ગુજરાત વિધાનસભાના સત્રમાં શું-શું થયું? : નરેન્દ્ર મોદીને ક્લીનચિટથી લઈને દારૂબંધી સુધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર બુધવારે પૂર્ણ થયું.
વિધાનસભાના શિયાળુ સત્રની હાઇલાઇટ્સ પર નજર કરીએ તો રાજ્ય સરકારે વિધાનસભામાં દારૂબંધીના આંકડા મૂક્યા, તો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યો માટે સત્તામંડળની સ્થાપના અંગે બિલ પસાર કર્યું.
એ સિવાય 2002નાં રમખાણો અંગે નાણાવટી-મહેતાપંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી અને શિક્ષણ અંગે પણ સરકારે પોતાની પીઠ થાબડી હતી.
વિધાનસભા સત્ર પહેલા સોમવારે શરૂ થયું ત્યારે રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા અને કૉંગ્રેસે પણ આ મામલે સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો હતો.
આ સિવાય ખેડૂત પાકવીમો, બેરોજગારી, શિક્ષણ જેવા કેટલાક મુદ્દાઓ પણ કૉંગ્રેસે વિધાનસભામાં ઉઠાવવાની વાત કરી હતી.
વિવિધ મુદ્દાઓને લઈને કૉંગ્રેસે સત્રના પહેલા દિવસે વિધાનસભા કૂચ કરીને ઘેરાવનો કાર્યક્રમ ગોઠવ્યો હતો.
જોકે આ સમયે કૉંગ્રેસ નેતાઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પોલીસે અને નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
પોલીસ સાથેની ઝપાઝપીમાં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં કપડાં ફાટી ગયાં હતાં અને તેઓ ફાટેલાં કપડાંમાં જ વિધાનસભા સત્ર માટે પહોંચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે સોમવારે ગુજરાત રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું, "કૉંગ્રેસની કૂચમાં માંડ 700થી 800 લોકો જોડાયા હતા, ખેડૂતો નહોતા જોડાયા."
"બિનસચિવાલયની પરીક્ષા મામલે જે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે તેની તપાસ ચાલી રહી છે એટલે વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા નહોતા."

દારૂબંધીવાળા ગુજરાતમાં કેટલો દારૂ પકડાયો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું, "દારૂ પકડવાની ઝુંબેશ સઘન બનાવાઈ છે. ગુજરાતને ત્રણ રાજ્યોના સીમાડા લાગે છે જ્યાં દારૂબંધી નથી એટલે દારૂ ઘુસાડવામાં આવે છે."
ગુજરાતમાં બે વર્ષમાં દેશી-વિદેશી દારૂ અને બિયર અને નશીલા પદાર્થોના પકડાયેલા જથ્થા અને કિંમત અંગે સવાલો કરતાં સરકારે આંકડા રજૂ કર્યા હતા.
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લાં 2 વર્ષમાં રાજ્યમાંથી 252 કરોડ 32 લાખ 52 હજાર 714 રૂપિયાનો દારૂ પકડાયો હતો.
ગુજરાતમાં દેશી દારૂનો સૌથી વધારે જથ્થો 1 લાખ 52 હજાર 91 લીટર રાજકોટથી પકડાયો હતો.
જ્યારે સુરતથી સૌથી વધુ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. સુરતમાંથી 22 લાખ 59 હજાર 202 બોટલ જપ્ત કરાઈ હતી.
આ સિવાય ગુજરાતમાં સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 16 કરોડ 24 લાખ 88 હજાર 730 રૂપિયાની કિંમતનો ગાંજો, અફીણ, ચરસનો જથ્થો પકડાયો હતો.
થોડા સમય અગાઉ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી વચ્ચે ગુજરાતની દારૂબંધી પર વાકયુદ્ધ શરૂ થયું હતું.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અશોક ગેહલોતે કહ્યું હતું, "લોકસભા ચૂંટણી દરમિયાન હું ગુજરાતમાં હતો ત્યારે મેં જોયું હતું કે કામ પૂર્ણ થયા પછી ઘણા ગુજરાતીઓ દારૂ પીતા હતા. હું એ જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં કેટલો દારૂ પીવાય છે."
"મુખ્ય મંત્રી વિજય રૂપાણી દાવો કરે છે કે મેં તેમનું અપમાન કર્યું. અમે તો રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશમાંથી દારૂ ગુજરાત ન પહોંચે એ માટે પ્રયાસ કર્યા છે."
ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે અશોક ગેહલોત રાજસ્થાનમાં દારૂબંધી લાગુ કરી બતાવે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસ માટે બિલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વિધાનસભાના શિયાળુ સત્રમાં ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી એરિયા ડૅવલપમૅન્ટ ઍન્ડ ટૂરિઝમ ગવર્નેન્સ બિલ, 2019 રજૂ કર્યું હતું જે બહુમતીથી પાસ થયું હતું, જ્યારે કૉંગ્રેસે આ મામલે વૉકઆઉટ કર્યું હતું.
તો વિધાનસભાના ત્રણ દિવસીય સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભાની બહાર આ બિલ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
આ બિલ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાના હેતુસર સત્તામંડળની સ્થાપના કરવા અંગેનું છે.
બિલ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં પર્યટન અને વિકાસકામોનું આયોજન અને તેને મંજૂરી આપવાની સત્તા આ ઑથોરિટી પાસે હશે.
બિલની જોગવાઈઓ મુજબ આ સત્તામંડળને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાં જમીન અધિગ્રહન કરવાની, તેનો વપરાશ કરવાની તથા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા મળશે.

મોદીને મળી ક્લીનચિટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
બુધવારે ગુજરાત વિધાનસભામાં નાણાવટી-મહેતાપંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ પાંચ વર્ષ પહેલાં એ વખતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપવામાં આવ્યો હતો. જોકે, સરકાર દ્વારા તેને છેક હવે વિધાનસભામાં રજૂ કરાયો હતો.
વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી. ટી. નાણાવટી અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અક્ષય મહેતાએ રાજ્ય સરકારને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી દીધો હતો.
જોકે, આ રિપોર્ટમાં શ્રીકુમાર ઉપરાંત, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્મા જેવા પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક રહી હોવાની ટિપ્પણી કરાઈ છે.
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે પોલીસ હુલ્લડ અટકાવવામાં નિષ્ફળ નીવડી હતી અને છતાં તેમને ક્લીનચિટ આપવી એ ન્યાયતંત્ર માટે કલંક છે."
તેમણે મોદીને અપાયેલી ક્લીનચિટને પક્ષપાતપૂર્ણ ગણાવી હતી.

સરકારી શાળા અંગે સરકારે પોતાની પીઠ થાબડી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, "ગુજરાતમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણનાં પરિણામે છેલ્લાં પાંચ વર્ષમાં 2.25 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે."
જોકે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ગુજરાત શિક્ષણ વિભાગ પ્રમાણે ગુજરાતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશના આંકડામાં 6.89 લાખનો ઘટાડો થયો છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે 2014-15 અને 2018-19 વચ્ચે 2.62 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં પ્રવેશ લીધો છે.
જોકે, આ ગાળામાં રાજ્યની 33,500 સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 6.89 લાખનો ઘટાડો થયો છે.
મીડિયામાં આવેલા અહેવાલો મુજબ રાજ્યની 5350 સરકારી શાળાઓ બંધ કરવાનો નિર્ણય નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારે લીધો હતો.
આ એવી શાળાઓ હશે જ્યાં ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય.

બેરોજગારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
કૉંગ્રેસનો આક્ષેપ હતો કે રોજગારી આપવાના નામે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સરકાર તરફથી શિક્ષિત અને અશિક્ષિત અંગેની માહિતી આપવામાં આવી હતી.
રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં સરકારે 2 લાખ 67 હજાર નોકરીઓ આપી છે. વર્ષ 2014થી 2019 સુધી સરકારે 1,17,335 નોકરીઓ આપી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 17 જિલ્લાઓમાં 873 શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપી હતી. અને 19 નવેમ્બર સુધી 2.88 લાખ અરજીઓ હજુ પેન્ડિંગ હતી. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં અરજીઓ પેન્ડિંગ છે.
જોકે સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ખાનગી સેક્ટરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 9.64 લાખ લોકોને રોજગારી મળી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો