અયોધ્યા વિવાદ : રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં અદાલતના દાવપેચની અત્યાર સુધીની કહાણી

અયોધ્યા

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ રામ મંદિર અને બાબરી મસ્જિદની જમીનના માલિકીહક અંગેનો કેસની સુનાવણી આજે પૂરી થઈ ગઈ છે અને સર્વોચ્ચ અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

છેલ્લી સુનાવણીના એક દિવસ અને એક કલાક પહેલાં 16 ઑક્ટોબર, 2019ના રોજ સુનાવણી પૂરી થવાની જાહેરાત કરી દેવાઈ.

સાથે જ ન્યાયાલયે એવું પણ કહ્યું કે જો દલીલો બાકી હોય તો સંબંધિત પક્ષો 3 દિવસમાં લેખિત સ્વરૂપે પોતાની દલીલો રજૂ કરી શકે છે.

આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની એક કોન્સ્ટિટ્યુશનલ બૅન્ચ કરી રહી છે. રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર 16 ઑક્ટોબર, 2019ના રોજ સુનાવણી પૂર્ણ થઈ ગઈ અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય નવેમ્બર, 2019માં સંભળાવશે, કારણ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યા છે.

આ પીઠના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ છે. લગભગ 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

16 ઑક્ટોબર, 2019ના રોજ આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ, ત્યાર બાદ ખબર પડી કે ભારતની સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ બીજી સૌથી લાંબી ચાલનારી સુનાવણી હતી.

આ પહેલાં, માઇલસ્ટોન કહેવાતા કેશવાનંદ ભારતી કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે 68 દિવસો સુધી કરી હતી.

સૌથી લાંબી ચાલેલી ત્રીજા ક્રમની સુનાવણી આધારકાર્ડની બંધારણીય માન્યતા અંગેની હતી જે 38 દિવસ ચાલી હતી.

અયોધ્યા કેસમાં અદાલતની અંદર આ લાંબી સુનાવણીમાં શું થયું તે સમજીએ.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

સમાધાનની નિષ્ફળ કોશિશ

અયોધ્યા વકીલો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 38 દિવસ સુધી ચાલી હતી. રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી કરનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠના બીજા 4 માનનીય ન્યાયાધીશો નામ કંઈક આ પ્રમાણે છે, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય. ચ્રદ્રચૂડ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર. દેશની સુપ્રીમ કોર્ટે 6 ઑગસ્ટથી આ કેસની પ્રતિદિન સુનાવણી કરી હતી.

એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ. આ પહેલાં રિટાયર્ડ જસ્ટિસ એફએમઆઈ કલીફુલ્લાહની અધ્યક્ષતાવાળી 3 સદસ્યની મધ્યસ્થતા પેનલની આ વિવાદની સમાધાન મારફતે નિરાકરણ શોધવાની કોશિશ નાકામ થઈ ગઈ હતી.

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસની સુનાવણી, 30 સપ્ટેમ્બર, 2010ના રોજ આ કેસ અંગે અલાહાબાદ હાઈ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલોના આધારે કરાઈ રહી હતી.

અલાહાબાદ હાઈ કોર્ટે 9 વર્ષ પહેલાં અયોધ્યાની વિવાદિત 2.77 એકર જમીનને 3 બરાબર ભાગમાં વહેંચી દેવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

હાઈકોર્ટે આ જમીનને રામલલા, સુન્ની વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા વચ્ચે સમાન ભાગમાં વહેંચવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

પરંતુ આ ત્રણેય પક્ષકારોએ અલાહાબાદ હાઈ કોર્ટના નિર્ણયને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમજ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં અને આ નિર્ણયમાં ફેરફાર કરવાની અરજી કરી હતી.

line

નિર્મોહી અખાડાની દલીલ

અયોધ્યા

નિર્મોહી અખાડાએ સર્વોચ્ચ અદાલતમાં પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે જે લોકો અયોધ્યાની વિવાદિત જમીન પર રામમંદિર બનાવવા માગે છે, તેમનો દાવો છે કે બાબરના સૂબેદાર મીર બાકીએ આ જગ્યાએ રામ મંદિરના કિલ્લાને તોડીને મસ્જિદ બનાવડાવી હતી.

તેમણે ભારતના પુરાતત્વ સર્વેક્ષણની તપાસના હવાલા મારફતે એવો દાવો કર્યો છે કે મસ્જિદના નીચે જ મંદિર હતું.

નિર્મોહી અખાડા તરફથી વરિષ્ઠ વકીલે સુશીલ કુમાર જૈને સર્વોચ્ચ ન્યાયલયને નીચલી અદાલતમાં રજૂ કરાયેલા કેટલાક દસ્તાવેજના હવાલા દ્વારા કહ્યું હતું કે, રામ જન્મભૂમિ પર નિર્મોહી અખાડાનો હક છે અને આ જમીન એમને મળવી જોઈએ.

સુશીલ કુમાર જૈને સર્વોચ્ચ અદાલતમાં દલીલો દરમિયાન કહ્યું હતું કે મસ્જિદની અંદરની બાજુનું ગુંબજ પણ નિર્મોહી અખાડાનું જ છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ સમક્ષ જૈને એવું પણ કહ્યું હતું કે, "સેંકડો વર્ષોથી વિવાદિત જમીનના અંદરના આંગણા પર અને રામ જન્મસ્થાન પર નિર્મોહી અખાડાનો જ કબજો હતો."

સુશીલ કુમાર જૈને સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન કહ્યું હતું કે નિર્મોહી અખાડા ઘણાં મંદિરોનું સંચાલન કરે છે. જૈને સુપ્રીમ કોર્ટને વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે નિર્મોહી અખાડા દ્વારા કયા-કયા કામો કરાય છે.

જૈને કોર્ટને જણાવ્યું હતું કે, "ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ પહેલાંથી તેમની સુરક્ષા નિર્મોહી અખાડા દ્વારા જ કરાતી હતી."

line

વિવાદિત જમીન પર દાવો

અયોધ્યા

ઇમેજ સ્રોત, Getty Images

સુશીલ કુમાર જૈને બંધારણીય પીઠ સમક્ષ દલીલમાં એ પણ કહ્યું હતું કે નિર્મોહી અખાડાની અરજીનો સંબંધ માત્ર વિવાદિત જમીનની અંદરના ભાગ સાથે છે, જેમાં સીતા રસોઈ અને ભંડારગૃહ પણ સામેલ છે.

જે જગ્યાને આજે 'જન્મસ્થાન' કહેવાય છે, તે નિર્મોહી અખાડાના કબજામાં છે.

1932 બાદથી જ મંદિરના ગેટથી આગળ મુસલમાનોના આગમન પર પ્રતિબંધ હતો.

માત્ર હિન્દુઓ જ જન્મસ્થાન પર પૂજા કરવા માટે જઈ શકતા હતા.

સુશીલ જૈને કોર્ટ સમક્ષ દલીલ દરમિયાન કહ્યું કે નિર્મોહી અખાડા પાસેથી મંદિરનો અધિકાર અને તેની કાળજી રાખવાનો હક છીનવી લેવો એ એકદમ અયોગ્ય વાત છે.

સુશીલ કુમાર જૈને એ પણ કહ્યું કે, "નિર્મોહી અખાડા ઘણા સમયથી વિવાદિત જગ્યા પર રામલલા વિરાજમાનની કાળજી રાખી રહ્યો છે તેમજ પૂજા કરી રહ્યો છે."

મંદિર જ જન્મભૂમિ છે. તેથી વિવાદિત જમીન પર નિર્મોહી અખાડાનો જ માલિકીહક છે.

જૈને કહ્યું કે વિવાદિત જમીન પર અમે 1934માં દાવો કરી દીધો હતો. જ્યારે સુન્ની વક્ફ બોર્ડે વિવાદિત જમીન પર પોતાનો હક હોવાનો વાદ 1961માં દાખલ કરાવ્યો હતો.

line

રામાયણનો હવાલો

અયોધ્યા

ઇમેજ સ્રોત, Thinkstock

જૈને સુપ્રીમ કોર્ટમાં આગળ કહ્યું હતું કે, "અમે આટલા લાંબા સમયથી આ લડત એટલા માટે લડી રહ્યા છીએ કારણ કે એ અમારી ભાવનાઓ સાથે જોડાયેલી છે."

"નિર્મોહી અખાડા પાસે બહારના વિસ્તારના અધિકારો છે, તેથી અમે તેના અંદરના આંગણાની માલિકીના હક માટે કેસ દાખલ કર્યો છે."

નિર્મોહી અખાડાના વકિલે કહ્યું હતું કે, "અમારા પૂજા-પાઠ અને પ્રાર્થના કરવામાં વિઘ્નો ઊભા થયા તેથી અમે કેસ દાખલ કરવા માટે મજબૂર થયા. કારણ કે અમારો માલિકીનો હક પણ છીનવાઇ ગયો અને તેની વ્યવસ્થાના અધિકારથી પણ વંચિત થઈ ગયા."

"1949માં જમીન જપ્ત થયા બાદ તેની વ્યવસ્થા જાળવવાનો હક અમારી પાસેથી ન છીનવી શકે."

સુશીલ જૈને અદાલત સમક્ષ પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે "હિંદુઓએ વિવાદિત સ્થળ પર 1949માં મૂર્તિઓ રાખી, એ આક્ષેપ ખાટો છે. જૈને કહ્યું કે મુસ્લિમ પક્ષે આ વિવાદ ઊભો કરવા માટે આ કહાની ઘડી કાઢી હતી."

અંદરની જગ્યા પર સુન્ની વકફ બોર્ડના દાવાને પડકારતાં સીનિયર વકીલ જૈને એવી દલીલ રજૂ કરી હતી કે "સમગ્ર વિસ્તાર એક જ ન્યાયિક મિલકત છે અને તેની સીમામાં આવે છે. ત્યારે સુન્ની વકફ બોર્ડ તેના કોઈ એક ભાગ પર દાવો ન કરી શકે."

સીનિયર વકીલ કે. પરાસરને રામ લલા(જેને રામ લલા વિરાજમાન પણ કહે છે) તરફથી દલીલ કરી.

તેમણે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેઠક સમક્ષ દલીલ કરી કે "વાલ્મિકી રામાયણમાં કમ સે કમ ત્રણ જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો."

line

રામ જન્મસ્થાન પર દલીલ

અયોધ્યા

ઇમેજ સ્રોત, Getty Images

પરાસરની આ દલીલ પર અદાલતે તેમને પૂછ્યું કે શું ઈસા મસીહ બેથલેહામમાં જન્મ્યા હતા, એવો પ્રશ્ન ક્યારેય કોર્ટ સામે આવ્યો છે?

ત્યારે વરીષ્ઠ વકીલ કે. પરાસરને કહ્યું હતું, "જન્મસ્થાન એ ચોક્કસ સ્થળ નથી કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો, પણ તેની આસપાસની જમીન પણ તેની સીમામાં આવે છે. તેથી સમગ્ર વિસ્તાર જ જન્મસ્થાન છે."

"એ વાતમાં કોઈ શંકા નથી કે એ શ્રી રામનું જન્મ સ્થાન છે. હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ આ વિવાદિત જમીનને જન્મસ્થાન કહે છે."

રામ લલા તરફથી સીનિયર વકીલ સીએસ વૈદ્યનાથે કહ્યું કે "16 ડિસેમ્બર 1949ના રોજ મુસલમાનોએ ત્યાં છેલ્લી વખત નમાઝ પઢી હતી. તેના છ દિવસ બાદ 22 ડિસેમ્બર 1949ના રોજ ત્યાં મૂર્તિઓ મુકવામાં આવી."

આ બાબતે અદાલતે પૂછ્યું કે "શું મૂર્તિઓ મૂકી દેવાથી મુસ્લિમો ત્યાં નમાઝ ન પઢી શકે?"

તેના જવાબમાં વૈદ્યનાથને જવાબ આપ્યો હતો કે મુસલમાનોને ત્યાં જવા પર પ્રતિબંધ હતો.

line

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો આધાર

અયોધ્યા

ઇમેજ સ્રોત, Getty Images

પોતાની દલીલમાં વૈદ્યનાથને વિલિયમ ફ્રિન્ચના પ્રવાસ નિબંધનો આધાર આપવાની મંજુરી માગી. વિલિયમ ફ્રિન્ચ 1608થી 1611 વચ્ચે ભારતના પ્રવાસે આવ્યા હતા.

વૈદ્યનાથને કહ્યું કે મુગલ બાદશાહ અકબર અને જહાંગીરના જમાનામાં ઘણા યૂરોપિયન યાત્રીઓ ભારત આવ્યા હતા. તેમાં વિલિયમ ફ્રિન્ચ અને વિલિયમ હૉકિંગ્ઝ પણ હતા. તેમણે પોતાના વર્ણનમાં અયોધ્યા વિશે લખ્યું હતું.

વૈદ્યનાથને અદાલતને કહ્યું, "અમે એવું કહેવા માગીએ છીએ કે પંદરમી અને સોળમી સદીમાં પણ લોકો એવું માનતા હતા કે શ્રી રામનો જન્મ ત્યાં જ થયો હતો."

"માનનીય અદાલતે એ તથ્યોને પણ ધ્યાન પર લેવા જોઈએ કારણ કે એ સાબિતી છે કે ત્યારે એ સ્થળે મંદિર હતું, જેને બાદમાં તોડી પાડવામાં આવ્યું. આ જગ્યા હંમેશાથી ભગવાન રામનું જન્મસ્થાન મનાતી આવી છે."

વૈદ્યનાથને કહ્યું કે "અયોધ્યા કૌશલ સામ્રાજ્યની રાજધાની હતી. મહારાણા દશરથ, ભગવાન રામના પિતા હતા, જે રામાયણના નાયક હતા. રામનો દરબાર સૌથી પવિત્ર જગ્યા છે કારણ કે, ત્યાં રામનો જન્મ થયો હતો. જેને તોડીને બાદમાં મસ્જિદ બનાવવામાં આવી."

રામ લલા અને નિર્મોહી અખાડાની દલીલો પર વાંધો વ્યક્ત કરતાં મુસ્લિમ પક્ષે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અહેવાલોમાં ઘણી ખામીઓ તરફ સંકેત કર્યો.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે વિવાદિત સ્થળને ખોદકામ દરમિયાન જૂની કલાકૃતિઓ, મૂર્તિઓ, સ્તંભો અને મંદિરના અન્ય અવશેષો મળ્યા હોવાનું અલાહાબાદ હાઈકોર્ટમાં કહ્યું હતું.

એએસઆઈએ પોતાના અહેવાલમાં વિવાદિત માળખું, જેને બાબરી મસ્જિદ કહેવામાં આવતી, તેની નીચે વિશાળ મંદિર હોવાની વાત કરી હતી.

line

મુસ્લિમ પક્ષકારોની દલીલ

અયોધ્યા

એએસઆઈના અહેવાલ પર મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટે એમનાં વકીલ ડૉક્ટર રાજીવ ધવન અને મિનાક્ષી અરોરાને પૂછ્યું હતું કે "જો પુરાતત્ત્વ વિભાગના અહેવાલમાં ખામીઓ હતી તો અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી વખતે સવાલ કેમ ન કરવામાં આવ્યો?"

સુપ્રીમ કોર્ટે કહ્યું કે "જો તમે હાઈકોર્ટમાં એએસઆઈના અહેવાલ સામે વાંધો નથી ઉઠાવ્યો તો મતે અહીં તેની સામે વાંધો ન ઉઠાવી શકો."

ડૉક્ટર રાજીવ ધવને આના જવાબમાં કહ્યું કે "અમે એએસઆઈના અહેવાલ પર ચોક્કસ પણ વિરોધ દર્શાવ્યો હતો પરંતુ તે વખતે માનનીય ન્યાયાધીશે કહ્યું કે તેઓ તેને સુનાવણીને અંતે સાંભળશે પરંતુ તેવું કદી થયું નહીં."

એ પછી સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષકારોનો એ દલીલ પણ માન્ય રાખી કે જો એમને એએસઆઈના અહેવાલની સામે અન્ય કોઈ નિષ્ણાતનો અહેવાલ હાઈકોર્ટ સામે રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો હોત તો અદાલતે તેને પણ માન્ય રાખ્યો હોત.

ડૉક્ટર રાજીવ ધવને દલીલ કરી કે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ માલિકીહક (જમીન વિવાદ)માં મુસ્લિમ પક્ષને 1934થી હિંદુપક્ષે નમાઝ અદા કરવા નથી દીધી.

જ્યારે જસ્ટિસ બોબડેએ ડૉક્ટર રાજીવ ધવનને પૂછ્યું કે "હિંદુઓએ નમાઝ પઢતા રોક્યા એ પછી મુસ્લિમ પક્ષકારોએ નમાઝ પઢવા માટે કોઈ કાર્યવાહી કરી હતી?"

આ સવાલના જવાબમાં ડૉ. રાજીવ ધવને કહ્યું કે "મુસલમાનો દર શુક્રવારે ત્યાં નમાઝ પઢતા હતા અને એ સિવાય વિવાદિત જમીન પર નમાઝ નહોતા પઢતા."

ડૉક્ટર ધવને કહ્યું કે "મસ્જિદની ચાવીઓ મુસલમાનો પાસે જ હતી પરંતુ પોલીસ એમને શુક્રવાર સિવાયના દિવસોએ નમાઝ નહોતી પઢવા દેતી."

ડૉક્ટર ધવને કહ્યું કે "1950માં જપ્તી પછીથી મસ્જિદને તાળું લાગેલું છે અને એ પછીથી જ પોલીસે મુસ્લિમ પક્ષકારોને શુક્રવાર સિવાયના દિવસોએ નમાઝની પરવાનગદી નહોતી આપતી."

મુસ્લિમ પક્ષકારોએ 5 જજોની બંધારણીય પીઠ સમક્ષ બાબરનામાંનો હવાલો આપીને કહ્યું કે મસ્જિદ બાબરે બનાવડાવી હતી.

ડૉક્ટર ધવને કહ્યું કે "હું બાબરનામાં અને તેના અનુવાદનો હવાલો આપીને કહી રહ્યો છું કે મસ્જિદને બાબરે બંધાવી હતી."

ડૉક્ટર ધવને કહ્યું કે "અન્ય પક્ષકારો સરકારી ગૅઝેટના ગણ્યાંગાંઠ્યાં હિસ્સાઓનો ન આપી શકે. તેઓ મસ્જિદ બાબરે બંધાવી હતી એ લિખિત તથ્યોથી મોં ન ફેરવી શકે."

જમીન પર પોતાનો દાવો મજબૂત કરવા માટે ડૉક્ટર રાજીવ ધવને બહુ બધા દસ્તાવેજો, શિલાલેખો અને અન્ય પુરાવાઓને પણ અદાલત સમક્ષ રજૂ કર્યા. એમાંથી અનેક પર અરબી અને ફારસી ભાષામાં અલ્લાહ લખેલું હતું.

line

અસર અંગે ચેતવણી

ડૉક્ટર ધવને અદાલતને એ ચેતવણી પણ આપી કે જો તે રામ જન્મભૂમિનો દાવો માની લે છે તો એની શું અસર થશે. ડૉક્ટર ધવને કહ્યું કે જન્મસ્થળનો તર્ક બે કારણે આપવામાં આવી રહ્યો છે. એક તો મૂર્તિપૂજા માટે અને બીજું જમીન માટે.

ડૉક્ટર રાજીવ ધવને કહ્યું કે આ લોકોની આસ્થા જ છે જે એમને જોડે છે. હવે સર્વોચ્ચ અદાલતે અમારો તર્ક સ્વીકારવો જોઈએ. અમને ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે કે તે આ ખૂબ સંવેદનશીલ મામલો હલ કરશે અને તેમાં ચુકાદો આપશે જેથી આ વિવાદથી સંબંધિત તમામ પક્ષોનું ભલું થાય.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો