પરેશ રાવલે ડૉક્ટર કફીલ ખાનની માફી તો માગી પણ 'ઊધઈની જમાત' પર બરકરાર

પરેશ રાવલ

ઇમેજ સ્રોત, TWITTER @SIRPARESHRAWAL

બોલીવૂડ અભિનેતા અને અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે ગોરખપુરના ડૉક્ટર કફીલ ખાનની માફી માગી છે.

ગોરખપુરની બીઆરડી મેડિકલ કૉલેજમાં બે વર્ષ અગાઉ ઑક્સિજનની અછતને લીધે 70 બાળકોનાં મોત થયાં હતા.

બાળકોનાં મોત થતાં અભિનેતા પરેશ રાવલે ડૉક્ટર કફીલ ખાન પર ટિપ્પણી કરી હતી.

2017માં પરેશ રાવલે કહ્યું હતું કે કફીલ ખાન ઊધઈની જમાત માટે હીરો હોઈ શકે છે.

તેમની આ ટિપ્પણી અમુક મીડિયાએ બાળકોને બચાવવા માટે ડૉ. કફીલના પ્રયાસોનીન નોંધ લીધી અને તે પછી તેઓ મીડિયામાં હીરો તરીકે ચમક્યા તે અંગે કરવામાં આવી હતી.

અભિનેતા પરેશ રાવલે ગાંધીજયંતી એટલે 2 ઑક્ટોબરે ટ્વીટ કરીને ડૉક્ટરની માફી માગી હતી.

ડૉ. કફીલ ખાને ગત મહિને બીબીસી સાથેની વાતચીતમાં તેમને ક્લીન ચીટ મળી હોવાનો દાવો કર્યો હતો અને જેઓ ખરેખ દોષિત છે તેમન સજા કરાવાવની સરકાર સમક્ષ માગણ કરી હોવાની વાત પણ કરી હતી.

જોકે, સંબંધિત વિભાગનું કહેવું હતું કે ડૉ. કફીલ ખાનને હજી પૂર્ણ રીતે દોષમુક્ત જાહેર કરવામાં નથી આવ્યા અને તેમની ખાનગી પ્રેક્ટિસ કે વિભાગીય તપાસમાં અંતિમ નિર્ણય નથી લેવાયો એમ બીબીસીને કહ્યું હતું.

પરેશ રાવલનું ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER @SirPareshRawal

તો ડૉક્ટર કફીલ ખાને પણ ટ્વીટ કરીને તેમનો આભાર માન્યો હતો.

"જે થયું તેના માટે મને દુઃખ છે. આપણે એ 70 માતાપિતા માટે પણ દિલગીરી વ્યક્ત કરવી જોઈએ તેઓએ તેમનાં બાળકો ગુમાવ્યાં હતાં."

ડૉક્ટર કફીલનું ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER @drkafeelkhan

line

આખો મામલો શું હતો?

ડૉક્ટર કફીલ

ગોરખપુરની બીઆરડી મેડિકલ કૉલેજમાં 10 ઑગસ્ટ, 2017માં ઑક્સિજનની કમીને લીધે 70 બાળકોનાં મોત થયાં હતાં.

ડૉક્ટર કફીલ 100 બેડ એઈએસ વૉર્ડના નોડલ પ્રભારી હતા.

આ ઘટના બાદ તેમના પર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા સહિતના આરોપ લગાવીને ચાર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં છાપાંઓ અને સોશિયલ મીડિયામાં ડૉક્ટર કફીલને હીરો દર્શાવવામાં આવ્યા હતા, કેમ કે તેઓએ બહારથી સિલિન્ડર મંગાવીને ઘણાં બાળકોના જીવ બચાવવાની કોશિશ કરી હતી.

જોકે થોડા દિવસો બાદ બેદરકારી અને ગરબડોના આરોપમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બાદમાં તેમની ધરપકડ કરીને કફીલને જેલહવાલે કરી દેવાયા હતા. ડૉક્ટર કફીલ અંદાજે આઠ મહિના જેલમાં રહ્યા હતા.

line

માફી પર વિવાદ અને અન્ય એક ટ્વીટ

પરેશ રાવલનું ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER @SirPareshRawal

વિભાગીય પ્રાથમિક તપાસ અહેવાલમાં બેદરકારીનો ગુનો નહીં બનતો હોવાના અહેવાલ પર ડૉ. કફીલ ખાન અનેક મીડિયા હાઉસ અને લોકો પાસે માફીની માગવાની માગણી કરી સોશિયલ મીડિયા થકી કરી રહ્યા છે.

આ અંગેના સમાચાર સાથે પરેશે રાવલે માફી માગી હતી.

જોકે, પરેશ રાવલે ડૉ. કફીલ ખાનની માફી માગતા પરેશ રાવલને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ મળી હતી.

કેટલાક લોકોએ પરેશ રાવલની આ માફીને વખાણી હતી તો અનેક લોકોએ પરેશ રાવલ પર આકરી પ્રતિક્રિયાઓ આપી હતી.

જમણેરી ઝોક ધરાવતા એમના અનેક સમર્થકોએ પરેશ રાવલે આવી માફી માગવાની જરૂર નહોતી એવું પણ કહ્યું હતું.

જે પછી પરેશ રાવલે અન્ય એક ટ્વીટ કરીને એવી સ્પષ્ટતા કરી કે મેં કફીલ ખાનની માફી માગી છે 'ઊધઈની જમાતની નહીં.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો