કેન્યાથી ઇથોપિયા જતું પ્લેન ક્રેશ, ચાર ભારતીયો સહિત 157 મુસાફરો અને કર્મચારીઓનાં મૃત્યુ

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઈથોપિયન ઍરલાઇન્સ બોઇંગ 737 પેસેન્જર જેટ અદિસ અબાબાથી કેન્યાની રાજધાની નાઇરોબી જતી વખતે ક્રેશ થઈ ગયું છે.

રોયટર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ ફ્લાઇટમાં કુલ 149 મુસાફરો સવાર હતાં અને તેમાં કુલ આઠ ક્રુ મેમ્બર્સ હતાં, જે તમામનાં મોત થયાંની આશંકા છે. આ યાદીમાં ચાર ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

ઇથોપિયન ઍરલાઇન્સના કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગના ડિરેક્ટર અસરત બેગાશોએ કહ્યું છે કે વિમાનમાં કુલ 33 દેશોનાં નાગરિકો સવાર હતાં.

વડા પ્રધાન અબે અહેમદની ઑફિસ તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં તેમણે કહ્યું, "જે પરિવારોએ તેમના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમે દિલસોજી વ્યક્ત કરીએ છીએ."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઇથોપિયન ઍરલાઇન્સે પણ વિમાન ક્રેશ થવાની પુષ્ટિ કરી છે.

વિમાન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે સવારે 8.44 (સ્થાનિક સમય અનુસાર) આ દુર્ઘટના બની હતી.

ઍરલાઇનનું કહેવું છે કે વિમાન બીશોફ્તુ શહેર પાસે ક્રેશ થયું છે જ્યાં બચાવકાર્ય ચાલી રહ્યું છે.

આ શહેર ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી સડક માર્ગે એક કલાકના અંતરે આવેલું છે.

ઇથોપિયન ઍરલાઇન્સનું જે બોઇંગ 737 વિમાન દુર્ઘટનાનો શિકાર થયું છે તે તદ્દન નવું હતું.

આ વિમાન ઍરલાઇન્સે માત્ર ચાર મહીના પહેલાં જ મળ્યું હતું.

વિમાન અંગેની બાબતોના જાણકાર એલેક્સ માકેરાશ પ્રમાણે વિમાન ઉડાન ભર્યાની માત્ર છ મિનિટમાં જ રડાર પરથી લાપતા થઈ ગયું હતું.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો