You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: કાશ્મીરી નેતાઓની મુક્તિ માટે ડીએમકે પ્રદર્શન કરશે
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલીને કાશ્મીરનો વિશાષાધિકાર રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી છે. સાથે જ તેમણે કાશ્મીરના નેતાઓને કેદમાંથી મુક્ત કરવા માટે પ્રદર્શન કરવાનું પણ કહ્યું છે.
સ્ટાલીને કહ્યું છે કે તેમની પાર્ટી દિલ્હી સ્થિત જંતરમંતર મેદાન ખાતે પ્રદર્શન કરશે.
આ સાથે જ તેમણે અન્ય વિરોધપક્ષને પણ વિરોધપ્રદર્શનમાં જોડાવવા આહ્વાન કર્યું છે.
તેમણે નિવેદન આપતા કહ્યું, "કેન્દ્ર સરકારે કર્ફ્યુ લાગુ કરીને કાશ્મીરને ભારતથી અલગ કરી દીધું છે."
ગુજરાતના મત્સ્યઉદ્યોગોની જીએસટીના વિરોધમાં હડતાલ
ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના વિરોધમાં રાષ્ટ્રીય સ્તરે મત્સ્યઉદ્યોગોની હડતાલ ચાલી રહી છે. આ હડતાલમાં ગુજરાત પણ સામેલ થઈ ગયું છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ઑલ ઇન્ડિયા ફિશમીલ ઍન્ડ ઑઇલ મૅન્યુફૅક્ચર્સ ઍન્ડ મર્ચન્ટ્સ ઍસોશિએશનના રાષ્ટ્રીય સચિવ દાવૂદ સૈટે જણાવ્યું, "ગુજરાતના ફિશમીલ ઉત્પાદકો હડતાલમાં સામેલ થયા છે."
"દેશભરનાં મત્સ્યયુનિટો જે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા અને તામિલનાડુમાં છે તેને બંધ કરી દેવામાં આવ્યાં છે અને હડતાલ જાહેર કરી દેવામાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રનીની ભ્રમણકક્ષામાં પ્રવેશશે ચંદ્રયાન-2
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર 30 દિવસની લાંબી યાત્રા બાદ ચંદ્રયાન-2 આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.
વૈજ્ઞાનિકો માટે સમય ખૂબ જ મુશ્કેલ હશે કારણ કે ચંદ્રયાન-2ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ખૂબ જ સાવચેતીપૂર્વક ઉતારવું પડશે. બીજું કે વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું મુશ્કેલ પરિબળ ગુરુત્વાકર્ષણબળ છે.
ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ચંદ્રયાન-1 મિશનના વડા ડૉ. એમ. અન્નાદુરાઈએ કહ્યું, "ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર ઊતરતા એટલી સાવચેતી જાળવવી પડશે કે જાણે એક યુવતી 3600 કિમી પ્રતિ કલાકની ઝડપથી ડાન્સ કરતી હોય અને તેને પ્રપોઝ કરવા માટે કોઈ યુવકે તેને ગુબાલ આપવાનું હોય."
મનમોહન સિંહ રાજ્યસભાના સભ્ય બન્યા
રાજસ્થાનથી રાજ્યસભાની એક ખાલી બેઠક માટે ડૉ.મનમોહન સિંહની પસંદગી કરવામાં આવી છે.
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર રાજ્યસભાના સભ્ય માટે થયેલી પેટાચૂંટણીમાં ડૉ. મનમોહન સિંહ છઠ્ઠી વખત રાજ્યસભાના સભ્ય બન્યા છે.
ડૉ. મનમોહન સિંહની સામે કોઈ પણ ઉમેદવાર નહોતા ઊભા રહ્યા..
ભાજપે અગાઉથી જ જાહેર કર્યું હતું કે તેઓ ડૉ. સિંહ વિરુદ્ધ કોઈ પણ ઉમેદવાર નહીં ઉતારે..
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન વિધાનસભામાં 200 બેઠકો છે જેમાંથી 100 કૉંગ્રેસ પાસે છે.
ભાજપ પાસે 72, બસપા પાસે છ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, સીપીએમ અને રાષ્ટ્રીય લોકતાંત્રિત પાર્ટી પાસે બે-બે બેઠકો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો