ભારતીય રૂપિયાની કિંમત શું બાંગ્લાદેશી ચલણ કરતાં પણ ઘટી ગઈ? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ભારતીય રૂપિયા વિશે સોશિયલ મીડિયા પર લોકોનો એક વર્ગ એવો દાવો કરી રહ્યો છે કે બાંગ્લાદેશી કરન્સી 'ટકા'ની સરખામણીએ રૂપિયો નબળો પડી ગયો છે.

ફેસબુક અને ટ્વિટર પર એવી ઘણી પોસ્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે '72 વર્ષોમાં પહેલી વખત ભારતીય રૂપિયો બાંગ્લાદેશી ટકાથી નબળો પડ્યો છે.'

તેમાંથી મોટાભાગના લોકોએ ભારતીય કરન્સીની આ દશા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને જવાબદાર ગણાવ્યા છે.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર કરન્સી રેટ અને રૂપિયા- ટકા વચ્ચે સરખામણી કરતા કેટલાક ગ્રાફ પણ પોસ્ટ કર્યા છે.

પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું તે આ દાવો ખોટો છે અને કરન્સી રેટવાળા ગ્રાફ કંઈક અલગ જ વાતને રજૂ કરે છે.

રૂપિયા અને ટકા

બાંગ્લાદેશ અને ભારતની સ્ટૉક ઍક્સ્ચેન્જ પાસેથી પ્રાપ્ત નાણાકીય માહિતીને આધારે ટકા અને રૂપિયાના કન્વર્ઝન રેટ બતાવતી કેટલીક સાર્વજનિક વેબસાઇટના પ્રમાણે મંગળવારના રોજ ભારતીય રૂપિયાની સરખામણીએ બાંગ્લાદેશી ટકાની કિંમત 1.18 રૂપિયા સમાન છે.

એટલે કે ભારતીય રૂપિયામાં બાંગ્લાદેશના 1.18 ટકા ખરીદી શકાય છે અને દસ ભારતીય રૂપિયામાં 11.80 બાંગ્લાદેશી ટકા.

જો આ સ્થિતિને પલટીને જોવામાં આવે તો મંગળવારના રેટ પર એક બાંગ્લાદેશી ટકામાં માત્ર 84 પૈસા જ મળશે અને દસ બાંગ્લાદેશી ટકામાં 8.46 ભારતીય રૂપિયા.

સોશિયલ મીડિયા પર પણ લોકો આ કન્વર્ઝન રેટ પોસ્ટ કરી રહ્યા છે.

પરંતુ બાંગ્લાદેશી ટકાની સામે 0.84 ભારતીય રૂપિયાની કિંમત જોઈને તેને વિદેશી મુદ્રાની સરખામણીએ નબળો ગણાવવામાં આવી રહ્યો છે.

ડૉલરની સરખામણીએ.....

બાંગ્લાદેશના ઢાકા સ્ટૉક ઍક્સ્ચેન્જ અને ચિટગાંવ સ્ટૉક ઍક્સ્ચેન્જના પ્રમાણે મંગળવારના રોજ એક અમેરિકી ડૉલરની કિંમત 84.60 બાંગ્લાદેશી ટકા સમાન છે.

જ્યારે ભારતના નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ અને બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જના પ્રમાણે મંગળવારના રોજ એક અમેરિકી ડૉલરની કિંમત 71.70 ભારતીય રૂપિયા સમાન છે.

એટલે કે બાંગ્લાદેશી ટકાની સરખામણીએ હાલ ઓછા ભારતીય રૂપિયા ખર્ચીને વધારે અમેરિકી ડૉલર ખરીદી શકાય છે.

છેલ્લા 90 દિવસમાં એક અમેરિકી ડૉલરને બદલે ભારતીય રૂપિયાની ઓછામાં ઓછી કિંમત 43.92 રૂપિયા સુધીની રહી.

જ્યારે બાંગ્લાદેશી ટકાની કિંમત 68.24 ટકા રહી.

એટલે કે છેલ્લા દસ વર્ષોમાં અમેરિકી ડૉલરની સામે ભારતીય કરન્સીની સરખામણીએ બાંગ્લાદેશી કરન્સીની સ્થિતિ તુલનાત્મક રૂપે સારી છે.

બાંગ્લાદેશનો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર પાકિસ્તાનથી અઢી ટકા આગળ નીકળ્યો છે.

જાણીતા અર્થશાસ્ત્રી કૌશિક બાસુનું કહેવું છે કે બાંગ્લાદેશ વિકાસદરના મામલે ભારતને પણ પાછળ છોડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો