CAA : ભાજપ નેતા સી. કે. બોઝે કહ્યું, નાગરિકતા કાયદામાં મુસ્લિમોનો સમાવેશ કેમ નહીં?

ઇમેજ સ્રોત, CK Bose Social
ગુજરાતમાં મુખ્ય મંત્રીથી લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી આજે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના ઉપપ્રમુખ ચંદ્રકુમાર બોઝે (સી. કે. બોઝે) આ કાયદામાં મુસ્લિમોનો સમાવેશ કેમ નથી કરાયો તેવો સવાલ કર્યો છે.
પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી મમતા બેનરજી ખૂલીને આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.
બે દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં નાગરિકતા સંશોધન કાયદાનો બચાવ કરી તે મુસ્લિમવિરોધી નથી એમ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના કાર્યકારી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં વિશાળ રેલી કરી હતી.
એ રેલીને પછી સીકે. બોઝની ટ્વીટથી વિવાદ સર્જાયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર બોઝ સ્વાતંત્ર્યસેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારમાંથી આવે છે અને નેતાજીના ભત્રીજા થાય છે.
ગુજરાતમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત નાગરિક સમિતિએ ગુજરાતના 33 જિલ્લાઓમાં રેલીઓનું આયોજન કર્યું છે.
આ અલગઅલગ રેલી-સભાઓમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ, મંત્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સી. કે. બોઝે શું કહ્યું?

ઇમેજ સ્રોત, CK Bose Social
સી. કે. બોઝે આ મુદ્દે ત્રણ અલગઅલગ ટ્વીટ કર્યાં.
એમણે કહ્યું કે જો સીએએ 2019ને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી તો ફક્ત હિંદુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈનનો સમાવેશ શા માટે, મુસ્લિમોનો સમાવેશ કેમ નહી? આપણે પારદર્શક રહેવું જોઈએ.
એ પછીના એક ટ્વીટમાં તેમણે કહ્યું કે ભારતના ભાગલા ન પાડો કે તેની સરખામણી અન્ય દેશો સાથે ન કરો, કેમ કે આ દેશ તમામ ધર્મો અને સમુદાયો માટે ખુલ્લો છે.
એ પછી એમણે છેલ્લા ટ્વીટમાં કહ્યું કે જો મુસ્લિમોને એમના દેશોમાં પ્રતાડિત નહીં કરવામાં આવતા હોય તો તેઓ ભારત નહીં આવે એટલે એમનો સમાવેશ કરવામાં કોઈ નુકસાન નથી. જોકે, આ પણ પૂર્ણ સાચું નથી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા બલોચ લોકોનું શું? પાકિસ્તાનમાં રહેતા અહમદિયાનું શું?
ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના સહયોગી પક્ષ શિરોમણિ અકાલી દળે નાગરિકતા સંશોધન કાયદામાં મુસ્લિમોનો સમાવેશ કરવાની માગ કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














