You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : સ્વચ્છતામાં રાજકોટ દેશમાં બીજું, ટોપ 10માં અમદાવાદ, વડોદરાનો પણ સમાવેશ
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતનાં 3 શહેરનો સમાવેશ થયો છે.
આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ 2019ના પ્રથમ બે ત્રિમાસિક સર્વેની યાદી રજૂ કરી હતી.
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરે આ યાદીમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.
આ યાદીમાં ગુજરાતના રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેરનો સમાવેશ પ્રથમ 10 સ્વચ્છ શહેરોમાં કરવામાં આવ્યો છે.
રાજકોટ પ્રથમ ત્રિમાસિક સર્વેમાં દેશમાં 5મા સ્થાને હતું પરંતુ હવે તે બીજા સ્થાને છે.
જોકે ગત યાદીમાં વડોદરાનો સમાવેશ પ્રથમ 20માં પણ નહોતો થયો અને તે હવે સીધું ચોથા સ્થાને આવી ગયું છે.
આ યાદીમાં અમદાવાદનો સમાવેશ છઠ્ઠા ક્રમે છે.
નવા વર્ષથી રેલવે મુસાફરી મોંઘી
નવા વર્ષ એટલે કે વર્ષ 2020થી રેલવેની મુસાફરી મોંઘી બનશે. રેલવેએ બધી શ્રેણીની મુસાફરીના ભાડામાં વધારો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેલવેએ સામાન્ય શ્રેણીનું ભાડું એક પૈસા પ્રતિ કિલોમિટર પર વધાર્યું છે.
તો એક્સપ્રેસ ટ્રેન (નૉન એસી)નું ભાડું 2 પૈસા પ્રતિકિલોમિટર વધારાયું છે.
તેમજ એક્સપ્રેસ ટ્રેન (એસી)ના ભાડામાં પણ 4 પૈસા પ્રતિ કિલોમિટરે વધારાયા છે.
રેલવેએ મંગળવારની સાંજે આ ભાડાવધારાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.
5 માર્ચથી 21 માર્ચ સુધી પરીક્ષા લેવાશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધી સમાપ્ત થશે.
10મા ધોરણની પરીક્ષા 5 માર્ચથી 17 માર્ચ સુધી ચાલશે.
ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે.
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષામાં થતી ગેરરીતિને રોકવા માટે એક એપ પણ વિકસાવાઈ છે.
બોર્ડના અધિકારીના કહેવા પ્રમાણે જે આંકડો મળી રહ્યો છે એ પ્રમાણે લગભગ 17.4 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે.
કાશ્મીરમાં એસએમએસ સેવા શરૂ
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ગત રાત (31 ડિસેમ્બર)થી ભારત પ્રશાસિત કાશ્મીરની સરકારી હૉસ્પિટલોમાં બ્રૉડબ્રૅન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે.
સાથે જ બધા મોબાઇલ ફોન પર એસએમએસ મોકલવાની સુવિધા પણ શરૂ કરી દેવાઈ છે.
જમ્મુ-કાશ્મીરના પ્રશાસને અગાઉ જ આ મામલે માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના પ્રમુખ સચિવે જણાવ્યું હતું કે મંગળવારે રાતથી જ બધી સરકારી હૉસ્પિટલો અને સ્કૂલોમાં બ્રૉડબ્રૅન્ડ સેવા શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે 5 ઑગસ્ટ, 2019થી અનુચ્છેદ 370 નિષ્પ્રભાવી કર્યા બાદ અહીં સંચારસેવાઓ બંધ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો