અયોધ્યા બાબતે તમામ શંકાનું ટુંકમાં નિરાકરણ થશે : યોગી

ઇમેજ સ્રોત, TWITTER
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે અયોધ્યા વિશેની લોકોની શંકાનું ટૂંક સમયમાં નિરાકરણ થશે.
અયોધ્યાને આપણા જ દેશના કેટલાક લોકો શંકાની નજરે જુએ છે.
દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા પહોંચેલા યોગી આદિત્યનાથે લોકોને સંબોધતાં કહ્યું, ''અયોધ્યાને કેટલાક લોકો શંકાની નજરે જુએ છે. અયોધ્યા વિશે શંકા કરવાની પ્રવૃત્તિ હવે બંધ થવી જોઈએ.''
તમને આ વાંચવું પણ ગમશે :
શંકાના નિરાકરણ બાબતે યોગીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી, પણ તેમનો ઈશારો મંદિર નિર્માણ તરફ હોય તેવું માનવામાં આવે છે.

અયોધ્યામાં રામાયણ

ઇમેજ સ્રોત, TWITTER
સરકાર વાતચીત વડે આ મુદ્દાના નિરાકરણના પ્રયાસ કરતી હોય એ પણ શક્ય છે.
યોગી આદિત્યનાથે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તેઓ અયોધ્યામાં ભગવાન રામની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવા ઈચ્છે છે.
આ સંદર્ભમાં અયોધ્યાના કાર્યક્રમોમાં યોગી આદિત્યનાથની હાજરીને સૂચક ગણવામાં આવે છે.
બુધવારે અયોધ્યામાં પોણા બે લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રસંગે રામ, સીતા અને લક્ષ્મણનો વેશ ધારણ કરીને એક સ્ત્રી અને બે પુરુષો સરયુ નદીના કિનારે સરકારી હેલિકોપ્ટરમાં આવ્યા હતા.
યોગી આદિત્યનાથે રામના વેશમાં સજ્જ પુરુષનું સ્વાગત કર્યું હતું.
યોગી આદિત્યનાથની સાથે ઉત્તર પ્રદેશનાં પ્રવાસન પ્રધાન રીતા બહુગુણા જોશી અને રાજ્યપાલ રામ નાઈક પણ હાજર હતા.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ''પ્રવાસીઓને આકર્ષવા માટે ઉત્તર પ્રદેશમાં મહત્વનાં ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવશે.
રામનું મહત્વ માત્ર ભારતમાં જ નહીં, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાં પણ છે.
હું થાઈલેન્ડ ગયો ત્યારે જોયું હતું કે ત્યાં રસ્તાઓને રામનું નામ આપવામાં આવ્યું છે.''
યોગી આદિત્યનાથે ઉમેર્યું હતું કે ''થાઈલેન્ડના રાજા ખુદને રામના વંશજ ગણાવતા હતા.

ઇન્ડોનેશિયાની રામલીલા અયોધ્યામાં

ઇમેજ સ્રોત, TWITTER
ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે અને ત્યાંની રામલીલા વિખ્યાત છે.
અમે ઇન્ડોનેશિયાની રામલીલાની ટીમને આમંત્રણ પણ આપ્યું છે.
ઇન્ડોનેશિયાના લોકો કહે છે કે ઈસ્લામ ભલે તેમનો ધર્મ રહ્યો, પણ રામ તેમના પૂર્વજ છે.
આપણા જ દેશમાં કેટલાક લોકો રામ બાબતે સવાલ કરે છે. હું અયોધ્યા આવું તો પણ સવાલ કરે છે અને ન આવું તો પણ સવાલ કરે છે.''

ઇમેજ સ્રોત, KADAR HASMANI
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રામરાજ્ય લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોઈ ભેદભાવ વિના વિકાસ થઈ રહ્યો છે અને અમે તેને જ રામરાજ્ય કહીએ છીએ.
અગાઉ રાવણરાજ્ય હતું, તેમાં ભેદભાવ આચરવામાં આવતો હતો.
મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં અગાઉ ત્રણથી ચાર જિલ્લાઓના કેટલાક ખાસ વિસ્તારોમાં જ વીજળી મળતી હતી, પણ હવે એવું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












