'વડા પ્રધાન મોદીએ ડિસ્લેક્સિક્સ લોકોની માફી માગવી જોઈએ'

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાત
જાણીતા બાળ મનોચિકિત્સકે જણાવ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કાર્યક્રમમાં ડિસ્લેક્સિયાથી પીડિત લોકોની મજાક ઉડાવવા બદલ માફી માગવી જોઈએ. તેમની આ ટિપ્પણીથી લોકોની નારાજગી વધી રહી છે.
નરેન્દ્ર મોદીએ એમના પ્રતિસ્પર્ધી રાહુલ ગાંધીની મશ્કરી કરતી વખતે એવો સવાલ કર્યો હતો કે 'શું આ પ્રોગ્રામ 40-50 વર્ષનાં ડિસ્લેક્સિક બાળકોને પણ મદદ કરી શકે?'
ડૉ. રોમાએ મોદીએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢતાં કહ્યું કે જ્યારે કોઈ દેશના વડા પ્રધાન આવી વાતો કરે એ ખૂબ જ અસંવેદનશીલ કહેવાય, તેમણે માફી માગવી જોઈએ.
શીખવામાં અસક્ષમ વિકલાંગોના નિષ્ણાત ડૉ. કુમાર એક મનોચિકિત્સક છે, જેઓ દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં છેલ્લા ત્રણ દાયકાથી ફરજ બજાવે છે.
ડિસ્લેક્સિયા શીખવાની બાબતમાં સર્જાતી એક સમસ્યા છે, જે વાચન, લેખન અને જોડણીને અસર કરે છે. આ અવસ્થાથી પીડિત વ્યકિત શબ્દો જોઈને તેનો અર્થ કરી શકવામાં મુશ્કેલી અનુભવે છે.
જાણીતી ફિલ્મ 'તારે જમીન પર' આ પ્રકારની ખામીથી પીડિત બાળકની વાત હતી.
ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગ, એક્ટર ટૉમ ક્રૂઝ અને અભિષેક બચ્ચન પણ ડિસ્લેક્સિયાનો શિકાર બનેલા છે.

ઇમેજ સ્રોત, ARAVINDA TEGGINAMATH
2015ના સરકારી આંકડા પ્રમાણે ઓછામાં ઓછા 10 ટકા, એટલે કે 35 મિલિયન ભારતીય બાળકો ડિસ્લેક્સિયાથી પીડિત છે. જોકે, ડૉ. કુમારનું માનવું છે આ સંખ્યા ઘણી વધારે છે કેમ કે આ બીમારી વિશે 'જાગરૂકતા બહુ ઓછી' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટાં શહેરોમાં શિક્ષક અને માતાપિતા ઓછા સંવેદનશીલ હોય છે.
પરંતુ નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આ ખામી વિશે ખાસ જાગરૂકતા નથી હોતી.
તેમણે કહ્યું કે સરકારી સ્કૂલો, નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આવાં બાળકોની ઓળખ કરી શકાય એવાં સંસાધનો આપણી પાસે નથી.
નરેન્દ્ર મોદીએ શનિવારની રાતે સ્માર્ટ ઈન્ડિયા હૈકથૉનમાં ભાગી લઈ રહેલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને સંબોધન વખતે આ ટિપ્પણી કરી હતી.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ટેકનૉલૉજીનાં માધ્યમથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે પ્રોત્સાહિત કરે છે.
એન્જિનિયરિંગ વિદ્યાર્થિની વીડિયો લિંકના માધ્યમથી કાર્યક્રમ વિશે મોદીને જણાવી રહ્યાં હતાં એ સમયે આ વિવાદાસ્પદ ટિપ્પણી થઈ હતી.
વિદ્યાર્થિનીએ કહ્યું, "અમારી પાસે ડિસ્લેક્સિક બાળકોને મદદરૂપ થાય તેવો વિચાર છે, કે જેની શીખવાની અને લખવાની ક્ષમતા બહુ ધીમી હોય છે. પરંતુ તેમની પાસે ઉચ્ચ બુદ્ધિક્ષમતા અને રચનાત્મકતા પણ હોય છે."
ત્યારબાદ તેમણે ડિસ્લેક્સિયા બાળકો પર આધારિત વર્ષ 2007માં આવેલી હિટ ફિલ્મ 'તારે જમીન પર'નો ઉલ્લેખ કર્યો હતો.
આ જ સમયે મોદીએ વિદ્યાર્થિનીની વાતમાં હસ્તક્ષેપ કર્યો અને પૂછ્યું, "શું આ કાર્યક્રમ 40થી 50 વર્ષનાં બાળકોને મદદરૂપ થઈ શકે?"
આ સમયે કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને વિદ્યાર્થીઓ તાળીઓ પાડવા લાગ્યા. એ વિદ્યાર્થિનીએ જવાબ આપ્યો, "હા સર, થઈ શકે."

તમે આ વાંચ્યું કે નહીં?

રાહુલ ગાંધીની મજાક
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વિદ્યાર્થિની પોતાની વાત આગળ વધારે એ પહેલાં મોદીએ ફરી હસ્તક્ષેપ કરતાં કહ્યું, "તો આવાં બાળકોની માતા બહુ ખુશ થશે."
જોકે, મોદીએ કોઈ વ્યક્તિનું નામ લીધું નહોતું. પરંતુ એ સ્પષ્ટ હતું કે તેઓએ વિપક્ષ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તેમનાં માતા સોનિયા ગાંધી પર મજાક કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ લોકસભાની ચૂંટણીનું વાતાવરણ છે.
રાહુલ ગાંધી ડિસ્લેક્સિયાની ખામીથી પીડિત છે એવો કોઈ જૂનો સંદર્ભે નથી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી તેમના રાજકીય હરીફને બદનામ કરવાના પ્રયાસરૂપે પણ જોવામાં આવી રહી છે.
અગાઉ નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ઘણી વાર રાહુલ ગાંધીને 'પપ્પુ' ગણાવી ચૂક્યા છે, માણસને ઓછી બુદ્ધિવાળો દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
જોકે, આ કાર્યક્રમમાં વડા પ્રધાનને કરેલી મજાક તેમની સામે પડી રહી છે. અનેક વિપક્ષી નેતાઓ અને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમની આ ટિપ્પણીની ટીકા કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગાંધી કે કૉંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી. મોદી અને તેમના પક્ષ ભાજપે ટીકાનો કોઈ જવાબ આપ્યો નથી.
સામાન્ય રીતે બોલકા એવા તેમના સમર્થકો ટ્વિટર પર સીધી રીતે આ મામલે કોઈ વાત નથી કરી રહ્યા.
જોકે, કેટલાકે સૂચનો કર્યાં કે મોદી રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા હતા, ડિસ્લેક્સિક્સની નહીં.
પરંતુ સોશિયલ મીડિયા અને તેની ટિપ્પણી ઘણી નિંદનીય છે.
ડૉ. કુમારે જણાવ્યું, "મોદીએ દેશની માફી માગવી જોઈએ. ખાસ કરીને એવાં બાળકો અને પરિપક્વ યુવાઓની કે જેઓ ડિસ્લેક્સિક છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












