You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી સરકારે ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવાતા વિવાદ
ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવવાના મામલે વિવાદ થયો છે અને વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે.
જે રીતે 2016માં મોદી સરકારે સિનિયૉરિટીને અવગણીને જનરલ બિપીન રાવતને સૈન્ય પ્રમુખ બનાવ્યા હતા એવી જ રીતે વાઈસ ઍડ્મિરલ કર્મવીર સિંહને પણ નૌકાદળના પ્રમુખ બનાવાયા છે.
જો મોદી સરકાર સિનિયૉરિટીને આધારે નૌકાદળના પ્રમુખની નિયુક્તિ કરે તો ઍડ્મિરલ બિમલ વર્મા નૌકાદળના પ્રમુખ બનતા.
31 મેએ ઍડ્મિરલ કર્મવીર સિંહ ઍડ્મિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે.
નૌકાદળના પ્રમુખની નિયુક્તિમાં પોતાની યોગ્યતાની અવગણના થતાં વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે. એમણે દાખલ કરેલી પિટિશનમાં આ નિર્ણયને મનસ્વી અને નિયમ વિરુદ્ધ ગણાવ્યો છે.
બિમલ વર્મા હાલમાં આંદામાન અને નિકોબાર સ્થિત ટ્રિ-સર્વિસ કમાન્ડના પ્રમુખ છે અને પૂર્વ નૌકાદળ પ્રમુખ ઍડ્મિરલ નિર્મલ વર્માના નાના ભાઈ છે.
ઍડ્મિરલ સુનીલ વર્મા નિવૃત્ત થયા પછી ભારતીય નૌકાદળમાં સૌથી વરિષ્ઠ વાઈસ ઍડ્મિરલ બિમલ વર્મા હતા પણ મોદી સરકારે 24મા નૌકાદળ પ્રમુખ તરીકે તેમને પસંદ નથી કર્યા. સરકારનું માનવું છે કે આ પદ માટે ઍડ્મિરલ કર્મવીર સિંહ વધારે યોગ્ય છે.
ઍડ્મિરલ કર્મવીર સિંહ ઇસ્ટર્ન નવલ કમાન્ડના પ્રમુખ છે. એનડીએમાં ટ્રેનિંગ પછી જુલાઈ 1980માં કર્મવીર સિંહ નૌકાદળમાં નિયુક્ત થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય સૈન્યમાં ઉચ્ચપદ પર નિયુક્તિને લઈને થતાં વિવાદ કોઈ નવી વાત નથી. વર્ષ 2012માં તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહના જન્મના સર્ટિફિકેટને લઈને ઘણો વિવાદ થયો હતો.
તેમણે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી, પરંતુ કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી તો તેમણે કેસ પરત લઈ લીધો.
કાર્યકાળ પૂર્ણ થયા પછી તેઓ રાજકારણમાં જોડાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી અને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બન્યા.
હાલમાં જ એક નહીં બે-બે જનરલ પ્રવીણ બક્ષી અને પી. એમ. હરીઝની સિનિયૉરિટીની અવગણના કરી જનરલ બિપીન રાવતને સેનાધ્યક્ષ બનાવાયા હતા.
એ સાચું છે કે માત્ર સિનિયૉરિટીને જ પદોન્નતિનો આધાર ન ગણી શકાય અને દેશની જરૂરિયાતો અનુસાર કોને જનરલ બનાવવા તે સરકારનો વિશેષાધિકાર છે.
પરંતુ એ સંભાવનાને પણ નકારી ન શકાય કે આ પ્રકારની પ્રક્રિયાથી જનરલોમાં રાજનેતાઓ વચ્ચે પોતપોતાના દાવાઓ માટે લૉબિંગની પ્રવૃત્તિને વેગ મળશે. કેટલાંય રાજ્યોમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ સાથે આવી ઘટનાઓ બની છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો