આણંદમાં બે કોમના લોકો વચ્ચેના ઝઘડામાં બેનાં મૃત્યુ, હાલ કેવી છે સ્થિતિ?

આણંદ નજીક આવેલા ઉંદેલ ગામમાં રવિવારે બે કોમના લોકો વચ્ચે થયેલા ઝઘડામાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.

પોલીસે 7 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે.

ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેજસ પટેલ નામની વ્યક્તિએ અન્ય 6 લોકો સાથે મળીને મોહસીન પઠાણ અને બીજા બે લોકો પર હુમલો કર્યો હતો. ઘટના બાદ આખા ગામમાં દહેશતનો માહોલ છે.

આ ઘટના બાદ ગામમાં કાયદો-વ્યવસ્થા કેવી છે? જાણો આ વીડિયોમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો