You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : 'મોદીએ જે ગુજરાત મૉડલ વેચ્યું તે ધૂળધાણી થયું' સોશિયલ
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા ગુજરાત મૉડલ નિશાના પર આવ્યું છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આને લઈને ટ્વીટર પર #BJPdestroysGujarat ટૅન્ડ્ર ચાલી રહ્યો છે.
ભારતમાં મહારાષ્ટ્ર પછી કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યાને જોતાં બીજા ક્રમે છે.
ગુજરાતમાં શુક્રવાર સાંજ સુધી આરોગ્ય વિભાગના ડૅશબોર્ડ મુજબ 2624 કેસ હતા અને મરણાંક 112 હતો.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 15 એપ્રિલ પછી એક અઠવાડિયાની અંદર લગભગ 1800 જેટલા કેસ સામે આવ્યા હતા.
શુક્રવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ ભારતના ગૃહમંત્રાલયે કહ્યું કે અમદાવાદ, સુરત, થાણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં પરિસ્થિતિ ગંભીર બની છે.
શુક્રવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રાલયનાં અધિકારી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું કે ભારતમાં છ ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) હતી, એ સિવાય આવી ચાર નવી ટીમ બનાવવામાં આવી છે જે અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નઈમાં કામ કરશે.
રિકવરી રેટમાં પાછળ ગુજરાત
ગુજરાતમાં રિકવરી રેટ ભારતના અન્ય રાજ્યો કરતા ઓછો હોવાને કારણે રાજ્યની ટીકા થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં જ્યારે કોરોના સંક્રમણથી સાજા થનાર દર્દીઓની ટકાવારી 19.9 ટકા છે. ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગ પ્રમાણે 23 એપ્રિલની રાત્રે 2624 કેસ હતા જેમાંથી 258 દર્દીઓ સાજા થયા હતા, આ પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ દર્દીઓમાંથી 9.8 ટકા જટેલા દર્દીઓ સાજા થયા હતા.
અન્ય રાજ્યો કરતા આ ટકાવારી ઓછી હોવાને કારણે કૉંગ્રેસ ગુજરાતની ટીકા કરી છે.
સોશિયલ મીડિયામાં ગુજરાત મૉડેલની ટીકા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે અગાઉ ગુજરાત મૉડલની ખૂબ ચર્ચા થઈ હતી.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં ગુજરાતમાં ભાજપ સરકારને નિશાના પર લીધી છે.
તેમનો આરોપ છે કે વડા પ્રધાન મોદીના રાજ્યનું કોરોના સંક્રમણ સામે લડતમાં સૌથી ખરાબ પ્રદર્શન છે.
કૉંગ્રેસ ગુજરાતમાં કોરોના સંક્રમણની લડતમાં ગુજરાત સરકારની ટીકા કરી છે. આ ટ્વીટમાં રાજસ્થાન અને ગુજરાતમાં સરખામણી કરવામાં આવી છે.
આ ટ્વીટ મુજબ રાજસ્થાનમાં પાંચ હજાર કરતા વધારે હૉસ્પિટલ છે તો ગુજરાતમાં 1400 થી વધારે હૉસ્પિટલ છે. ગુજરાતમાં આઈસીયુ બેડની સંખ્યા 3,200 જેટલી અને રાજસ્થાનમાં આઈસીયુ બેડની સંખ્યા 4,600 જેટલી છે. વૅન્ટિલેટરની સંખ્યા રાજસ્થાનમાં 2329 છે ત્યારે ગુજરાતમાં 1600 જેટલા વૅન્ટિલેટર છે. બીબીસી આ આંકડાઓની પુષ્ટિ નથી કરતું.
અનેક લોકો આ આંકડાઓ સામે સવાલ પણ કરી રહ્યા છે અને કૉંગ્રેસ પર પૉલિટિક્સ કરવાનો આરોપ મૂકે છે.
કેટલાક તો વળી ગુજરાતમાં કેસોની સંખ્યાને લઈને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સાથે સાંકળે છે. ગીત વી નામની એક વ્યક્તિએ સવાલ કર્યો છે કે અમદાવાદમાં આટલા બધા કેસો છે તો મોદી-ટ્રમ્પની ઇવેન્ટમાં ભાગ લેનારા કેટલા લોકોને ટ્રેસ કરવામાં આવ્યા અને ટેસ્ટ કરવામાં આવ્યા.
મણિપુરના એક ભૂતપૂર્વ મંત્રી મીરાબાઈ અકોઇજમે પણ ગુજરાત મૉડલની ટીકા કરતા લખ્યું છે કે, ગુજરાતમાં રિકવરી રેટ અને મૃત્યુ દર બંને બહુ ખરાબ છે .
પોતાની આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા બતાવતા વિકી કેડિયાએ લખ્યું છે કે, રિકવરી રેટમાં ગુજરાતનું પ્રદર્શન બહુ ખરાબ છે.
કૃષ્ણા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે મોદીએ દેશને વિકાસનું જે ગુજરાત મૉડલ તે ગુજરાતમાં ધૂળધાણી થયું છે. ગુજરાતમાં ભાજપના ચાર દાયકાના શાસન પછી ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં ગુજરાત સૌથી પાછળ છે.
રવિ નાયર નામના એક ટ્વિટર યૂઝરે પણ આ અંગે ટ્વીટ કરીને લખ્યું છે કે, શું આ જ ગુજરાત મૉડલ છે
ગુજરાત સરકારની મુશ્કેલી કે સ્ટ્રૅટેજી?
ગુજરાતમાં ઝડપથી કેસ વધ્યા છે અને છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયમાં 1800 જેટલા કેસ વધ્યા છે.
જોકે ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગના પ્રમુખ સચિવ જયંતી રવિ કહેતા રહ્યા છે કે, કારણકે ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે એટલે રાજ્યમાં કેસો વધશે.
ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ છે ત્યારે બીજા ક્રમે સુરત આવે છે.
અમદાવાદમાં ગુજરાતના કુલ કોરોના સંક્રમણના કેસમાંથી 60 ટકા જેટલા કેસ આવેલા છે. ત્યારે સુરતમાં પણ બહુ ઝડપથી કેસ વધ્યા છે.
અમદાવાદમાં 23 એપ્રિલ સુધી 1652 કેસ હતા અને 113 દર્દીઓ સાજા થયા છે. આમ જોતાં અમદાવાદમાં 23 એપ્રિલ સુધી રિકવરી રેટ 6.3 ટકા જેટલો છે.
સુરતમાં 23 એપ્રિલ સુધી 451 કેસ હતા જેમાંથી 13 દર્દીઓ સાજા થયા છે. સુરતમાં પરિસ્થિતિ વધારે ખરાબ દેખાય છે કારણકે ગુજરાત આરોગ્ય વિભાગના આંકડા મુજબ રિકવરી રેટ 2.88 છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, હાલ કેસની સંખ્યા ડબલ થવાનો જે દર છે તે જ રહે તો અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ 31 મે સુધી 8 લાખ સુધી પહોંચી શકે છે.
વિજય નેહરાએ કહ્યું કે હાલ કેસ ડબલિંગ રેટ 4 દિવસનો છે. જે એવો જ રહેશે તો શહેરમાં 15 મે સુધીમાં 50 હજાર કેસ નોંધાશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ નોંધાઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કુલ કેસ 5652 છે અને સાજા થનાર લોકોની સંખ્યા 789 છે. ત્યાં સાજા થનાર લોકોની ટકાવારી 13 જેટલી છે.
કેરળમાં જ્યાં સૌ પ્રથમ કેસ સામે આવ્યો હતો ત્યાં કોરોના સંક્રમણમાંથી 75 ટકા લોકો સાજા થઈ ગયા છે.
ગુજરાતમાં આરોગ્ય મંત્રાલય મુજબ 23 એપ્રિલે સાજા થઈને ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા ખાસી મોટી હતી. 23 એપ્રિલે જે આંકડો સરકારે બહાર પાડ્યો તેમાં છેલ્લા 24 કલાકમાં 79 લોકો ડિસ્ચાર્જ થયા હતા. એપ્રિલ મહિનામાં એક દિવસમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આ આંકડો સૌથી મોટો હતો.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
મૃત્યુ દર?
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં મરણાંક પર ઝડપથી વધ્યો છે.
23 એપ્રિલના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં મૃત્યુ દર 3.89 ટકા જેટલો છે. ત્યારે ભારતમાં 23 એપ્રિલ સુધી 21700 જેટલા કેસ હતા અને 686 મરણાંક હતો. આ પ્રમાણે મૃત્યુ દર 3.16 ટકા જેટલો હતો.
15 એપ્રિલમાં રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મરણાંક 36 હતો પરંતુ 23 એપ્રિલે મરણાંક 112 થઈ હતી. આ સમયગાળામાં અમદાવાદમાં મરણાંક 16 થી 63 સુધી પહોંચી ગયો હતો એટલે અઠવાડિયામાં 47 મૃત્યુ.
23 એપ્રિલે ગુજરાતના આરોગ્ય વિભાગના પ્રમુખ સચિવ જયંતી રવિએ રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે વધેલા મરણાંક વિશે વાત કરતા કહ્યું કે કોરોના સંક્રમણને કારણે ગુજરાતમાં મૃત્યુ પામનાર 67 લોકોમાંથી 60 દર્દીઓમાં પહેલેથી ગંભીર બીમારીઓ હતી જેમકે કિડનીનો રોગ, હૃદય રોગ, ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન. આ પ્રકારની ગંભીર બીમારીને કારણે પહેલેથી જ આ દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી હતી અને તેથી તેઓ કોરોના વાઇરસના સંક્રમણના શિકાર થયા અને તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો