You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Aam Aadmi Party : 'દિલ્હીના લોકોએ બતાવી દીધું કે કોણ ખોટું બોલે છે.' #DelhiResults
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીપરિણામોની ગણતરીમાં અત્યાર સુધીના વલણોમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે અને 48 બેઠકો જીતી લેવાનો ભાજપનો દાવો ફળતો નથી દેખાઈ રહ્યો.
મંગળવારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર #DelhiElection2020 #DelhiResults #AAPWinningDelhi જેવા ટ્રૅન્ડ મીડિયા પર જોવા મળ્યા.
દિલ્હીની ચૂંટણીમાં મુદ્દા કયા રહેશે તેને લઈને રાજકીય પક્ષો વચ્ચે ભારે કસાકસી જોવા મળી હતી અને જે પ્રકારના નારા અને નિવેદનો સામે આવ્યા તેને લઈને પણ વિવાદ થયો હતો.
''ઈવીએમમાં બટન એટલા જોરથી દબાવો કે કરંટ શાહીનબાગમાં લાગે.'' - ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન
'' દેશ કે ઇન ગદ્દારોં કો, ગોલી મારો ***** કો .'' - ભાજપ નેતા પરવેશ વર્માએ કરાવેલા નારાબાજી
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણીપ્રચાર માટે દિલ્હી આવ્યા અને કહ્યું કે 'અરવિંદ કેજરીવાલ શાહીનબાગમાં પ્રદર્શન કરી રહેલાં લોકોને બિરયાની ખવડાવે છે.'
ભાજપના નેતાઓએ તો ચૂંટણીપ્રચારમાં 'અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે' એ પ્રકારના નિવેદન પણ આપ્યા હતા.
પ્રચારમાં અરવિંદ કેજરીવાલના ખોટા વાયદાઓ પરથી પરદો ઊઠી ગયો છે એ પ્રકારની વાતો પણ થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક મહિનાથી વધારે સમયથી શાહીનબાગમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને ટાંકતા ' શાહીનબાગના લોકો ઘરમાં ઘુસીને બળાત્કાર કરશે....'જેવી વાતો પણ ચૂંટણીમાં છવાયેલી રહી હતી.
આમ આદમી પાર્ટીના નેતાઓ અને અરવિંદ કેજરીવાલ પ્રચાર દરમિયાન એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે 'તેઓ માત્ર કામ પર વોટ માગી રહ્યા છે.'
પ્રચાર દરમિયાન કેટલાક ઇન્ટરવ્યુમાં કેજરીવાલ એવું પણ કહેતા સાંભળવા મળ્યા હતા કે 'અમારું કામ જોઈને વોટ આપશો.'
'બિરયાની સાથે ઉજવણીનો સમય આવી ગયો છે'
ભાજપ અને કૉંગ્રેસ અરવિંદ કેજરીવાલને દિલ્હીના લોકોને મફત વિજળી-પાણી આપવા અંગે પણ નિશાના પર લીધા હતા.
ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી રાજનીતિક વિશ્લેષકો એ વાતનું વિશ્લેષણ તો કરશે જ કે કયા મુદ્દાની ચૂંટણી પર કેવી અસર થઈ અને શાહીનબાગ, બિરયાની, ગોળી, બુલેટ, કામ, વિકાસ...આ બધા શબ્દોએ કઈ પાર્ટીને કેટલી બેઠકો અપાવી.
જોકે, મંગળવારે સવારે દિલ્હી ચૂંટણીપરિણામના પ્રારંભિક વલણો સામે આવતાની સાથે સોશિયલ મીડિયા પર લોકો દિલ્હીના ચૂંટણીપ્રચારમાં પ્રચલિત થયેલા નારા, નિવેદન, શબ્દો અને ભાષણો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ટ્વિટર પર ત્રિશા સિંહે નામના ''એક યૂઝરે લખ્યું કે શાહીનબાગ વિન્સ, હિંદુઓ જાગો.''
આના જવાબમાં સરદાર ખાન નામના એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ''ચૂંટણી ભાજપ અને ભક્ત લડી રહ્યા હતા, હિંદુ નહીં.''
સોશિયલ મીડિયા યૂઝર અશોક મિશ્રાએ લખ્યું કે ''દિલ્હીના લોકોએ બતાવી દીધું કે કોણ ખોટું બોલી રહ્યું છે.''
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં શાહીનબાગ અંગે એક ચૂંટણી સભામાં આપેલું નિવેદન મતદાન પહેલા પણ ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે , ઈવીએમનું બટન એટલા જોરથી દબાવો કે કરંટ શાહીનબાગમાં લાગે.
નાગરિકતા સંશોધના કાયદા વિરુદ્ધ શાહીનબાગમાં મહિલાઓ લગભગ બે મહિનાથી પ્રદર્શન કરી રહી છે.
શમશાદ ખાન નામના સોશિયલ મીડિયા યૂઝરે ટ્વીટ કર્યું કે ''ઈવીએમનું બટન એટલી જોરથી દબાવો કે કરંટ શાહીનબાગમાં લાગે- અમિત શાહને લાગે છે કે હિંદુસ્તાની લોકોની સાથે ઈવીએમ પણ શાહીનબાગ પણ ઇન્કલાબ ઇન્કિલાબમાં સામેલ થઈ ગયા છે.''
હિતેન નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે "અરવિંદ કેજરીવાલને આંતકવાદી કહેવા એ ભાજપની સૌથી મોટી ભૂલ છે. અરવિંદ કેજરીવાલ રાજ્યના મુખ્ય મંત્રી છે, તમે તેમને મુખ્ય મંત્રી ન કહી શકો. આ પ્રકારની વાતોથી નરેન્દ્ર મોદીની છબિ ખરાબ થાય છે."
ત્યારે અનિરુદ્ધ તિવારી નામના સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે "પહેલી વખત કામ અને વિકાસના નામ પર વોટિંગ થયું છે."
બેરોજગાર નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે "દિલ્હીમાં શિક્ષિત લોકો રહે છે. જે જરૂરી મુદ્દાની સમજણ રાખે છે. દિલ્હીના લોકોએ સાબિત કરી દીધું કે અહીં ધર્મનું રાજકારણ નહી ચાલે."
દેવીકા નામના એક ટ્વિટર યૂઝરે આમ આદમી પાર્ટીને દિલ્હીમાં વિજય માટે અભિનંદન આપતા કહ્યું કે "દિલ્હીના લોકોએ બતાવી દીધું કે બુલેટ કરતા બૅલેટમાં દમ હોય છે."
સોશિયલ મીડિયા પર દિલ્હી વિધાનસભાની આટલી ચર્ચા થાય તો બિરયાનીની વાત ન થાય? એક યૂઝરે લખ્યું કે, દિલ્હીના લોકોએ નફરત છોડીને બિરયાની પસંદ કરી છે.
તો ઇશિતા મોઇત્રા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે "વિકાસની જીત થઈ છે. ભારતનો વિજય થયો છે. આ દિલ્હી છે, ઇશ્ક મોહબ્બત પ્યાર. બિરયાની સાથે ઉજવણી કરવાનો સમય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો