લોકસભા ચૂંટણી 2019 : કુલ સાત તબક્કામાં મતદાન, 23મી જાહેર થશે પરિણામ

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા

ઇમેજ સ્રોત, Election commission of india

ઇમેજ કૅપ્શન, મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આગામી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોનું પરિણામ જાહેર થશે.

તબક્કો તારીખ બેઠકો અને રાજ્ય

પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલ 97 બેઠકો, 20 રાજ્ય

બીજો તબક્કાનું મતદાન 18 એપ્રિલ 97 બેઠકો, 13 રાજ્ય

ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલ 115 બેઠકો, 14 રાજ્ય

ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલ 71 બેઠકો, 9 રાજ્ય

પાંચમાં તબક્કાનું મતદાન 6 મે 51 બેઠકો, 7 રાજ્ય

છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મે 59 બેઠકો, 7 રાજ્ય

સાતમા તબક્કાનું મતદાન 19 મે 29 બેઠકો, 8 રાજ્ય

આ ઉપરાંત દરેક રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી જગ્યાઓમાં પેટા ચૂંટણી પણ આ લોકસભાની ચૂંટણીની સાથે જ યોજાશે.

મહત્ત્વની જાહેરાત

  • તમામ પોલિંગ સ્ટેશન ઉપર VVPAT યુનિટ હશે
  • 1950 નંબર ઉપર SMS કરીને મતદાર યાદીમાં નામ છે કે નહીં, તેની ખાતરી કરી શકાશે 
  • લગભગ 10 લાખ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન થશે, જે ગત વખતની સરખામણીએ 10.1 ટકા વધુ છે
  • તહેવારો અને પરિક્ષાઓને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં ઘ્યાનમાં રાખ્યા
  • આશરે 90 કરોડ મતદાતા પોતાના મતનો ઉપયોગ કરશે
  • જો ઉમેદવારે ફૉર્મ અધૂરું છોડ્યું હશે તો તેની ઉમેદવારી રદ થઈ જશે 
  • રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થઈ શકે
  • દોઢ કરોડ મતદાતા 18 થી 19 વર્ષ ઉંમરની વચ્ચેના
  • લોકસભાની સાથે પાંચ રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણી થશે
લાઇન

'આપ'ના સંજય સિંઘના ચૂંટણી પંચ પર આક્ષેપો

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે શું ચૂંટણી પંચનું સંચાલન ભાજપના કાર્યાલયથી થાય છે? 2014માં 5 માર્ચના રોજ ચૂંટણીની ઘોષણા કરી હતી, 5 દિવસોમાં મોદીજીએ અનેક રેલીઓ કરી, સભા કરી લીધી, આજે ગાઝિયાબાદના ભાષણ બાદ ચૂંટણીની જાહેરાત, આચારસંહિતા બાદ પોસ્ટર તો ઉતારવાં જ પડશે અને તમે કહી રહ્યા છો ભાજપા સેનાના શોર્યનો ઉપયોગ ના કરે.

line

543 લોકસભા બેઠકો, 10 લાખ પોલિંગ સ્ટેશન

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના જણાવ્યા અનુસાર આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આશરે 10 લાખ પોલિંગ સ્ટેશન પર ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) અને પેપર ટ્રેઇલ મશીન મોકલી દેવામાં આવ્યાં છે.

કુલ 543 લોકસભા બેઠકો પર આ ચૂંટણી થવાની છે.

line

2014ની લોકસભાની ચૂંટણી 9 તબક્કામાં થઈ હતી

નેતાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી પંચે 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત 5 માર્ચના રોજ કરી હતી. આ ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં કુલ 9 તબક્કામાં થઈ હતી.

પ્રથમ તબક્કાનું મતદાન 7 એપ્રિલના રોજ અને બીજા તબક્કાનું મતદાન 12 મેના રોજ થયું હતું.

line

ઓડિશામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જાહેરાત

ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં જ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એવી જાહેરાત કરી છે કે આગામી લોકકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી બીજુ જનતાદળ 33 ટકા મહિલાઓને લોકસભામાં મોકલશે.

લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામતની માંગ લાંબા સમયથી થઈ રહી છે, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે તે પૂર્ણ કરી શકાઈ નથી.

મહિલા અનામત બિલ 2010માં રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ નીચલા સદનમાં તેના પર મતદાન થયું ન હતું.

જેનો મતલબ એ થયો કે વર્ષ 2014માં 15 લોકસભા ભંગ થતાની સાથે જ આ બિલનો રદ થઈ ગયું છે.

line

સેનાને ચૂંટણી પ્રચારથી દૂર રાખો : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને સૂચના આપી છે કે સેનાના જવાનોના ફોટોગ્રાફ્સનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ના કરવામાં આવે.

પંચ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સંરક્ષણ મંત્રાલય તરફથી એ સંજ્ઞાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો સુરક્ષાદળોના જવાનોની તસવીરોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અને રાજકીય પ્રસાર માટે કરી રહ્યા છે.

સંરક્ષણ મંત્રાલયે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષો અને નેતાઓ તરફથી સેનાના જવાનોની તસવીરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેના પર પંચ રાજકીય પક્ષોને દિશા નિર્દેશ આપે.

મંત્રાલયના આ પત્રના સંદર્ભમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આ સૂચના આપી છે.

પંચે કહ્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા નેતાઓ કે પક્ષો સામે કાર્યવાહી થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો