You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી 2019 : કૉંગ્રેસે ગુજરાતના 4 સહિત 15 ઉમેદવારોની યાદી જાહેર કરી, રાહુલ-સોનિયા, અમેઠી-બરેલીમાંથી લડશે
મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ દ્વારા પંદર બેઠકો ઉપરથી ઉમેદવારના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતની ચાર અને ઉત્તર પ્રદેશની 11 બેઠકોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે, જ્યારે હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાઈ શકે છે, તેવી અટકળોની વચ્ચે આ યાદી બહાર પાડવામાં આવી છે.
ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં નથી આવી, તે પહેલાં રાજકીય પક્ષોએ તેની કવાયત તેજ કરી દીધી છે.
યૂપીએ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન ભરતસિંહ સોલંકીને આણંદ, જ્યારે પ્રશાંત પટેલને વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના ઉમેદવાર
છોટા ઉદેપુર (શિડ્યુલ્ડ ટ્રાઇબ)ની બેઠક માટે રણજીત રાઠવાને ઉમદેવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ (શિડ્યુલ્ડ કાસ્ટ) બેઠક ઉપરથી રાજુ પરમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ નામોની યાદી ઉપર કૉંગ્રેસના ચૂંટણી મહાસચિવ મુકુલ વાસનિકે મંજૂરીની મહોર મારી હતી.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કૉંગ્રેસમાં સામેલ થશે અને તેમને જામનગર અથવા મહેસાણાની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવશે એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.
યૂપીના 11 ઉમેદવાર
કૉંગ્રેસે બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં સોનિયા ગાંધી રાયબરેલીથી જ્યારે રાહુલ ગાંધી અમેઠીની બેઠક ઉપરથી લડશે. આ બંને બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે અને તેમને પૂર્વ ઉત્તર પ્રદેશનાં પ્રભારી બનાવવામાં આવ્યાં છે, છતાંય પ્રથમ યાદીમાં તેમનું નામ નથી.
ગત લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીના 'કટકે કટકા થઈ જશે' એવું નિવેદન કરનારા ઇમરાન મસૂદને સહરાનપુરની બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ છે.
યૂપીએ સરકારમાં વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદને પરંપરાગત ફરુખાબાદ, આર. પી. એન સિંહને ખુશી નગર, જીતન પ્રસાદને ધાઉધરા બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો