You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોલકાતામાં અમિત શાહની રેલીમાં દેશદ્રોહીઓને ગોળી મારવાના નારા
સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ પસાર થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વખત કોલકાતા પહોંચ્યા હતા. શાહે સી.એ.એ.ના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધિત કરી હતી.
તેમણે કહ્યું, "તમે અમને પાંચ વર્ષ આપો, અમે તેને સોનાલ બાંગ્લા બનાવી દઇશું."
"આપ મમતા દીદીને કહો, અમે હવે અન્યાય સહન નહીં કરીએ."
શાહે ઉમેર્યું, "જ્યારે મમતા વિપક્ષમાં હતાં, ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદની કાર્યવાહી ચાલવા દીધી ન હતી. હવે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સી.એ.એ.લ વ્યા છે, ત્યારે કૉંગ્રેસ, કૉમ્યુનિસ્ટ તથા મમતા. બધા તેનો વિરોધ કરી રહ્યાં છે."
"તેઓ આ દેશના લઘુમતી સમુદાયને ડરાવે છે કે તમારી નાગરિક્તા છીનવાઈ જશે. હું કોલકાતાની ધરતી ઉપરથી કહેવા આવ્યો છું કે સી.એ.એ.ને કારણે તમારામાંથી કોઈનું નાગરિકત્વ નહીં છીનવાય. સી.એ.એ. નાગરિક્તા આપવાનો કાયદો છે, લેવા માટેનો નહીં."
શાહે કહ્યું, "તમે ગમે તેટલો વિરોધ કરી લો અમે હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, શીખ, ઈસાઈ શરણાર્થીઓને નાગરિક્તા અપાશે. મમતા દીદી, તમે અમને અટકાવી નહીં શકો. ઇચ્છો એટલો વિરોધ કરી લો અમે તેમને નાગરિક પણ બનાવીશું અને સન્માન પણ આપીશું."
દરમિયાન કોલકાતામાં અમિત શાહની રેલી દરમિયાન ભીડે 'દેશ કે ગદ્દારો કો, ગોલી મારો સા...કો' જેવી ઉશ્કેરણીજનક નારેબાજી પણ કરી હતી. બીજી બાજુ, કેટલાક લોકોએ કાળા ઝંડા દેખાડીને 'અમિત શાહ ગો બેક'ના નારા લગાવ્યા હતા.
દારૂ એકબીજા પર રેડીને નહડાવતા વીડિયો અંગે એફઆઇઆર દાખલ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સોશિયલ મીડિયામાં વાઇરલ બનેલાં દારૂ લગ્નમાં એકબીજા પર રેડીને નહાવાના વીડિયોમાં છ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં એક લગ્ન પ્રસંગ દરમિયાન નાચતી વખતે કેટલીક વ્યક્તિઓ એકબીજાને દારૂથી નવડાવી રહી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
મુંદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. કે. પટેલે કહ્યું, "મોટા કાંગડા ગામના સરપંચ અને ત્યાં લગ્નપ્રસંગમાં હાજર મ્યુઝિકલ બૅન્ડના નિવેદનના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી છે."
તેમણે વધુમાં કહ્યું, "મંગલજી કે જેણે પોતાના દીકરાના લગ્ન માટે પાર્ટીનું આયોજન કર્યુ હતું. અમે આરોપીઓને દારૂબંધીના કાયદા હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે."
'ગોલી મારો...' નારાના સવાલ પર બોલ્યા અનુરાગ ઠાકુર, 'તમે લોકો જૂઠું બોલી રહ્યા છો'
કેન્દ્ર સરકારના નાણામંત્રી અનુરાગ ઠાકુરને પત્રકારોએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના તેમના વિવાદિત નિવેદન 'દેશ કે ગદ્દારો કો ગોલી મારો....' વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તમે લોકો જૂઠું બોલી રહ્યા છો.
પત્રકારોએ ત્યારે પૂછયું કે સત્ય શું છે?
અનુરાગ ઠાકુરે કહ્યું, "હું ત્યારે જ કહું છું કે મીડિયામાં જેટલી જાણકારી છે, પહેલાં તેમાં સુધારો કરો, તમને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ કારણ કે અડધી જાણકારી કોઈપણ માટે ઘાતક હોઈ શકે છે. તે મીડિયાનો દુષ્પ્રચાર હોય અથવા બીજુ કાંઈ."
અનુરાગે એ પણ આગળ કહ્યું, "આ મામલો ન્યાયાલયમાં છે, એટલા માટે હું આની પર વધારે નથી બોલી રહ્યો."
દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન રિઠાલામાં આયોજિત એક સભામાં 27 જાન્યુઆરીએ અનુરાગ ઠાકુરે એક ચૂંટણી સભામાં નારા લગાવતા દેખાઈ રહ્યા છે જેમાં તે કહે છે, "દેશ કે ગદ્દારો કો..." અને લોકો નારા લગાવે છે - "ગોલી મારો...કો..."
આ વીડિયો પર કાર્યવાહી કરતા અનુરાગ ઠાકુર ત્રણ દિવસ સુધી દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરી શક્યા ન હતા.
ઈરાનમાં 100 માછીમાર ફસાયા
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકરને પત્ર લખીને જણાવ્યું છે કે 100થી વધુ માછીમાર કોરોના વાઇરસના કારણે અઝલૂરમાં ફસાયેલા છે.
તેમણે પત્રમાં લખ્યું છે, "હું આપને આગ્રહ કરું છું કે દૂતાવાસને આ અંગે જરૂરી પગલાં લેવા માટે આદેશ આપો. આ લોકો સુરક્ષિત પરત ફરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે કહો."
વિજયનના કહેવા પ્રમાણે, ઈરાનમાં 100થી વધુ માછીમાર ફસાયેલા છે, જેમાંથી લગભગ 60 કેરળના છે. કૉંગ્રેસના નેતા શશી થરૂરે પણ વિદેશ પ્રધાનને પત્ર લખીને માછીમારોને ભારત પરત લાવવા અપીલ કરી છે.
ઈરાને કોરોના વાઇરસને કારણે 54 લોકોનાં મૃત્યુની ઔપચારિક પુષ્ટિ કરી છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે, 57 દેશમાં 85 હજારથી વધુ લોકો આ રોગથી પીડિત છે. કોરોનાને કારણે ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. મરનારાઓની ભારે સંખ્યા ચીનમાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો