શું ભાજપ સિવાય કોઈ પક્ષ સ્પષ્ટ બહુમતી મળે તેટલી બેઠકો પરથી નથી લડી રહ્યો? - ફૅક્ટ ચેક

    • લેેખક, સુપ્રિત અનેજા
    • પદ, ફૅક્ટ ચેક ટીમ, દિલ્હી

લોકસભાની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ સિવાય કોઈ પણ પાર્ટી સંપૂર્ણ બહુમત મળે તેટલી બેઠકો પરથી નથી લડી રહી.

પોસ્ટમાં લખ્યું છે : "બહુમતી માટે તમારે 273 બેઠકોની જરૂર છે. કૉંગ્રેસ માત્ર 230 બેઠકો પરથી જ લડી રહી છે. સપા- 37, બસપા-37, આરએલડી-20 અને ટીએમસી-42."

"તેનો મતલબ કે કોઈ પણ પાર્ટી સરકાર રચવા જરૂરી બેઠકોથી નથી લડી રહી. તેઓ (પાર્ટીઓ) માત્ર ભાજપને સંપૂર્ણ બહુમતી મેળવવાથી અટકાવવા અને દેશને હાનિ પહોંચાડવા લડી રહી છે."

ઉલ્લેખનીય છે કે 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે, જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે. સમગ્ર ચૂંટણી પરિણામ 23 મેના રોજ જાહેર થશે.

'વી સપોર્ટ નરેન્દ્ર મોદી' જેવાં જમણેરી ફેસબુક ગ્રૂપ્સ દ્વારા આ પોસ્ટને લાઇક કરવામાં આવી છે.

આ પોસ્ટને 'શૅરચૅટ' માધ્યમ પર હજારો વખત જોવામાં આવી છે. અમુક વૉટ્સઍપ યૂઝર્સે અમને આ તસવીરની વિશ્વસનીયતા તપાસવા માટે મોકલી હતી.

અમને જાણવા મળ્યું કે આ પોસ્ટ તદ્દન ખોટી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પોસ્ટની વાસ્તવિકતા શું છે?

લોકસભામાં કુલ 543 બેઠકો છે જેમાંથી બે બેઠકો નૉમિનેટેડ હોય છે. કોઈ પણ પાર્ટીને સરકાર રચવા માટે ઓછામાં ઓછી 272 બેઠકોની જરૂર હોય છે.

એ સાચું છે કે ભાજપ 272 કરતાં વધુ બેઠકો પર લડી રહ્યો છે. તેઓ 433 ઉમેદવારોની 19 યાદી પણ જાહેર થઈ ચૂકી છે.

પરંતુ એ દાવો ખોટો છે કે કૉંગ્રેસ 230 બેઠકો પર લડી રહી છે.

કૉંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ તેમણે બેઠકવાર ઉમેદવારોની માહિતી રજૂ કરી છે.

કૉંગ્રેસે 543માંથી 397 બેઠક પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

તૃણમૂલ કૉંગ્રેસ, બસપા (બહુજન સમાજવાદી પાર્ટી), સપા (સમાજવાદી પાર્ટી) અને આરજેડી (રાષ્ટ્રિય જનતા દળ) પ્રાદેશિક પાર્ટીઓ છે.

આ ચાર પાર્ટીઓની ઉપસ્થિતિ પ્રાદેશિક હોવાને કારણે તેમણે તેમના પ્રદેશમાં ઉમેદવારો ઉતાર્યા છે.

ઉત્તર પ્રદેશમાં સપાએ 37 બેઠકો અને બસપાએ 38 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. આ વખતે બન્ને પાર્ટીઓ ગઠબંધન સાથે લડી રહી છે.

બિહાર સ્થિત આરજેડીએ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

તૃણમૂલ કૉંગ્રેસે પંશ્ચિમ બંગાળમાં 42 ઉમેદવારોની યાદી તૈયાર કરી છે.

ભાજપ અને કૉંગ્રેસની વાત કરવામાં આવે તો બન્ને પાર્ટીએ દેશમાં ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

કૉંગ્રેસે આ ચૂંટણીમાં 379 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, એટલે 230 ઉમેદવારોને ઉતારવાનો દાવો તદ્દન ખોટો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો