You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑગસ્ટ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ 15 મહિનાની સૌથી નીચી સપાટીએ
સોમવારે જાહેર કરાયેલા એક ખાનગી સર્વે પ્રમાણે ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑગસ્ટ મહિનામાં છેલ્લા 15 મહિનાની નીચી સપાટીએ છે, જે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક છે.
આઈએચએસ (ગ્લોબલ ઇન્ફર્મેશન પ્રોવાઇડર) માર્કિટે એક નિવેદનમાં જણાવ્યું કે 'આઈએચએસ માર્કિટ ઇન્ડિયા' મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ)ને આધારે 400 ઉત્પાદકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે આધારે જુલાઈ મહિનામાં ઉત્પાદન 52.5થી ઘટીને 51.4 સુધી પહોંચ્યું છે. આ આંકડો મે 2018 પછી સૌથી નીચો માનવામાં આવે છે.
આ સર્વેમાં નવા ઑર્ડર, આઉટપુટ, નોકરી, સપ્લાયર્સને ડિલિવરી ટાઇમ અને ખરીદીનો સમાવેશ કરાયો હતો.
50 ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે અને 50થી નીચેનો આંક સંકોચન (ઘટાડો) દર્શાવે છે.
એક નિવેદનમાં કહેવાયું છે કે 15 મહિનામાં ધીમા દરે વેચાણનું વિસ્તરણ, ઉત્પાદનમાં વૃદ્ધિ અને નોકરીઓનું સર્જન થયું હતું.
જ્યારે ફૅક્ટરીઓએ મે 2018 પછી પહેલી વાર ખરીદી ઓછી કરી નાખી હતી.
IHS માર્કિટના કહેવા પ્રમાણે સર્વેમાં જાણવા મળ્યું કે ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે અને ધંધાકીય વિશ્વાસમાં સુધારો થયો છે, જે 16 મહિનાની ઊંચી સપાટીએ સ્થિર છે.
એવું પણ કહેવાયું છે કે કાલ્પનિક પુરાવા એવા સંકેત આપે છે કે હરીફાઈનું દબાણ અને પડકારજનક માર્કેટને કારણે ઊથલપાથલ સર્જાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશથી આવતાં નવા ઑર્ડર પણ ઑગસ્ટ મહિનામાં ધીમા દરે વધ્યા હતા, પરંતુ એપ્રિલ 2018 પછી સૌથી નબળી સ્થિતિ જોવા મળી હતી.
ઑગસ્ટ મહિનામાં આવેલા સત્તાવાર આંકડા મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરની નબળાઈ દર્શાવે છે. ભારતની અર્થવ્યવસ્થા જૂન ક્વાર્ટરમાં છેલ્લાં છ વર્ષના તળિયે 5 ટકા પર આવી ગઈ છે.
સરકાર જાહેર ખર્ચ કરીને, ધંધાકીય વૃદ્ધિ માટે ધિરાણને સુધારવા, સરકારી બૅન્કોમાં નવી મૂડી રોકવી, વિદેશી માલિકોના ધારાધોરણમાં ઉદારીકરણ અને બાંધકામ ખર્ચને વધારવા સહિતનાં પગલાં લઈને મંદીને પહોંચી વળવા પ્રયત્ન કરી રહી છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાર વાર બેન્ચમાર્ક વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જેને પગલે રેપોરેટને ઑગસ્ટમાં 5.4 ટકા સુધીનો રહ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો