TOP NEWS: દમણ-દીવ અને દાદરા-નગરહવેલી બનશે એક કેન્દ્રશાસિત પ્રદેશ

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદી સરકાર બે કેન્દ્રશાસિત પ્રદેશોને જોડીને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા જઈ રહી છે.
કેન્દ્રીયમંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું છે કે દમણ અને દીવ તેમજ દાદરા અને નગરહવેલીને એક સાથે જોડી દેવામાં આવશે.
આ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશ ગુજરાત નજીક આવેલા છે. આ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશોને જોડવા માટે આગામી અઠવાડિયે એક બિલ રજૂ કરવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને પ્રદેશોમાં તંત્રને વધારે સારી રીતે ચલાવવા માટે આ યોજના બનાવવામાં આવી છે.
આ પહેલાં કેન્દ્ર સરકારે પાંચ ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો હતો.

'લાખ રૂપિયાનો મોબાઇલ રાખતા વિદ્યાર્થીઓ વિરોધ કરે છે'

ઇમેજ સ્રોત, PTI
દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય એટલે કે JNUમાં છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ હૉસ્ટેલ ફી વધારા મુદ્દે પ્રદર્શનો કરી રહ્યાં છે.
આ અંગે ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ વિદ્યાર્થીઓ પર નિશાન સાધ્યું છે.
ન્યૂઝ 18માં પ્રકાશિત અહેવાલ અનુસાર સાધ્વી પ્રાચીએ કહ્યું છે, "એક લાખ રૂપિયાનો મોબાઇલ રાખતા વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાચીએ કહ્યું, "ફી વૃદ્ધિને મુદ્દો બનાવીને વિદ્યાર્થીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
સાધ્વી પ્રાચીએ એવું પણ ઉમેર્યું છે કે યોગ્યતાના આધારે જેએનયૂમાં વિદ્યાર્થીઓની ફી માફ થવી જોઈએ.

2021થી દેશમાં પરીક્ષા નહીં થાય

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય શિક્ષા નીતિ સમિતિના ડ્રાફ્ટ પ્રમાણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 2021થી સ્કૂલની પરીક્ષાઓ હઠાવવાનો નિર્ણય લીધો છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વર્ષ 2021થી પરીક્ષા પ્રક્રિયાને બદલે મૂલ્યાંકન પ્રક્રિયાને આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
MHRDના અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા મૂલ્યાંકન મૉડ્યુલમાં કક્ષા આધારિત મૂલ્યાંકન પર ભાર આપવામાં આવશે અને '5-3-3-4' સંરચનાનું પાલન થશે.
સરકાર ઑક્ટોબર 2020 સુધી નેશનલ ઍજ્યુકેશન પૉલિસીને નક્કી કરવા માટે દરેક સંભાવનાઓ જોઈ રહી છે, જ્યારબાદ 2021માં એ નીતિઓને 2021માં લાગૂ કરી દેવામાં આવશે.
MHRDના અધિકારીઓએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં જણાવ્યું, "અમે જલદી નવી પરીક્ષા પેટર્ન પર અરજી મામલે અન્ય બૉર્ડ્સને સૂચિત કરીશું."
"બૉર્ડ અને શિક્ષા વિશેષજ્ઞો પાસેથી સલાહ મળ્યા બાદ મંત્રાલય 10+2ના ફૉર્મેટને રદ કરવા 2021થી પ્રસ્તાવિત મૂલ્યાંકન પ્રક્રિયા સાથે આગળ વધવા અંગે વિચાર કરીશું."
જૂન મહિનામાં નેશનલ ઍજ્યુકેશન પૉલિસીના ડ્રાફ્ટમાં '5-3-3-4' ડિઝાઇનની અરજી કરવામાં આવી હતી.
તેમાં પાંચ વર્ષ ફાઉન્ડેશન સ્ટેજ (ત્રણ વર્ષ પ્રી પ્રાઇમરી સ્કૂલ સાથે પહેલું અને બીજું ધોરણ), ત્રણ વર્ષ માટે પ્રિપરેટરી સ્ટેજ (ધોરણ ત્રણથી પાંચ), ત્રણ વર્ષ માટે મિડલ સ્ટેજ (ધોરણ 6થી 8) અને ચાર વર્ષ સેકન્ડરી સ્ટેજ (ધોરણ 9થી 12) સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












