You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રફાલની પૂજા કરવા પર રાજનાથ સિંહ થયા ટ્રોલ, લોકોએ પૂછ્યું અન્ય ધર્મોનું શું?
વાયુસેનાદિવસે એટલે કે 8 ઑક્ટોબરે ભારતને પ્રથમ લડાકુ વિમાન રફાલ મળ્યું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ રફાલને લેવા ફ્રાન્સ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રફાલની શસ્ત્રપૂજા પણ કરી હતી.
શસ્ત્રપૂજા દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને #RafalePujaPolitics ટ્રૅન્ડમાં આવ્યું હતું.
જેમાં કેટલાક યૂઝર્સે હિંદુ રીતિરિવાજ પ્રમાણે કરવામાં આવેલી સશસ્ત્ર પૂજાનાં વખાણ કર્યાં તો કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં શું કહ્યું લોકોએ?
@pritesh4532 નામના યૂઝરે મજાકમાં રફાલ અને રાજનાથ સિંહ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી.
@thorbijliwale નામના યૂઝરે ટ્વીટ કર્યું કે રફાલમાં ક્યારેય તેલની ઊણપ ન થાય, રસ્તામાં બગડે નહીં, પંચર ન કરવું પડે કે કોઈ અકસ્માત ન થાય, તે માટે લીંબુ કામ કરે છે.
@smytake નામના યૂઝરે ટ્વીટ કર્યું કે બેરોજગારી દૂર કરવા અને ખાતામાં 15 લાખ લાવવા કેટલાં લીંબુની જરૂર છે?
@VinayDokania નામના યૂઝરે એક ફોટો ટ્વીટ કરી લખ્યું કે જ્યારે રફાલ ભારતમાં પહોંચશે ત્યારે આવું થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
@DevShukum નામના યૂઝરે ટ્વીટ કર્યું કે આ ભારતની પ્રથા છે તેને મુદ્દો ન બનાવો.
@Shaline2ee નામના યૂઝરે ટ્વીટ કર્યું કે જે લોકો આ પૂજાને પરંપરા ગણાવી રહ્યા છે તે લોકોને હું કહેવા માગીશ કે ભારત દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, હિંદુ વગેરે અનેક લોકો દેશ માટે ટેક્સ ભરે છે. તો સરકાર શા માટે માત્ર હિંદુ ધર્મને જ અનુસરે છે?
@rhmed007 નામના યૂઝરે ટ્વીટ કર્યું હતું કે અમારી પાસે ખરાબ નજરથી બચવા માટે લીંબુ અને મરચાની અનોખી ટૅક્નૉલૉજી છે. તો તમે રફાલમાં પણ આ સંરક્ષણ સિસ્ટમને પહેલેથી જ ફિટ કેમ નથી કરાવતા?
રફાલ ફાઇટર જેટમાં કઈ ખૂબીઓ છે?
- રફાલ વિમાન પરમાણુ મિસાઇલ ડિલિવર કરવામાં સક્ષમ છે.
- દુનિયાના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા.
- રફાલમાં બે પ્રકારની મિસાઇલ છે. એકની રેન્જ દોઢસો કિલોમિટર અને બીજીની રેન્જ લગભગ ત્રણસો કિલોમિટર છે.
- પરમાણુ હથિયારો સાથે રફાલ હવાથી હવામાં 150 કિલોમિટર સુધી મિસાઇલ છોડી શકે છે અને હવાથી જમીન સુધી તેની મારકક્ષમતા 300 કિલોમિટર છે.
- રફાલ જેવું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે પણ નથી.
- ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાઈ રહેલાં મિરાજ-2000નું ઍડવાન્સ વર્ઝન છે. ભારતીય ઍકફૉર્સ પાસે 51 મિરાજ -2000 છે.
- દસૉ ઍવિએશનના જણાવ્યા પ્રમાણે રફાલની સ્પીડ મૅક 1.8 છે. એટલે કે 2020 કિલોમિટર પ્રતિ કલાક ઝડપ.
- ઊંચાઈ 5.30 મિટર, લંબાઈ 15.30 મિટર. રફાલમાં આકાશમાં પણ ઇંધણ ભરી શકાય છે.
- રફાલ લડાકુ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં લડાઈઓમાં ઉપયોગ થયો છે.
- પૂર્વ સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે કહ્યું હતું કે રફાલનો ટાર્ગેટ સચોટ હશે. રફાલની વિઝિબિલિટી 360 ડિગ્રી હશે. પાઇલટે વિરોધીને જોવાના છે અને બસ બટન દબાવી દેવાનું છે. બાકીનું કામ કમ્પ્યૂટર કરી લેશે.
- જોકે, ભારતને મળી રહેલા રફાલને અધિકારિક રૂપે પરમાણુ હથિયારથી સજ્જ કરવામાં આવ્યું નથી. આવું આંતરરાષ્ટ્રીય સંધિઓને કારણે કરવામાં આવ્યું છે.
- જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ભારત મિરાજ -2000ની જેમ જ તેને પણ પોતાના હિસાબે વિકસિત કરી લેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો