You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#NZvIND : 6,6,6,6,6,4,4 ‘આજ મેં ખેલ કે આયા - હાર્દિક પંડ્યા’
ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની પાંચમી વન-ડે મૅચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
હાર્દિક પંડ્યાએ શાનદાર ફિનિશરની ભૂમિકા ભજવતા 22 બોલમાં અણનમ રહીને 45 રનની ઇનિંગ રમી હતી.
આ મૅચમાં ભારતીય સ્ટાર બૅટ્સમૅન શરૂઆતમાં કંઈ ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. એવામાં હાર્દિક પંડ્યાએ ભારતની પકડ મજબૂત કરતા સારું પ્રદર્શન કર્યું હતું.
આ ઇનિંગમાં હાર્દિક પંડ્યાએ કુલ પાંચ સિક્સર અને બે બાઉન્ડ્રી ફટકારી હતી. આ રન મારફતે ભારતીય ટીમ અંતે 252 રનના સ્કોર સુધી પહોંચી હતી.
આ ઇનિંગ દરમિયાન પંડ્યાએ 47મી ઓવરમાં ટૉડ એસ્ટલના ત્રણ બોલ પર સિક્સર ફટકારી હૅટ્રીક સર્જી હતી. આ ઓવરના પ્રથમ બોલે તેઓ ડિફેન્સ શોટ રમ્યા હતા.. ત્યાબાદના બીજા, ત્રીજા અને ચોથા બોલે તેમણે સિક્સર ફટકારી હતી.
અગાઉની મૅચમાં પણ હાર્દિક પંડ્યા પોતાના શાનદાર કૅચ દ્વારા ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં તેમણે ખતરનાક બની શકે તેવા કૅપ્ટન કૅન વિલિયમસનનો કૅચ પણ ઝડપ્યો હતો.
હાર્દિક પંડ્યાએ 17મી ઓવરમાં કૅન વિલિયમસનનો શાનદાર કૅચ પકડ્યો હતો. આ કૅચની સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી હતી.
સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યાની વાહ… વાહ…
આકિબ જવાદ નામના ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું, ''આજ મેં ખેલકે આયા : હાર્દિક પંડ્યા''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
@ronitvyas170 નામના ટ્વિટર હૅન્ડલ પરથી એક ફોટો ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં અગાઉ થયેલા વિવાદને ટાંકીને હાર્દિક પંડ્યાની કારકિર્દીનો અંત આવ્યો નથી, તેવું દર્શાવવામાં આવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
@pegsnpops નામના યૂઝરે ટ્વીટ કર્યું કે હાર્દિક પંડ્યાએ ટ્રૅન્ટ બૉલ્ટના બોલ પર ઘૂમર શૉટ દ્વારા સિક્સર ફટકારી.
@TheRobustRascal નામના ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું કે હાર્દિક પંડ્યાએ ન્યૂ ઝિલૅન્ડના બૉલર્સમાં કરણ જોહરને જોયા હતા.
@im_Swayamsiddh ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે એક કૉફી જિંદગી બદલી શકે છે એ પાકું છે - હાર્દિક પંડ્યા
અગાઉ હાર્દિક પંડ્યાના નિવેદન બાદ થયો હતો વિવાદ
હાર્દિક પંડ્યાએ સાથી ક્રિકેટર કે.એલ.રાહુલ સાથે 'કૉફી વિથ કરણ' નામના શોમાં હાજરી આપી હતી.
પંડ્યાએ આ શોમાં પોતાના જીવન વિશે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા.
પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલો મામલે કેટલીક વાતો કરી હતી જેનાથી ફૅન્સમાં નાાજગી જોવા મળી હતી. પંડ્યાએ કહ્યું કે તેમનો પરિવાર ખૂબ જ ખૂલ્લા વિચારો ધરાવે છે.
તેમણે કહ્યું, "જ્યારે મેં પહેલીવાર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, ત્યારે ઘરે આવીને કહ્યું, કરીને આવ્યો છું"
પંડ્યાએ પોતાનો જૂનો સમય યાદ કરતા કહ્યું કે જ્યારે તેઓ માતાપિતા સાથે પાર્ટીમાં ગયા ત્યારે તેમનાં માતાપિતાએ પૂછયું કે કઈ યુવતીને જોઈ રહ્યો છે? પંડ્યાએ એક બાદ એક યુવતીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બધી મહિલાઓને.
ઉપરાંત જ્યારે કરણ જોહરે કહ્યું કે જો તમે બંને એક જ છોકરી સામે જોતા હોવ તો કોણ તેને મનાવી લેશે.
જેના જવાબમાં કે.એલ.રાહુલે કહ્યું કે એ તો તે છોકરી પર જ આધારિત છે.
પંડ્યાએ કહ્યું, "ના ના આવું કંઈ નથી, ટૅલેન્ટ પર હોય છે. જેને મળી તે લઈ જાય.".
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો