રાષ્ટ્રપતિએ રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું, 'આવનારી ચૂંટણી મહત્ત્વપૂર્ણ'

રામનાથ કોવિંદ

ઇમેજ સ્રોત, Twitter/@rashtrapatibhvn

70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસ તમામ નાગરિકો માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના આદર્શો પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવાનો અવસર છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આવનારી ચૂંટણી અનેક મામલે વિશેષ હશે.

21મી સદીમાં જન્મ લેનારા મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરશે અને નવી લોકસભાના ગઠનમાં પોતાનું યોગદાન આપશે.

આ ચૂંટણી તમામ દેશવાસીઓ માટે લોકતંત્રમાં પોતાની સક્રિય ભાગીદારી નિભાવવાનો એક મહત્ત્વપૂર્ણ અવસર છે.

રામનાથ કોવિંદે કહ્યું કે તમામ વર્ગો અને સમાજોને સાથે લઈને આગળ વધનારા રાષ્ટ્રના રૂપમાં આગળ વધતાં આપણે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે.

એક એવા રાષ્ટ્રનું નિર્માણ જેમાં તેમાં તમામ પુત્ર-પુત્રીઓની વિશેષતા, ક્ષમતા અને પ્રતિભાની ઓળખ હોય અને તેમના વિકાસ માટે દરેક પ્રકારની સુવિધાઓ અને પ્રોત્સાહન ઉપલબ્ધ હોય.

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે સમગ્ર વિશ્વ માટે આપણા દેશની વિવિધતા, લોકશાહી અને વિકાસ એક મિસાલ છે.

line

દેશભક્તિ અને રાષ્ટ્રવાદ એ સૂત્ર માત્ર નથી : જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

ઇમેજ સ્રોત, AFP

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર જાણીતા પટકથા અને ગઝલ લેખક જાવેદ અખ્તરે કહ્યું કે રાષ્ટ્રવાદ અને દેશભક્તિ એ માત્ર સૂત્ર નથી, રાષ્ટ્રવાદ બતાવવો હોય તો રસ્તાઓ અને ગલીઓ સાફ રાખો.

બુધવારના રોજ પુણે ખાતે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટીઝ દ્વારા આયોજિત 'ફેસ્ટિવલ ઑફ થિંકર્સ' નામના એક કાર્યક્રમમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

અખ્તરે કહ્યું હતું, "રાષ્ટવાદ અને દેશભક્તિનો મતલબ સામાજિક રીતે જાગૃત હોવું થાય છે. આનો અર્થ એ છે કે આપણે સમાજને એક મોટા આકાશમાં જોઈએ. આપણી પ્રાથમિકતા આપણું ઘર અને દેશ હોવો જોઈએ."

"આ સમજવું કે આ બન્ને માટે શું સાચું છે, તે આપણને એક સારા નાગરિક બનાવે છે."

જાવેદ અખ્તરે વિદ્યાર્થીઓને સલાહ આપતા કહ્યું હતું કે આજના યુવાનોનું વાંચન ઓછું છે તેમને વધુ વાંચવાની આદત પાડવી જોઈએ.

line

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ

જયંતી ભાનુશાળી

ઇમેજ સ્રોત, BHARGAV PAREEKH/KUCHCHHMITRA

'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યા મામલે ભાજપના બે સભ્યોની ધરપકડ કરી છે.

ભાનુશાલીની હત્યાના એક અઠવાડિયા પહેલાં છબીલ પટેલ મસ્કત જતા રહ્યા હતા.

પોલીસે ગુરુવારના રોજ તેમના બે સહયોગી નીતિન પટેલ અને રાહુલ પટેલને ઝપડી લીધા છે.

સીઆઈડીના એડિશનલે પોલીસ મહાનિદેશક અજય તોમરે કહ્યું કે છબીલ પટેલ અને એક શંકાસ્પદ મહિલા મનીષા ગોસ્વામી દ્વારા હત્યાને અંજામ આપવા માટે મહારાષ્ટ્રથી લવાયેલા બે શાર્પ શૂટરોને સાચવવામાં આ બન્નેએ 'મહત્ત્વપૂર્ણ ભૂમિકા' નિભાવી હતી.

ઉલ્લેખનીય છે કે કચ્છના અબડાસાથી પ્રતિનિધિત્વ કરનારા જયંતી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટના કચ્છના ભચાઉ અને સાંખિયાળી રેલવે સ્ટેશન વચ્ચે બની હતી.

line

આર્થિક રીતે અનામતની મંજૂરી સંવિધાન નથી આપતું : રિટાયર્ડ જસ્ટિસ ચેલમેશ્વર

જસ્ટિસ જે. ચેલમેશ્વર

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ જે. ચેલમેશ્વરે બુધવારના રોજ આઈઆઈટી મુંબઈ ખાતે આંબેડકર મૅમોરિયલમાં ભાષણ આપતી વખતે કહ્યું કે સંવિધાનમાં માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

તેમણે કહ્યું હતું કે આર્થિક રીતે અનામત આપવાની કોઈ જોગવાઈ સંવિધાનમાં નથી.

ચેલમેશ્વરે વધુમાં કહ્યું, "ઈડબલ્યૂએસ અનામત અદાલતમાં કેટલી ટકી શકશે એની મને જાણ નથી. હું માત્ર એટલું કહીશ કે સંવિધાન તેની મંજૂરી નથી આપતું."

ઉલ્લેખનીય છે કે ભારતીય સંસદે આ મહિનાના પ્રારંભમાં 124મું સંવિધાન સંશોધન લાગુ કર્યું હતું, જેમાં સામાન્ય વર્ગોમાં ઈડબલ્યૂએસ વર્ગ માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત પ્રદાન કરી હતી.

જોકે, આ બીલના વિરોધમાં સુપીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

આઈસીઆઈસીઆઈ-વીડિયોકોન લૉન મામલે ચંદા કોચર વિરુદ્ધ ફરિયાદ

ચંદા કોચર

ઇમેજ સ્રોત, MONEY SHARMA/AFP/GETTY IMAGES

આઈસીઆઈસીઆઈ બૅન્ક દ્વારા વીડિયોકોનને 3250 કરોડ રૂપિયાની લૉન મામલે સીબીઆઈએ ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર અને વીડિયકોનના પ્રમોટર વેણુગોપાલે ધૂત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તેવું 'ઇન્ડિયન એક્સપ્રેસ'નો અહેવાલ જણાવે છે.

વીડિયોકોનના મુંબઈ અને ઓરંગાબાદ સ્થિત કાર્યાલયો અને ન્યૂપાવર અને સુપ્રીમ ઍનર્જીના મુંબઈ સ્થિત નરીમન પૉઇન્ટ ખાતેની ઓફિસમાં છાપેમારી કરવામાં આવી હતી.

સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું હતું કે આરોપ એ છે કે આઈસીઆઈસીઆઈ બૅન્ક સાથે છેતરપિંડી કરવા માટે ષડયંત્ર રચી ખાનગી કંપનીઓને લૉન આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ ધૂત, દિપક કોચર અને અજ્ઞાત વ્યક્તિઓની વિરુદ્ધ ગત વર્ષ માર્ચ મહિનામાં એક પ્રાથમિક તપાસ (પીઆઈ) દાખલ કરી હતી.

સીબીઆઈ કેસની શરૂઆત પહેલાં પીઆઈ દાખલ કરે છે, જેથી કરીને તેઓ પુરાવા એકઠા કરી શકે.

લાઇન
લાઇન

અમેરિકાની વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ભંડોળ રોકવાની પ્રતિજ્ઞા

નિકોલસ માદુરો

ઇમેજ સ્રોત, REUTERS

રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને મળતા રાજસ્વ સ્ત્રોતમાં કાપ મુકવાના પ્રયાસો કરી રહ્યું છે.

બોલ્ટન દ્વારા આ જાહેરાત માદુરોએ અમેરિકા સાથે રાજનૈતિ સમજૂતીઓ પર રોક મૂક્યાના એક દિવસ બાદ કરવામાં આવી.

વિરોધ પક્ષના નેતા જુઆન ગુઆઇદો વચગાળાના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ મુદ્દાએ જોર પકડ્યું છે.

બોલ્ટને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ મુદ્દો 'જટિલ' છે અને તેઓ ગુઆઇદોને ફંડ આપવા મુદ્દે વિચારી રહી છે.

રશિયા ગુઆઇદોને આંતરરાષ્ટ્રીય બળ પૂરું પાડનારાઓનો વિરોધ કરી રહ્યું છે.

રશિયાનું માનવું છે કે આમ કરવું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને 'રક્તપાત તરફનું પગલું' છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો