You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું છે USB CONDOM અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
હાલતાં-ચાલતાં, આવતાં-જતાં આપણે મોબાઇલનો સતત ઉપયોગ કરવા લાગ્યા છીએ. આજે આપણું જીવન મોબાઇલથી અને મોબાઇલની બૅટરીથી ચાલે છે.
જ્યારે પણ મોબાઇલની બૅટરી પૂરી થાય છે ત્યારે લાગે છે કે જાણે જિંદગી થંભી ગઈ છે.
આજે આપણે પણ પાન, બીડી અને સિગારેટ ખરીદવા માટે ડિજિટલ પૅમેન્ટ કરીએ છીએ.
એટલા માટે ઍરપૉર્ટ, સ્ટેશનો, હોટલ, પબ્લિક ટૉઇલેટ, શૉપિંગ સેન્ટર સહિત અન્ય જગ્યાએ મોબાઇલ ચાર્જિંગની સુવિધા માટે યુએસબી પૉર્ટ લાગેલા હોય છે.
તમે તેનાથી મોબાઇલ જોડો છો અને બૅટરી ચાર્જ કરવા લાગો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કેટલું સુરક્ષિત છે?
જૂસ જેકિંગ
શું તમે વિચાર્યું છે કે મોબાઇલ ચાર્જર ન લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ અને લાભકારક લાગતું યુએસબી પૉર્ટ આપણા માટે કેટલું ખતરનાક છે.
સાર્વજનિક સ્થળોએ મોટા પાયે ઉપલબ્ધ આ યુએસબી પૉર્ટનો ઉપયોગ સાયબર ગુનેગારો આપણો સૌથી સંવેદનશીલ ડેટા ચોરવામાં કરી શકે છે.
તેનાથી બચવા માટે બજારમાં કથિત યુએસબી ડેટા બ્લૉકર્સ લાવવામાં આવ્યાં છે, જેને 'યુએસબી કૉન્ડોમ' નામ આપવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ 'કૉન્ડોમ' વાસ્તવિક કૉન્ડોમની જેમ લેટેક્સ નથી હોતા, પરંતુ એ સામાન્ય રીતે તમને સુરક્ષા આપે છે. આ તમને 'જૂસ જેકિંગ'થી બચાવે છે.
'જૂસ જેકિંગ' એક પ્રકારનો સાયબરઍટેક છે, જેમાં સાર્વજનિક યુએસબી પૉર્ટના માધ્યમથી તમારા મોબાઇલને સંક્રમિત કરાયા છે અને તમારા મોબાઇલમાં માલવૅર ઇન્સ્ટૉલ કરી દેવાય છે.
જે તમારી ખાનગી માહિતીને સાયબર ગુનેગાર સુધી પહોંચાડવામાં સક્ષમ હોય છે.
આ અંગે નવેમ્બરની શરૂઆતમાં લ્યૂક સિસકે ચેતવણી આપી હતી. લ્યૂક અમેરિકાના લૉસ એન્જલસ કાઉન્ટીના પ્રૉસિક્યૂટર કાર્યાલયમાં સહાયક છે.
'યુએસબી કૉન્ડોમ' નાના યુએસબી ઍડોપ્ટરના જેવા હોય છે, જેમાં ઇનપુટ અને આઉટપુટ પૉર્ટ હોય છે. આ ઍડોપ્ટર મોબાઇલ પાવર તો સપ્લાય કરે છે, પરંતુ ડેટા એક્સચેન્જને સંપૂર્ણ રોકી દે છે.
કેટલી કિંમત છે?
'યુએસબી કૉન્ડોમ' અમેરિકાનાં બજારોમાં 10 ડૉલરમાં મળે છે અને આ એટલું નાનું હોય છે કે તમે તેને ક્યાંય પણ લઈ જઈ શકો છો. ભારતમાં આ 500થી 1000 રૂપિયામાં ઑનલાઇન મળે છે.
લ્યૂકના અનુસાર આ પ્રકારના સાયબર હુમલાનાં પરિણામો 'વિનાશકારી' સાબિત થઈ શકે છે.
તેઓ ચેતવણી આપતાં કહે છે, "એક ફ્રી બૅટરી ચાર્જિંગ તમારું બૅન્કખાતું ખાલી કરી શકે છે. જો સાયબર ક્રિમિનલ માલવૅર ઇન્સ્ટૉલ કરી દે તો તમારો ફોન બ્લૉક કરી શકે છે અને પાસપૉર્ટ અને ઘરસરનામું જેવી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે."
આઈબીએમના સાયબર સિક્યૉરિટી રિપોર્ટ અનુસાર, "માલવૅર કૉમ્પ્યુટિંગ પાવરને હાઇજેક કરી શકે છે અને તમારો મોબાઇલ ધીમો થઈ જશે."
રિપોર્ટમાં સંવેદનશીલ ડેટાચોરીના ખતરા પર પણ વાત કરવામાં આવી છે. સાયબર વિશેષજ્ઞ પણ લોકોને 'યુએસબી કૉન્ડોમ'ના ઉપયોગની સલાહ આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો