કોરોના મહામારી : કોરોનાના ઇલાજ માટે ગુજરાતી કંપની કેડિલા સેપ્સિવેક દવા પર આશા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે દુનિયાભરમાં દવા અને રસી કરવા માટે કોશિશ થઈ રહી છે. કોવિડ-19ના ઇલાજમાં ઉપયોગી થાય તેવી કેટલીક દવાઓ માટેના ટ્રાયલ પણ શરૂ થયા છે.
ભારતમાં પણ હાલમાં જ આવી એક દવાને ક્લિનિકલ ટ્રાયલ માટેની મંજૂરી અપાઈ છે. આ દવાનું નામ છે સેપ્સિવેક (Sepsivac), જેને અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની બનાવે છે.
આ દવાનો ઉપયોગ ગ્રામ નૅગેટિવ સેપ્સિસ બીમારીના ઇલાજ માટે કરવામાં આવે છે. તેનો પ્રયોગ કોવિડ-19માં કરવા માટેની મંજૂરી અપાયાની માહિતી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ગતસપ્તાહે આપી હતી.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, “કાઉન્સલ ઑફ સાઇન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સી.એસઆઈ.આર.) દ્વારા કોવિડ-19ના દર્દીઓમાંથી ગંભીર બન્યા હોય તેમનો મૃત્યુદર ઘટાડવા માટે એક દવાનો ક્લિનિકલ ટ્રાયલ કરશે.”
“ગ્રામ નેગેટિવ સેપ્સિસના દર્દીઓ અને કોવિડ-19ના દર્દીઓનાં લક્ષણો સમાન જણાતાં હોય છે, તેથી ડ્રગ કન્ટ્રોલર ઑફ ઇન્ડિયા (ડી.સી.જી.આઈ.)એ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. તે પ્રમાણે કેટલીક હૉસ્પિટલોમાં તેનું પરીક્ષણ શરૂ કરાશે.”
સેપ્સિવેક દવાની ટ્રાયલ માટે ત્રણ હૉસ્પિટલને પસંદ કરવામાં આવી છે. તેમાં એક છે પોસ્ટ ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ, ચંદીગઢ, જ્યારે દિલ્હી અને ભોપાલની એઇમ્સમાં પણ ટ્રાયલ કરવામાં આવશે. આ હૉસ્પિટલોમાં કોવિડ-19ના 50 દર્દીઓ પર સેપ્સિવેક દવાનું પરીક્ષણ કરાશે.

ઇમેજ સ્રોત, Getty Images
CSIRના એમડી ડૉક્ટર શેખર સી. મંડેએ કહ્યું કે, “કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિડેટે આ દવા બનાવી છે.”
“સીએસઆઈઆરના સહયોગથી ત્રણ હૉસ્પિટલમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“હૉસ્પિટલની ઍથિક્સ કમિટીની અનુમતિ મળશે તે સાથે જ અમે ટ્રાયલ શરૂ કરી દઈશું. કોવિડ-19ના ગંભીર દર્દીઓમાંથી 50 પર ટ્રાયલ કરવામાં આવશે.”

ત્રણ પ્રકારે ટ્રાયલ
સીએસઆઈઆરએ ત્રણ અલગઅલગ ટ્રાયલ માટે ડી.સી.જી.આઈ.ની અનુમતિ માગી હતી. પ્રથમ ટ્રાયલમાં ગંભીર દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવશે.
બીજી ટ્રાયલ આઈ.સી.યુ. (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) માં ના હોય પણ કોવિડ-19ની સારવાર લઈ રહ્યા હોય તેમના પર પણ પરીક્ષણ કરવામાં આવશે.
ત્રીજી ટ્રાયલ સાજા થઈ ગયેલા દર્દીઓ પર કરવામાં આવશે. તેમને દવા આપીને એ જાણવાની કોશિશ થશે કે ફરીથી તેમને કોવિડ-19ની બીમારીમાંથી બચાવી શકાય છે કે કેમ તે જાણવામાં આવશે.
સીએસઆઈઆરનું કહેવું છે કે હજી સુધી એવા પાકા પુરાવા નથી મળ્યા કે સાજા થઈ ગયા પછી દર્દીને ફરીથી કોરોનાનો ચેપ નહીં લાગે.
આ ત્રણેય પ્રકારની ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રથમ ટ્રાયલમાં દર્દીઓની સંખ્યા ઓછી છે તેથી તેમના પરના પરીક્ષણનું પરિણામ બે કે ત્રણ મહિનામાં આવી જશે.
સેપ્સિવેક દવાનું ઉત્પાદન

ઇમેજ સ્રોત, EPA
સેપ્સિવેક દવાનો ઉપયોગ હાલમાં ઍન્ટિ-ગ્રામ સેપ્સિસ દવા તરીકે થાય છે.
અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સેપ્સિવેક દવાનું ઉત્પાદન કરે છે.
આ દવા તૈયાર કર્યા પછી સીએસઆઈઆરના સહયોગથી ગ્રામ નૅગેટિવ સેપ્સિસના દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સીએસઆઈઆરની ન્યૂ મિલેનિયમ ઇન્ડિયન ટેકનૉલૉજી કાર્યક્રમ હેઠળ આ દવાના પરીક્ષણનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.
ગ્રામ નૅગેટિવ સેપ્સિસ દર્દીઓ પર કરવામાં આવેલી ક્લિનિકલ ટ્રાયલમાં કંપનીને સફળતા મળી હતી.
આ વિશે કેડિલાએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે, “સેપ્સિવેકમાં માઇકોબૅક્ટિરિયમ ડબ્લ્યુ હોય છે, જે સેપ્સિસના દર્દીઓમાં પ્રતિકારક શક્તિ પેદા કરે છે.
આ દવા સેપ્સિસ અને સેપ્ટિક શૉકમાં ઇમ્યૂનોથૅરપી રીતે ઇલાજમાં લેવામાં આવે છે. તે માટે DCGI તરફથી મંજૂરી મળેલી છે.
તેનું આકસ્મિક ટ્રાયલ કરવામાં આવ્યું, ત્યારે સેપ્સિસના દર્દીઓના મૃત્યુદરમાં 11 ટકાનો ઘટાડો આવ્યો હતો તથા 55.5 ટકા કિસ્સામાં રોગમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેપ્સિવેકને કારણે વૅન્ટિલેટર, આઈ.સી.યુ. અને હૉસ્પિટલમાં ઓછો સમય રહેવું પડે છે.”
ડૉક્ટર શેખર મંડે પણ કહે છે કે સેપ્સિસ ટ્રાયલમાં જોવા મળ્યું હતું કે કુલ મૃત્યુદરમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે વ્યક્તિની પ્રતિકારકશક્તિ મજબૂત બને છે. તેના કારણે જ કોવિડ-19 માટે તેની ક્લિનિકલ ટ્રાયલ કરવાનું વિચારવામાં આવ્યું છે.
સેપ્સિવેક કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, EPA
ઍન્ટિ ગ્રામ સેપ્સિસ અને કોવિડ-19નાં કેટલાંક લક્ષણોમાં સમાનતા હોવાના કારણે સેપ્સિવેક દવા કોવિડ-19માં પણ ઉપયોગ થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
જોઈએ કે બંનેનાં લક્ષણોમાં શું સમાનતા છે અને સેપ્સિવેક દવા કેવી રીતે કામ કરે છે.
પ્રથમ જોઈએ કે સેપ્સિસ શું છે. સેપ્સિસ એવી બીમારી છે જે શરીરમાં ચેપ લાગે તેનાથી પેદા થાય છે.
ચેપ લાગવાના કારણે આપણા શરીરની પ્રતિકારક શક્તિ વધારે પડતી સક્રિય થઈ જાય છે.
બીમારીની શરૂઆત શરીરમાં કોઈ પ્રકારના બૅક્ટેરિયાનો ચેપ લાગે તેનાથી થાય છે. જાણે કે શરીરના કોઈ અંગ પર ચીરો પડે કે કાપો પડે કે પછી કોઈ જીવડું કરડી જાય.
ત્યાં ચેપ લાગે તે ઝડપથી શરીરમાં ફેલાવે લાગે છે, પરંતુ ચેપ ઝડપથી આગળ વધે તે સાથે જ શરીરની પ્રતિકારક શક્તિ પણ એટલી જ તેજ ગતિથી પ્રતિક્રિયા કરે છે.
તેના કારણે પ્રતિકારક શક્તિ વાઇરસની સાથે સાથે તંદુરસ્ત કોષિકા પર પણ હુમલો કરે છે. તેના કારણે શરીરનાં કેટલાંક અંગો, જેમ કે કિડની, લીવર વગેરે કામ કરવાનું બંધ કરી દે છે. તેના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.

ગ્રામ નૅગેટિવ સેપ્સિસ શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
એસઆઈઆરની જમ્મુની લૅબના ડિરેક્ટર ડૉક્ટર રામ વિશ્વકર્મા કહે છે, “બૅક્ટેરિયલ ઇન્ફેક્શન બે પ્રકારનાં હોય છે - એક ગ્રામ નૅગેટિવ અને બીજું ગ્રામ પૉઝિટિવ.
સેપ્સિસ પણ ગ્રામ નૅગેટિવ અને ગ્રામ પૉઝિટિવ બંને હોય શકે છે. આ બંને જુદાજુદા પ્રકારના બૅક્ટેરિયાને કારણે થાય છે.
ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા સૌથી વધારે ખતરનાક હોય છે. તેની સામે આપણી પાસે ખાસ દવાઓ નથી. તેમાં 50થી 60 ટકા કિસ્સામાં મોત થાય છે.
મોટા ભાગના ઍન્ટિબાયૉટિક ગ્રામ પૉઝિટિવ છે.”

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વકર્મા ઉમેરે છે, “ગ્રામ નૅગેટિવ સેપ્સિસમાં પ્રતિકારક શક્તિ અતિસક્રિય થઈ જાય છે. તેનાથી શરીરને નુકસાન થાય છે.
તેને સાઇટોકાઇન સ્ટ્રૉમ પણ કહેવામાં આવે છે. કોવિડ-19ના ગંભીર દર્દીઓમાં આવું જ જોવા મળે છે.
ચેપ બહુ વધી ગયો હોય ત્યારે શરીરનું પ્રતિકારક તંત્ર પણ બચાવ માટે અતિસક્રિય થઈ જાય છે. પ્રતિકારક તંત્ર ગૂંચમાં પડે છે અને તંદુરસ્ત કોષિકાઓને પણ મારવા લાગે છે.
તેના કારણે શરીરનાં અંગો બગડવાં લાગે છે.”
ડૉ. વિશ્વકર્મા જણાવે છે કે આવી તકલીફ થાય ત્યારે સેપ્સિવેક દવા શરીરની પ્રતિકારક શક્તિને વધારે છે. પ્રતિકારક તંત્રમાં ઘણા હિસ્સા હોય છે.
સૌથી ફાયદાકારક પ્રતિકારક શક્તિ દવાથી વધારવામાં આવે છે અને જે શક્તિ વધારે પડતી સક્રિય થઈ હોય તેને નિયંત્રણમાં લાવી શકાય છે.
પ્રતિકારક શક્તિ વિના મનુષ્ય જીવી ના શકે, પણ વધારે સક્રિય થાય તો પણ તે ઘાતક બને છે.
ડૉ. વિશ્વકર્મા કહે છે, “સારી વાત એ છે કે સેપ્સિવેક દવાને ગ્રામ નૅગેટિવ સેપ્સિસમાં ઉપયોગ માટેની મંજૂરી મળેલી છે.
કોઈ દવાને મંજૂરી આપવામાં આવે ત્યારે તેનો અર્થ એ થયો કે તે મનુષ્ય માટે સલામત છે.
હવે આપણે એ જોવાનું છે કે આ દવા કોવિડ-19 બીમારીમાં કોઈ સુધારો લાવે છે કે નહીં.
આને રિપર્પઝિંગ પણ કહે છે એટલે કે એક જ દવા એક જગ્યાએ ઉપયોગી થઈ હોય તેને અન્ય બીમારીમાં પણ ઉપયોગમાં લાવવા માટે પરીક્ષણ કરવું. નવી દવા બનાવવામાં વર્ષો લાગી જતા હોય છે.”


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














