You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૂંટણી 2019 રાઉન્ડ અપ : નરેન્દ્ર મોદીએ બંગાળમાં કહ્યું, રેલી જોઈને સમજાયું કે દીદી હિંસા પર કેમ ઊતરી આવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ પશ્ચિમ બંગાળ ખાતેથી ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે.
24 પરગના જિલ્લાના ઠાકુરનગર સ્થિત આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડને જોઈને મોદીએ કહ્યું, "આજની રેલીનું દૃશ્ય જોઈને મને જાણવા મળ્યું કે દીદી હિંસા પર શા માટે ઊતરી આવી છે."
"અમારા પ્રત્યે બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્રના બચાવનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર ઊતરી આવ્યા છે."
તેમણે ઉમેર્યું કે દેશનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી બાદ પણ દાયકાઓ સુધી ગામડાની સ્થિતિ પર ધ્યાન આપવામાં આવ્યું નથી અને પશ્ચિમ બંગાળમાં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
પોતાના ભાષણના અંતમાં મોદીએ કહ્યું, "અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી ક્યારેક હિંદુ, શીખ, જૈન અથવા પારસીઓને આવવું પડ્યું. સમાજના આવા લોકો માટે હિંદુસ્તાન સિવાય કોઈ વિકલ્પ નહોતો."
"આવા લોકોને હિંદુસ્તાનમાં રહેવાનો સન્માનપૂર્વક રહેવાનો અધિકાર મળવો જોઈએ એટલા માટે અમે નાગરિકતા કાયદો લાવવા માગીએ છીએ અને હું ટીએમસીને અપીલ કરું છું કે સંસદમાં તેઓ આ બિલને સમર્થન કરે."
તમે આ વાંચ્યું કે નહીં?
'કૉંગ્રેસમાં પ્રજાલક્ષી કાર્યો નથી થઈ શકતા' : ધારાસભ્ય આશાબહેન પટેલનું રાજીનામું
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ઊંઝા બેઠકથી કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબહેન પટેલ પક્ષમાંથી અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલેલા રાજીનામામાં જણાવ્યું છે કે એક વર્ષથી પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆતો કરી હોવા છતાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન સાથે તાલમેલ સધાતો નથી.
એટલું જ નહીં તેમણે એવું પણ લખ્યું છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે અને પાર્ટીમાં જૂથવાદ અને આંતરિક વિગ્રહ ચરમસીમા પર છે. સાથે જ કૉંગ્રેસ જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવાનું કાર્ય કરે છે.
પટેલે નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે વડા પ્રધાને 10 ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે.
આશા બહેન પટેલે એવો પણ ઉલ્લેખ કર્યો કે તેઓ પ્રજાના પશ્નો પર સતત કામ કરે છે, ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી.
આ મુદ્દે ભાજપના રેશમા પટેલે એક વીડિયોના માધ્યમથી આશાબહેનને કહ્યું હતું કે જો તેઓ ભાજપમાં જોડાવવા માગતા હોય તો તેવું ના કરે. કારણ કે ભાજપમાં તાનાશાહી ચાલી રહી છે અને આ પક્ષમાં રહી તેઓ પ્રજાલક્ષી કાર્યો નહીં કરી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો