ કે તેમને બહુ મોટો પડી રહ્યો હતો. નીચે તેમણે કાળો શર્ટ અને મિલિશીયા પેન્ટ પહેર્યું હતું. તેના હાથમાં એક બ્રીફકેસ હતી, જેમાં તેના માટે બહુ અગત્યના અંગત દસ્તાવેજો હતા. બ્રીફકેસ લઈ લેવામાં આવી ત્યારે મુસોલિનીએ કહ્યું કે તે સંભાળીને રાખજો, કેમ કે તેમાં ઇટાલીનું નસીબ બંધ છે.

બાદમાં બ્રીફકેસના કાગળો જોવામાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમાં મુસોલિનીએ હિટલર અને ચર્ચિલને લખેલા પત્રો હતા. તેમાં ઇટાલીનો પાટવીકુંવર અમ્બર્ટો સમલૈંગિક હતો તેની વિગતો હતી.

મુસોલિનીને બોન્ઝાનિગો ફાર્મહાઉસ પર લઈ જવાયો. થોડી વાર બાદ તેની પ્રેમિકા ક્લેરેટાને પણ ત્યાં લાવવામાં આવી. બંનેએ એક જ પલંગ પર રાત વીતાવી હતી.

line

ગોળી માર્યાની જગ્યા અંગ વિવાદ

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

દરમિયાન મિલાનથી કર્નલ વલેરિયોને બંનેને મોતની સજા આપવા માટે મોકલવામાં આવ્યા. વલેરિયા મુસોલિની અને ક્લેરેટાને એક કારમાં બેસાડીને ફાર્મહાઉસની બહાર લઈ ગયા.

બાદમાં 19 વર્ષના ડોરોના મઝોલાએ દાવો કર્યો હતો કે તેણે ડિમારિયા ફાર્મહાઉસની સામે જ મુસોલિની અને ક્લેરેટાને ગોળી મારી દેવાઈ તે જોયું હતું. બંનેને વીલા બેલમોન્ટના મુખ્યદ્વાર પાસે ગોળી મારવામાં આવી હતી તેવું નોંધાયેલું છે. મઝોલાના દાવાના કારણે જ બાદમાં ઇતિહાસકારોએ શંકા ઉઠાવી હતી.

મુસોલિની અને ક્લેરેટાને પહેલાં ગોળી કોણે મારી તેનો પણ વિવાદ છે. એવું પણ કહેવાયું કે મુસોલિની અને ક્લેરેટાને પહેલેથી ઠાર કરી દેવાયા હતા અને વીલા બેલમોન્ટ પર તેમના શબોને ફરીથી ગોળીઓ મારવામાં આવી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

બાદમાં 1947માં રોમમાં એક ચૂંટણી સભામાં પાર્ટીઝન પક્ષના વૉલ્ટર ઑડિસીયોએ 40,000 લોકો સામે કબૂલ્યું હતું કે તેણે જ મુસોલિની અને ક્લેરેટાને ગોળી મારી હતી. ઑડિસીયો ચૂંટણી જીતી ગયા હતા. બાદમાં સાચી વાત બહાર આવેલી કે ઑડિસીયોની સબ મશીનગન અને પિસ્તોલ બંને ફેલ થઈ ગયા હતા એટલે ઑડિસીયોએ પોતાના સાતી મોરેટોની સબ મશીનગનથી મુસોલિની પર પાંચ ગોળીઓ ચલાવી હતી.

બાદમાં ઑડિસીયોએ મુસોલિનીની અંતિમ ઘડીઓનું વર્ણન કરતાં કહ્યું હતું કે 'મુસોલિની તેની છેલ્લા સમયે ડરથી થરથર કાંપી રહ્યો હતો અને પોતાને બચાવી લેવા માટે માફી માગી રહ્યો હતો.' 'પાર્ટીઝન'ના એક સભ્યના જણાવ્યા અનુસાર મુસોલિનીના અંતિમ શબ્દો હતા, 'મારી છાતીમાં ગોળી મારજો.' બીજા એક શખસના જણાવ્યા અનુસાર 'મુસોલિનીએ કહેલું કે મારા દિલનું નિશાન લેજો.'

line

મુસોલિનીના હાલ જોઈને જ હિટલરે આત્મહત્યા કરેલી

મુસોલિની અને હિટલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુસોલિની અને હિટલર

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે મુસોલિનીના શબની ખરાબ હાલત કરવામાં આવી તેના કારણે જ હિટલરે આત્મહત્યા કરવાનું નક્કી કરેલું. તેણે પોતાના શબને બાળી નાખવાનો હુકમ પણ આપી રાખેલો.

પ્રોફેસર કર્ટઝરે પોતાના પુસ્તક 'ધ પોર એન્ડ મુસોલિની'માં લખ્યું હતું કે, 'મુસોલિનીની હત્યાના સમાચાર હિટલરને 29 એપ્રિલ 1945ના રોજ પોતાના ભૂગર્ભ બંકરમાં રેડિયો પર મળ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ જામ્યા પછી હિટલરે કહ્યું હતું કે મારી લાશને કોઈ પણ કિમતે દુશ્મનોના હાથમાં આવવા દેતા નહીં.'

(આ અહેવાલ સૌપ્રથમ વાર 2020માં પ્રકાશિત કરાયો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન