Ind vs NZ : ભારતીય ક્રિકેટ ટીમે દસ વર્ષ બાદ ન્યૂ ઝિલૅન્ડમાં વન ડે સિરીઝ જીતી

કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે ન્યૂ ઝિલૅન્ડને સિરીઝના ત્રીજા મૅચમાં સાત વિકેટથી હરાવી દીધું છે.

ભારતે આ મ‌ૅચ જીતવા માટે 244 રનનોનું લક્ષ્ય મળ્યું હતું.

રોહિત શર્મા અને કોહલીની શાનદાર બૅટિંગને કારણે ભારતે 43 ઑવરમાં જ ત્રણ વિકેટ પર 245 રન કરી લીધા હતા.

આ જીત સાથે ભારતે પાંચ વન ડે મૅચની સિરીઝમાં 3-0થી નિર્ણાયક બઢત હાંસલ કરી લીધી છે. એટલે કે ભારતે આ શ્રેણી જીતી લીધી છે.

ન્યૂ ઝિલૅન્ડના મેદાન પર ભારત દસ વર્ષ બાદ કોઈ સિરીઝ જીતી શક્યું છે.

રોહિત શર્માએ 60 અને વિરાટ કોહલીએ 60 રન બનાવ્યા હતા.

અંબાતી રાયડૂએ અણનમ 40 અને દિનેશ કાર્તિકે અણનમ 38 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી આ મૅચમાં શાનદાર બૉલિંગ કરતા મોહમ્મદ શમીને મેન ઑફ ધી મૅચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

શમીએ નવ ઑવરમાં 41 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
line

ઑલ રાઉન્ડ દેખાવ

આ મૅચમાં ન્યૂ ઝિલૅન્ડે ટૉસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમારે બંને ઓપનર્સને ઝડપથી આઉટ કરી દીધા હતા.

મોહમ્મદ શમીએ કૉલિન મુનરોને 7 રને આઉટ કર્યા હતા અને ભૂવનેશ્વર કુમારે માર્ટિન ગપ્ટિલને 13 રન પર આઉટ કરી દીધા હતા.

વિવાદ અને પ્રતિબંધ પછી ટીમ પાછા ફરેલા હાર્દિક પંડ્યાએ ચહલની બૉલિંગમાં કૅપ્ટન વિલિયસનનો કૅચ ઝડપી લેતા ન્યૂ ઝિલૅન્ડની ત્રીજી વિકેટ પડી હતી.

કૅપ્ટન વિલિયમસને 48 બૉલમાં 28 રનની ઇનિંગ રમી હતી.

ત્યારબાદ રોસ ટેલર અને લાથમે ઉપયોગી ભાગીદારી કરી ન્યૂ ઝિલૅન્ડને સારી સ્થિતિમાં મૂક્યું હતું.

જોખમી બની રહેલી આ ભાગીદારીને તોડવામાં ચહલને સફળતા મળી હતી.

ચહલે લાથમને 51 રન પર આઉટ કર્યા હતા. ચહલ બાદ તરત જ હાર્દિક પંડ્યાએ હેનરી નિકોલસને ફકત 6 રન પર આઉટ કરી દીધા હતા.

ગત મૅચમાં ઉપયોગી ઇનિંગ રમનાર ડૉગ બ્રેસવેલને 15 રને પર વિરાટ કોહલીએ રન આઉટ કર્યા હતા.

ઇશ સોઢીની વિકેટ મોહમ્મદ શમીએ 12 રન પર ઝડપી હતી અને ટ્રેન્ટ બૉલ્ટને ભૂવનેશ્વર કુમારે 2 રન પર આઉટ કરી દીધા હતા.

બોલર્સની જેમ બૅટ્સમેન્સનો દેખાવ પણ ઑલ રાઉન્ડ રહ્યો હતો. રોહિત શમાએ 62, શિખર ધવને 28, વિરાટ કોહલીએ 60 રન કર્યા હતા.

અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિકે કોહલી અને રોહિતની જેમ ભાગીદારી આગળ વધારી હતી અને મૅચને અંતિમ પરિણામ સુધી પહોંચાડી હતી.

રાયડૂ 40 રન પર અને કાર્તિક 38 રન પણ અણનમ રહ્યા હતા.

line

હાર્દિક પંડ્યાની વાપસી ટીમને ફળી

હાર્દિક પંડ્યાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ મૅચમાં ભારતીય બોલર્સે ઑલ રાઉન્ડ દેખાવ કર્યો હતો.

ભૂવનેશ્વર કુમારે 46 રનમાં 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ 41 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

યજૂવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી.

વિવાદમાં આવેલા ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ટીમમાં પરત ફરવું લાભદાયી નીવડ્યું હતું.

હાર્દિક હેનરી નિકોલસ અને મિશેલ સન્ટનેરને સસ્તામાં આઉટ કરી દીધા હતા. આ ઉપરાંત ખતરનાક બની શકે તેવા કૅપ્ટન કૅન વિલિયમસનનો કૅચ પણ ઝડપ્યો હતો.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો