કોરોના વાઇરસ : અમદાવાદમાં જો આ જ ડબલિંગ રેટ રહ્યો તો કેસોની સંખ્યા 8 લાખ થઈ શકે - વિજય નહેરા

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, હાલ કેસની સંખ્યા ડબલ થવાનો જે દર છે તે જ રહે તો અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ 31 મે સુધી 8 લાખ સુધી પહોંચી શકે છે.
વિજય નેહરાએ શુક્રવારે બપોરે કરેલા ટ્વિટર લાઇવમાં અમદાવાદમાં કોરોના વાઇરસના ફેલાવા લઈને કૉર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું આકલન રજૂ કર્યું હતું.
વિજય નેહરાએ કહ્યું કે હાલ કેસ ડબલિંગ રેટ 4 દિવસનો છે. જે એવો જ રહેશે તો શહેરમાં 15 મે સુધીમાં 50 હજાર કેસ નોંધાશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ નોંધાઈ શકે છે.

શું છે કેસ ડબલિંગ રેટ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિજય નેહરાના કહેવા પ્રમાણે વાઇરસના સંક્રમણના ફેલાવાનો માપદંડ કેસ ડબલિંગ રેટ છે.
એ સમજાવતાં તેમણે કહ્યું કે કુલ કેસ કેટલાં દિવસમાં બમણાં થાય છે. તેના પરથી આકલન કરી શકાય છે. ઉદાહરણ આપતા એમએ કહ્યું કે, અમદાવાદમાં 17 એપ્રિલે 600 કેસ હતા અને 20 એપ્રિલે 600થી વધીને 1200 થઈ ગયા. આમ અમદાવાદનો કેસ ડબલિંગ રેટ 3 દિવસનો હતો.

"મહેનતનું ફળ મળે છે કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસનો થશે"
વિજય નેહરાએ જણાવ્યું કે વારંવાર કહું છું, મહેનતનું ફળ મળે છે. લૉકડાઉન ખૂલે એટલે કે 3 મે સુધી કેસ ડબલિંગ રેટ 4 દિવસની જગ્યાએ 7 થી 8 સુધી લઈ જઈશું.
તેમણે કહ્યું કે, જો કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસનો હોય તો 15 મે સુધી 50 હજાર કેસની સામે માત્ર 10 હજાર અને 8 લાખની સામે 50 હજાર કેસ નોંધાઈ શકે છે.
તેમણે કહ્યું કે 7થી 8 દિવસનો કેસ ડબલિંગ રેટ દક્ષિણ કોરિયા જેવા દેશ મેળવી ચૂક્યા છે. અમેરિકા અને યુરોપમાં 3થી 4 દિવસનો કેસ ડબલિંગ રેટ જોવા મળી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
10 દિવસનો કેસ ડબલિંગ રેટ નોંધાય તો માત્ર 20 થી 25 હજાર કેસ નોંધાય.
વિજય નેહરાએ આશા વ્યક્ત કરી કે, આપણે દસ દિવસનો ડબલિંગ રેટ અચિવ કરીશું. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે દસ દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરવો અઘરો છે.
જો આપણે 10 દિવસનો કેસ ડબલિંગ રેટ મેળવીએ તો પણ 15 મે સુધી 50 હજાર કેસની સામે 7 હજાર કેસ નોંધાય અને 8 લાખની સામે 20 થી 25 હજાર કેસ નોંધાઈ શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉન પૂર્ણ થયા પછી કેસની સંખ્યા પણ વધી શકે છે. કારણ કે લોકો અવર-જવર કરતાં હોય જેનાથી ડબલિંગ રેટમાં બદલાવ આવી શકે છે અને કેસ જલદી વધી શકે છે.

'પૉઝિટિવ કેસની સંખ્યા ઘટી છે.'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, 17 એપ્રિલે રોજ 243 કેસ 15 થી 20 ટકાનો વધારો થતો હતો. જ્યારે હવે 150ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. 17 એપ્રિલે 243 કેસ નોંધાયા ત્યારબાદ 19 એપ્રિલે 157, 20 એપ્રિલે 125 કેસ, 21 એપ્રિલે 128 અને 22 એપ્રિલે 151 કેસ નોંધાયા છે.
તેમણે કહ્યું કેસ ઓછા થવાથી ઘણો ફાયદો થશ અને જો કોઈ લાપરવાહી કરીશું તો નુકશાન થશે.

અમદાવાદમાં કેસની સંખ્યા
અમદાવાદમાં કુલ 1459 ઍક્ટિવ કેસ છે, જ્યારે 105 સાજા થયા છે અને 74 લોકોનાં મૃત્યુ થયા છે. હાલ 1440 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 19 લોકોને વૅન્ટિલેટર પર રાખવામાં છે.
અમદાવાદની એસવીપી હૉસ્પિટલમાં 475 કેસ, સમરસ હૉસ્ટેલ 391 કેસ, સિવિલ હૉસ્પિટલમાં 560 કેસ છે. જ્યારે બાકીના વિવિધ હૉસ્પિટલમાં છે.

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

30 મે સુધી સિનિયર સિટીઝન ઘરની બહાર ન નીકળે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટર લાઇવમાં જણાવ્યું કે કોરોના વાઇરસનો સૌથી વધારે ખતરો સિનિયર સિટીઝનને હોવાથી તેઓ 30 મે સુધી ઘરની બહાર ન નીકળે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન વડીલોને બચાવવા માટે સેવ અવર સિનિયર સિટીઝન વડીલોની પડખે અમદાવાદ અભિયાન શરૂ કરશે.
વિજય નહેરાએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા લોકોની ઉંમર 60 વર્ષથી ઉપરના લોકોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત 40-60 વર્ષના જે લોકોને ડાયાબિટીસ, હાર્ટ, કિડની, હાઇપર ટેન્શન જેવી કોઈ પણ બીમારી છે તેઓ વધારે મૃત્યુ પામી રહ્યા છે અને તેથી આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "ઘરની બહાર સિનિયર સિટીઝન ના નીકળે યુવાનો ના નીકળે. ઘરમાં પણ કાળજી લેવાય. નજીકથી બેસીને વાત કરતી વખતે માસ્ક પહેરીને જ વાત કરે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












