કાશ્મીરમાં યુરોપીય સાંસદોના જવા પર મોદી સરકાર પર સવાલો

ઇમેજ સ્રોત, Pib
યુરોપિયન સંઘના સાંસદોનું એક 27 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે. આ સાંસદો બ્રિટન, ફાન્સ, જર્મની અને પૉલેન્ડના છે.
5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લઈ રહ્યા છે.
યુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, "આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે સ્ટેટ પૉલિસી સ્વરૂપે આતંકવાદનો ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સ હોવું જોઈએ."
પ્રતિનિધિમંડળના એક સાંસદ બી.એન. ડન પ્રમાણે તેઓ ખીણમાં સામાન્ય કાશ્મીરી લોકો સાથે મુલાકાત કરવા અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા જઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, "અમે જમ્મુ-કાશ્મીર જઈ રહ્યા છીએ. વડા પ્રધાન મોદીએ અમને કલમ 370ને હઠાવવાની જોગવાઈઓ વિશેની માહિતી આપી છે."
"જોકે, અમે સ્થળ પર જઈને જોવા માગીએ છીએ કે આખરે આ બધું કેવી રીતે થયું સાથે જ અમે કેટલાક સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું."
આ પ્રતિનિધિમંડળ ભારત સરકારના આમંત્રણ પર આવ્યું છે, પરંતુ યુરોપિયન સંઘના હવાલા દ્વારા કહેવાઈ રહ્યું છે કે આ કોઈ સરકારી મુલાકાત નથી.

મુલાકાત મામલે મોદી સરકાર પર સવાલો

ઇમેજ સ્રોત, Twitter/Narendra Modi
આ મુલાકાતમાં ભારતના એનએસએના કાર્યાલયે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં ભારતે અમેરિકાના સેનેટર ક્રિસ વાન હૉલેનની કાશ્મીર જવાની માગ ફગાવી દીધી હતી.
હવે આ મુલાકાત પર ભારતના વિપક્ષો મોદી સરકાર પર સવાલો ઊભા કરી રહ્યા છે.
કૉંગ્રેસ અને સીપીએમે કહ્યું છે કે ભારતીય નેતાઓ અને સાંસદોને કાશ્મીર જવા પર સરકારે પ્રતિબંધ લગાવી રાખ્યો છે અને વિદેશી સાંસદોને જવા દેવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યું છે, "યુરોપના સાંસદોની જમ્મુ-કાશ્મીરની પ્રેરિત મુલાકાતનું સ્વાગત કરવામાં આવે છે જ્યારે ભારતીય સાંસદોના જવા પર પ્રતિબંધ લાગેલો છે."
રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ મુલાકાતને તાત્કાલિક રદ કરવાની માગ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે ટ્વિટર પર લખ્યું, "મને આશ્ચર્ય છે કે વિદેશવિભાગે યુરોપીય સંઘ સાથે જોડાયેલા નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં મુલાકાતની વ્યવસ્થા તેમની વ્યક્તિગત હેસિયતથી કરી છે."
"આ આપણી રાષ્ટ્રીય નીતિની વિરુદ્ધ છે. હું સરકારને અપીલ કરું છું કે આ અનૈતિક છે અને આ મુલાકાતને તાત્કાલિક રદ કરી દેવી જોઈએ."

મહેબૂબા મુફ્તીના સવાલો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા મહેબૂબા મુફ્તીએ આ મામલે સોશિયલ મીડિયા પર સરકાર સામે સવાલો કર્યા છે.
તેમણે એ વાત પર ઇશારો કર્યો છે કે અત્યારે પણ જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓ સહિતના અનેક નેતાઓ અટકાયતમાં અથવા નજરબંધ છે. જેમાં ખુદ મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલા અને ઉમર અબ્દુલ્લા સામેલ છે.
મહેબૂબા મુફ્તીએ કેટલાંક ટ્વીટ કરીને લખ્યું, "જો કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે યુરોપીય સંઘના નેતાઓને ત્યાં જવાની મંજૂરી મળી શકે છે તો અમેરિકન સેનેટરને કેમ નહીં."
એક બીજા ટ્વીટમાં તેમણે કહ્યું, "પ્રતિનિધિમંડળને પ્રદેશના ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓને કેમ મળવા દેવામાં નહીં આવે."
"કોઈ પણ સ્થિતિમાં બે વાત હોઈ શકે છે- જો આ પ્રતિનિધિમંડળ સ્થિતિને સામાન્ય બતાવે તો જેમને અટકાયતમાં રાખવામાં આવ્યા છે તેમને છોડી મૂકવા જોઈએ અને ઇન્ટરનેટની સુવિધા શરૂ કરી દેવી જોઈએ."
"જો તેઓ આ સ્થિતિને સામાન્ય ના ગણાવે તો સરકાર માટે તે શરમજનક હશે."

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતાએ આ મુલાકાતને સ્ટંટ ગણાવી

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં લિબરલ ડેમૉક્રેટિક પાર્ટી પ્રમાણે, તેમની પાર્ટીમાંથી યરોપિયન સંઘના સાંસદ ક્રિસ ડેવિસને પણ ભારત તરફથી કાશ્મીરની મુલાકાત આવવાનું આમંત્રણ મળ્યું હતું.
પોતાના એક નિવેદનમાં ડેવિસે કહ્યું કે જ્યારે તેમણે કહ્યું કે તેઓ કાશ્મીરના સ્થાનિકો સાથે વાત કરવા માટે પૂરતી સ્વતંત્રતા હોય એવું ઇચ્છે છે ત્યારે તેમનું આમંત્રણ તરત પાછું ખેંચી લેવાયું. આ વાતની પુષ્ટિ ભારત સરકાર પાસેથી કરાઈ શકી નથી.
ડેવિસે પોતાના નિવેદનમાં કહ્યું કે, "હું મોદી સરકારના એક પીઆર સ્ટંટમાં ભાગ લેવા માટે તેમજ બધું જ ઠીક હોવાનો દેખાડો કરવા માટે તૈયાર નથી."
"કાશ્મીરમાં લોકતાંત્રિક સિદ્ધાંતો તોડાઈ રહ્યા છે, એ એકદમ સ્પષ્ટ છે. આ બાબતની નોંધ દુનિયાએ લેવાનું શરૂ કરવું પડશે."
કલમ 370 હઠાવ્યા બાદ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવાયું છે.
ખીણમાં સંપૂર્ણ લૉકડાઉન હોવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે.
ખીણમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરાયા છે. તેમજ વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે.
કાશ્મીરના મોટા નેતા કાં તો નજરકેદ છે કાં તો જેલમાં બંધ છે. સામાન્ય લોકોમાં સરકારના આ 'એકતરફી' નિર્ણય બાબતે ઘણી નારાજગી છે.

પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકાર પ્રમાણે ખીણમાં પરિસ્થિતિ સામાન્ય છે અને 5 ઑગસ્ટથી કોઈ મોટી ઘટના બની નથી.
પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં કામ કરી ચૂકેલા રિટાયર્ડ ભારતીય અધિકારી રાજીવ ડોગરા પ્રમાણે ભારતે આ એકદમ યોગ્ય પગલું ભર્યું છે.
તેમણે કહ્યું કે, "પાકિસ્તાન દ્વારા સ્પૉન્સર કરાઈ રહેલા ઉગ્રવાદ સાથે લડવામાં થોડો સમય તો લાગે જ છે."
"હવે જ્યારે પરિસ્થિતિ પ્રમાણસર સુધરી છે ત્યારે ભારત સરકાર વિદેશી પત્રકારો અને ડિપ્લોમેટને કાશ્મીર જવાની પરવાનગી આપીને એવું દર્શાવવા માગે છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે."
અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ બનાવાયેલો કાયદો 30 ઑક્ટોબર એટલે કે બુધવારથી લાગુ કરાશે.
ભારત સરકારના આ પગલાનો પાકિસ્તાને વિરોધ કર્યો છે અને આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવા સિવાય તેને એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
પાકિસ્તાને પણ હાલમાં જ એક વિદેશી ડિપ્લોમેટના પ્રતિનિધિમંડળને એ વિસ્તારોની મુલાકાત કરાવી હતી જ્યાં તેમના પ્રમાણે ભારતીય ગોળીબારને કારણે સામાન્ય નાગરિકોને જાનમાલની હાનિ પહોંચી હતી.
છેલ્લાં 70 વર્ષોથી જમ્મુ-કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક વિવાદિત મુદ્દો રહ્યો છે.
ભારતીય કાશ્મીર સિવાય કાશ્મીરનો એક મોટો ભાગ પાકિસ્તાનના નિયંત્રણમાં છે.
ભારત આખા રાજ્યને પોતાનો અભિન્ન હિસ્સો માને છે, જ્યારે પાકિસ્તાન કાશ્મીરમાં જનમતસંગ્રહ કરાવવાની માગ કરે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














