You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જખૌ : આમ પાર પડાયું રૂ. 175 કરોડનું ડ્રગ્સ ઝડપવાનું ઑપરેશન
ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ તથા ઇંડિયન કૉસ્ટગાર્ડે સંયુક્ત ઑપરેશનમાં રૂ. 175 કરોડનું હેરોઇન ઝડપી લીધું છે.
ગુજરાતના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) શિવાનંદ ઝાએ ભાર્ગવ પરીખને જણાવ્યું કે 35 પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે.
ડ્રગ ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતાં જપ્ત થયેલો પદાર્થ હેરોઇન હોવાનું માલૂમ પડ્યું હતું.
અરબી સમુદ્રમાં કચ્છના જખૌ પાસેથી જપ્ત થયેલાં ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 175 કરોડ અંદાજાય છે.
પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્કવૉડ તથા કૉસ્ટગાર્ડે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને સેંકડો કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
આમ થયું ઑપરેશન
ડિફેન્સના જનસંપર્ક અધિકારી પુનિત ચઢ્ઢાના કહેવા પ્રમાણે,
"ગુજરાતના દરિયાકાંઠેથી સમગ્ર ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું હોવાની બાતમીના આધારે ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્કવૉડ અને કૉસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચરતંત્ર નજર રાખી રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ દરમિયાન એટીએસના અધિકારીઓને મળેલી બાતમીના આધારે રવિવારે રાત્રે કૉસ્ટગાર્ડ અને એ.ટી.એસ. દ્વારા સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું."
"જેમાં એ.ટી.એસના આસિટન્ટ કમિશનર ઑફ પોલીસ બી. એચ. ચાવડા અને બી. બી. રોઝિયાએ કૉસ્ટગાર્ડ સાથે મળીને આ ઑપરેશન હાથ ધર્યું હતું."
"આ ઑપરેશનમાં કૉસ્ટગાર્ડની ફાસ્ટ ઇન્ટરસૅપ્ટર બોટની જખૌના દરિયાકિનારે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જેમાં ભૂજપના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને મળેલી બાતમીના આધારે ભારતીય જળસીમામાં જખૌના પૂર્વોત્તર વિસ્તારમાં 'ઝમઝમ' નામની પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવી હતી, જેને દરિયાની અંદર કૉસ્ટગાર્ડની ઇન્ટરસૅપ્ટર બોટે આંતરી હતી."
"બોટમાં માછલીઓની નીચે 35 પૅકેટ હેરોઈન છૂપાવવામાં આવ્યું હતું, જે ઝડપી લેવાયું હતું. "
"ચઢ્ઢાએ ઉમેર્યું હતું કે પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનીઓએ કબૂલ્યું હતું કે આ હેરોઇન કરાચીથી કચ્છ બંદર ઉપર ડ્રગ્સ માફિયા મારફત મુંબઈ અને દિલ્હી સહિત સમગ્ર ભારતમાં મોકલવાનું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો