You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે વંધ્યત્વથી પરેશાન પુરુષના શરીરમાંથી સ્ત્રીપ્રજનન અવયવો નીકળ્યા
જવલ્લે બનતી ઘટનામાં ડૉક્ટરોએ એક પુરુષના શરીરમાંથી ગર્ભાશય સહિતના પ્રજનન અવયવો બહાર કાઢયા છે.
મુંબઈમાં બનેલી આ ઘટનામાં જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરોએ ગત મહિને 29 વર્ષીય પુરુષનું ઑપરેશન કર્યું હતું અને તેમના શરીરમાંથી ગર્ભાશય, ફેલોપિન ટ્યૂબ, ગર્ભાશયની ડોક જેવો ભાગ અને યોનિનો ભાગ બહાર કાઢ્યો હતો.
આ પુરુષ પોતાના વંધ્યત્વને લઈને સરવાર માટે દવાખાને ગયા ત્યારે આ મામલો બહાર આવ્યો હતો.
જે. જે. હૉસ્પિટલમાં યુરોલોજી વિભાગના વડા ડૉક્ટર વેંક્ટ ગીતેએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે આવી સ્થિતિ અસામાન્ય છે અને મારી જાણકારીમાં વિશ્વમાં આવા 200 જેટલા કેસ બન્યા છે.
ડૉક્ટર ગીતે મુજબ આવી સ્થિતિને પ્રેસિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ કહેવાય છે.
ડૉક્ટર ગીતેએ કહ્યું કે 'બૉડી સ્કેન કરતાં દર્દીના અંડકોષો પેટની અંદર હતા અને એનો ઉકેલ ઑપરેશનથી શક્ય હતો, પરંતુ જ્યારે અમે ઑપરેશનની શરૂઆત કરી ત્યારે અમને અંદર ગર્ભાશય જેવો આકાર અંદર મળ્યો.
'એમઆરઆઈ સ્કેનમાં દેખાયું કે એમના શરીરમાં ગર્ભાશય ઉપરાંત અન્ય સ્ત્રીપ્રજનન અવયવો, જેવા કે ફેલોપિન ટ્યૂબ, ગર્ભાશયની ડોક જેવો ભાગ અને યોનિનો ભાગ છે.'
ડૉક્ટરના કહેવા મુજબ ઑપરેશન સફળ રહ્યું છે, પરંતુ એ પુરુષ પિતા નહીં બની શકે, કેમ કે તેઓ અઝૂસપર્મિયા નામની સ્થિતિથી પીડાય છે. આ સ્થિતિમાં વીર્ય શુક્રજંતુઓનું વહન નથી કરતું હોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો