ઈથોપિયન ઍરલાઇન્સ દુર્ઘટનાનો ભોગ બનનાર ગુજરાતી પરિવાર કોણ?

ઇમેજ સ્રોત, Dipti Vora
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઈથોપિયન ઍરલાઇન્સનું બોઇંગ 737 પેસેન્જર જેટ અદિસ અબાબાથી કેન્યાની રાજધાની નાઇરોબી જતી વખતે ક્રેશ થઈ ગયું, જેમાં કુલ 149 મુસાફરો સવાર હતા. મૃતકોમાં ગુજરાતી પરિવારના છ સભ્ય પણ સામેલ હતા.
કેનેડામાં રહેતા અને મૂળ વડોદરાના વૈદ્ય પરિવારના છ સભ્યો આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. બીબીસી ગુજરાતીએ તેમના પરિવારજનો સાથે ફોન પર વાત કરી.
ગુજરાતમાં રહેતાં દિપ્તીબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ દુઃખદ ઘટના વર્ણવી હતી.
દિપ્તીબહેને જણાવ્યું, " પન્નાગેસ ભાસ્કર વૈધ્ય મારા પિતરાઈ ભાઈ હતા. મારા ભાઈ-ભાભી, દીકરી-જમાઈ અને તેમની બે દીકરી આ દુર્ઘટનાનો ભોગ બન્યાં."
"તેઓ કેન્યામાં સફારીની મુલાકાતે જઈ રહ્યા હતા. જોકે, કેન્યા પહેલાં તેઓ મિત્રને મળવા માટે ઈથોપિયા ગયા હતા. જ્યાંથી કેન્યા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી."

દુર્ઘટનાની જાણ કઈ રીતે થઈ?

ઇમેજ સ્રોત, Dipti Vora
આ વિમાન દુર્ઘટનામાં વૈદ્ય પરિવારના છ સભ્યોનાં મૃત્યુ નીપજ્યાં છે.
જેમાં પન્નાગેસ ભાસ્કર વૈદ્ય, તેમનાં પત્ની હંસીનીબહેન વૈદ્ય, તેમનાં પુત્રી કોશા દીક્ષિત, તેમના જમાઈ પ્રેરિત દીક્ષિત તેમજ તેમની બે પુત્રીઓ અનુષ્કા અને આશ્કાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં રહેતા પન્નાગેસ ભાસ્કર વૈદ્યના મોટાભાઈ મંયકભાઈ વૈદ્ય સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મંયકભાઈએ જણાવ્યું, "અમારો પરિવાર નૈરોબીમાં સફારી પાર્કમાં ફરવા જવાનો હતો. જેમના ઘરે તેઓ ઊતરવાના હતા તેઓ તેમને રિસિવ કરવા માટે ઍરપોર્ટ ગયા હતા. જ્યાં તેમને દુર્ઘટના અંગે જાણવા મળ્યું."

તમે આ વાંચ્યું કે નહીં?

"એમનાં પત્ની અને મારાં સાળી એકબીજાનાં મિત્ર હોવાને કારણે તેમણે મારાં સાળીને જાણ કરી. એ રીતે અને દુર્ઘટનાની ખબર પડી."
છેલ્લા પાંચેક વર્ષથી વૈદ્ય પરિવાર કેનેડામાં સ્થાયી થયો હોવાનું પણ મયંકભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું.
ટૉરન્ટોમાં રહેતા વૈદ્ય પરિવારના પુત્રવધુ હિરલ વૈદ્ય સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં હિરલે જણાવ્યું, "મારી નણંદનો જન્મ કેન્યાના મૉમ્બાસામાં થયો હતો અને તેઓ પોતાનું જન્મસ્થળ જોવાં માગતાં હતાં."
"એટલે મારાં સાસુ-સસરા તેમને કેન્યા લઈ ગયાં પણ ત્યાં પહોંચે એ પહેલાં આ ઘટના ઘટી."
હિરલ વૈદ્ય એવું પણ ઉમેરે છે, "અમે રાહ જોઈ રહ્યાં છીએ કે અમારા પરિવારનો કોઇ સામાન પણ મળી જાય કે જેથી અમે હિંદુવિધિથી તેમના અંતિમ સંસ્કાર કરી શકીએ."
તેઓ જણાવે છે, "અમારા માટે આ બહુ જ મુશ્કેલ સમય છે. અમે ઇચ્છીએ છે કે ઍરલાઇન્સ કંપનીઓ આ મામલે થોડી વધુ સાવચેતી રાખે કે જેથી બીજા કોઈ સાથે આવી ઘટના ના ઘટે."

સુષ્મા સ્વરાજનું ટ્વીટ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આ મામલે ટ્વીટ કર્યું છે.
વૈદ્ય પરિવારના પુત્રવધુ હિરલે સુષ્મા સ્વરાજેને ટ્વીટ કરીને આ મામલે મદદ માગી હતી.
જેને પગલે સ્વરાજે ટોરન્ટોમાં રહેતા વૈદ્ય પરિવાર સાથે વાત કરી અને દુઃખ વ્યક્ત કર્યું હતું
સ્વરાજે કેન્યા અને ઈથોપિયા ખાતેના ભારતીય દૂતાવાસને બનતી મદદ કરવા પણ જણાવ્યું હતું.

વિમાનમાં સવાર તમામનાં મૃત્યુ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રૉયટર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ ફ્લાઇટમાં કુલ 149 મુસાફરો સવાર હતા અને તેમાં કુલ આઠ ક્રુ મેમ્બર્સ હતા, જે તમામનાં મૃત્યુ થયાંનું જાણવા મળ્યું છે.
ઇથોપિયન ઍરલાઇન્સના કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગના ડિરેક્ટર અસરત બેગાશોએ કહ્યું છે કે વિમાનમાં કુલ 33 દેશોનાં નાગરિકો સવાર હતા.
વડા પ્રધાન અબે અહેમદની ઑફિસ તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું હતું.
ટ્વિટર પર તેમણે કહ્યું, "જે પરિવારોએ તેમના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમે દિલસોજી વ્યક્ત કરીએ છીએ."

ઉડાનની છ મિનિટમાં જ દુર્ઘટના

વિમાન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે સવારે 8.44 (સ્થાનિક સમય અનુસાર) આ દુર્ઘટના બની હતી.
ઍરલાઇનનું કહેવું છે કે વિમાન બીશોફ્તુ શહેર પાસે ક્રેશ થયું છે જ્યાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. આ શહેર ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી સડક માર્ગે એક કલાકના અંતરે આવેલું છે.
ઇથોપિયન ઍરલાઇન્સનું જે બોઇંગ 737 વિમાન દુર્ઘટનાનો શિકાર થયું છે તે તદ્દન નવું હતું.
આ વિમાન ઍરલાઇન્સે માત્ર ચાર મહીના પહેલાં જ મળ્યું હતું.
વિમાન અંગેની બાબતોના જાણકાર એલેક્સ માકેરાશ પ્રમાણે વિમાન ઉડાન ભર્યાની માત્ર છ મિનિટમાં જ રડાર પરથી લાપતા થઈ ગયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













