You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી હિંસા : મસ્જિદના મિનાર પર કોણે લગાવ્યા ઝંડા? ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
સફેદ અને લીલા રંગે રંગાયેલી મસ્જિદની સામે સંખ્યાબંધ લોકો ભેગા થયા છે. આ મસ્જિદની સામેના ભાગને સળગાવી દેવામાં આવ્યો છે.
બુધવારે સવારે જ્યારે બીબીસીની ટીમે અશોક નગરની ગલી નંબર પાંચ પાસે મોટી મસ્જિદ (બડી મસ્જિદ)ની બાહર યુવકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમની પ્રતિક્રિયામાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
અમે તેમની પાછળ-પાછળ મસ્જિદની અંદર પહોંચી ગયા. અંદર ફરશ પર અડધી બળેલી કાર્પેટ દેખાઈ રહી હતી. ટોપીઓ જ્યાં-ત્યાં વિખેરાયેલી પડી હતી.
જ્યાં ઇમામ ઊભા રહે તે જગ્યા સળગીને કાળી પડી ગઈ હતી.
આ તેજ મસ્જિદ છે જેને લઈને ચર્ચા ચાલી રહી છે કે હુમલાખોર ભીડમાં સામેલ અમુક લોકોએ તેના મિનાર પર તિરંગો અને ભગવો ઝંડો ફરકાવ્યો હતો.
આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, ત્યાર બાદ દિલ્હી પોલીસે કહ્યું હતું કે આવી કોઈ ઘટના અશોકનગરમાં થઈ નથી.
પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે મસ્જિદની મિનાર પર તિરંગો અને ભગવો ઝંડો લાગેલો જોયો.
મસ્જિદની બાહર ભેગા થયેલા લોકોએ કહ્યું કે મંગળવારે આ વિસ્તારમાં ઘુસેલી ભીડે આ બધું કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'બહારથી આવેલા લોકો'
મસ્જિદની અંદર હાજર આબિદ સિદ્દીકી નામના એક વ્યક્તિએ દાવો કર્યો કે "રાત્રે પોલીસ મસ્જિદના ઇમામને ઉપાડીને લઈ ગઈ હતી." જોકે આ વાતની પુષ્ટિ નથી કરી શકાઈ. મસ્જિદના ઇમામ સાથે વાત થઈ શકી નથી.
જ્યારે અમે અહીં પહોંચ્યા તો પાસે જ પોલીસની એક ગાડી હતી, જે થોડી વાર પછી ત્યાંથી રવાના થઈ ગઈ.
મસ્જિદને થયેલા નુકસાનથી દુખી રિયાઝ સિદ્દીકી નામના એક વ્યક્તિએ કહ્યું, "આખરે લોકોને આ બધું કરીને શું મળ્યું?"
અમે આ વિસ્તારના હિંદુઓને પણ મળ્યા. તેમનું કહેવું છે કે "આ વિસ્તારમાં આ મસ્જિદ કેટલાય વર્ષોથી છે. તેમનું કહેવું છે કે આ મસ્જિદને નુકસાન પહોંચાડનાર લોકો બહારથી આવ્યા હતા."
સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે જો તેમણે બહારથી આવેલા લોકોને રોકવાના પ્રયત્ન કર્યા હોત, તો કદાચ તેઓ પણ માર્યા ગયા હોત.
(આ ઘટનાની ગંભીરતા અને માહોલની સંવેદનશીલતાને જોતાં કેટલાક આવા દૃશ્યો અને ઘટનાસ્થળ પર હાજર લોકોના નિવેદનોને હઠાવી દેવામાં આવ્યા છે જેનાથી ભાવનાઓ ભડકી શકે છે. બીબીસીના સંપાદકીય નીતિ પ્રમાણે આવું કરવામાં આવ્યું છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો