કલામ-સેટ : ઈસરોએ લૉન્ચ કર્યો 1.2 કિલોનો વિશ્વનો સૌથી હલકો ઉપગ્રહ

ઈસરો

ઇમેજ સ્રોત, WWW.ISRO.GOV.IN

    • લેેખક, પલ્લવ બાગલા
    • પદ, વિજ્ઞાન મામલાના જાણકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ ગુરુવાર રાતે વિશ્વનો સૌથી હલકો ઉપગ્રહ 'કલામ-સેટ વીટુ'ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરી દીધો.

આ ઉપગ્રહ વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. આ સાથે જ ઇમેજિંગ ઉપગ્રહ 'માઇક્રોસેટ-આર'ને પણ અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો છે.

શ્રી હરીકોટા ખાતેના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી44 લૉન્ચ વ્હિકલ થકી આ બન્ને ઉપગ્રહને લૉન્ચ કરવામાં આવ્યા.

ઇસરોના ચેરમેન ડૉ. કે.સિવને લૉન્ચિંગ બાદ મોડી રાતે અભિયાનની સફળતાની જાહેરાત કરી.

તેમણે કલામ સેટ બનાવનારા વિદ્યાર્થીઓને 'સ્પેસ-કિડ' ગણાવ્યા અને આ માટે શુભેચ્છા પણ પાઠવી.

તેમણે કહ્યું, "ઈસરો ભારતની સંપત્તિ છે. ઇસરોના તમામ વિદ્યાર્થીઓને નિવેદન છે કે તેઓ વિજ્ઞાનના નવાનવા આવિષ્કાર લઈને અમારી પાસે આવે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ દેશને વિજ્ઞાનની દિશામાં આગળ વધારે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

કેમ ખાસ છે આ સેટેલાઇટ?

સેટેલાઇટ લૉન્ચ થતી તસવીર

ઇમેજ સ્રોત, TWITTER/ISRO

જો આ સેટેલાઇટની ખૂબીઓ અંગે વાત કરવામાં આવે તો આ સેટેલાઇટને હૅમ રેડિયો ટ્રાન્સમિશન (શોખના રેડિયો ટ્રાન્સમિશન)ના કમ્યુનિકેશન સેટેલાઇટના રૂપે ઉપયોગમાં લેવામાં આવશે.

હૅમ રેડિયો ટ્રાન્સમિશનથી આશય વાયરલેસ કમ્યુનિકેશનના એ રુપથી છે જેનો ઉપયોગ બિનવેપારી ગતિવિધીઓમાં કરવામાં આવે છે.

જોકે, ગત વર્ષે અન્ય એક ભારતીય વિદ્યાર્થીએ જ આના કરતાં પણ હલકો ઉપગ્રહ બનાવ્યો હતો, જેનું વજન માત્ર 64 ગ્રામ હતું.

આ ઉપગ્રહને નાસાએ ચાર કલાકના મિશન પર સબ ઑર્બિટલ ફ્લાઇટ પર મોકલ્યો હતો.

નોંધનીય છે કે સબ ઑર્બિટલ ફ્લાઇટ દરમિયાન ઉપગ્રહ અંતરિક્ષમાં પહોંચે છે પરંતુ પૃથ્વીની કક્ષામાં જતાં નથી.

કલામ-સેટને ચેન્નઈ સ્થિત 'સ્પેસ એજ્યુકેશન ફર્મ સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા' નામની સ્ટાર્ટ-અપ કંપનીએ બનાવ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે અત્યારસુધી આવા જ 9 ઉપગ્રહોને સ્પેસ રૉકેટ્સમાં સ્થાન મળી ચૂક્યું છે.

લાઇન
લાઇન

કેમ ખાસ છે આ મિશન?

સેટેલાઇટ લૉન્ચ થતી તસવીર

ઇમેજ સ્રોત, TWITTER/ISRO

'ઇન્ડિયન સ્પેસ એજન્સી'એ આ મિશનમાં રૉકેટના એક ભાગને બીજી વખત ઉપયોગ કર્યો. જેનો પ્રયોગ સેટેલાઇટ પ્રક્ષેપિત કરવા માટે કરાયો.

પારંપરિક રૂપે રૉકેટના બચેલા સામાનનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ધરતી તરફ પરત ફરતી વખતે તેના ભાગ વિખેરાઈને પડી જાય છે. ઈંધણ વાળા ભાગને પણ અલગ કરી દેવામાં આવે છે.

આ રીતે આ બધા જ ભાગ અંતરિક્ષમાં કચરા તરીકે જમા થાય છે.

મહત્ત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં ધાતુ આધારીત ઉપરકરણો સહિતની કેટલીય વસ્તુઓ પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં ચક્કર લગાવી રહી છે.

આ વસ્તુઓમાં નકામા થઈ ગયેલા સેટેલાઇટ, જૂનાં રૉકેટના ભાગો તેમજ અંતરિક્ષયાત્રીઓના ભૂલથી છૂટી ગયેલા ઉપકરણોનો સમાવેશ થાય છે.

કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે આ જ વસ્તુઓ અંતરીક્ષમાં ટકરાઈ જતી હોય છે અને વધુ કચરો સર્જતી હોય છે.

આ ઉપગ્રહને ઇસરોના સૌથી વિશ્વાસપાત્ર પીએસએલવીથી લૉન્ચ કરવામાં આવ્યો, જે 260 ટન વજન ધરાવતું ફોર સ્ટેજ રૉકેટ છે.

લાઇન
લાઇન

સામાન્યતઃ તેના પહેલાં ત્રણ ભાગ ધરતી પર પરત ફરે છે. તો ચોથો અને પાંચમો (અંતિમ) ભાગ લિક્વિડ પ્રૉપેલન્ટનો ઉપયોગ કરે છે.

આ ભાગોને ઘણી વખત બંધ કરીને શરૂ કરી શકાય છે જેથી અંતરિક્ષ યાન યોગ્ય કક્ષામાં પહોંચી શકે.

તેવામાં આ રૉકેટનો ચોથા ભાગને ગુરુવારે છોડવામાં આવી રહેલા સેટેલાઇટ માટે ઉપયોગમાં લેવાયો, જે ઉપગ્રહને 277 કિલોમીટરની ઊંચાઈ પર લઈ ગયું.

ઈસરો આ રૉકેટને અંતિમ ભાગને નવી ક્ષમતાઓ આપી રહ્યું છે કે જેથી તે અંતરિક્ષમાં આગામી 10 વર્ષો સુધી સક્રીય રહી શકે.

ઇસરો ચીફ સિવન કહે છે, "આખરે આપણે આટલા બહુમૂલ્ય સંસાધનને કેમ ગુમાવવું જોઈએ? અમે તેના ચોથા ભાગને એક પ્રયોગાત્મક કક્ષાએ પ્લેટફૉર્મમાં બદલવાનો નિર્ણય લીધો છે, જેથી અંતરિક્ષમાં નાના નાના પ્રયોગ કરી શકાય."

એક પીએસએલવી રૉકેટની કિંમત આશરે 196 કરોડ રૂપિયા હોય છે.

આ પ્રયોગાત્મક કક્ષીય પ્લેટફૉર્મ સંશોધકોને શૂન્ય અવકાશ જેવા વાતાવરણમાં પ્રયોગ કરવામાં મદદરૂપ સાબિત થશે.

line

ઇનોવેટિવ પગલું

સેટેલાઇટ લૉન્ચ થતી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તેવામાં આ રૉકેટનો અંતિમ ભાગ પૃથ્વીની કક્ષામાં ઊંચા સ્થાન પર પહોંચ્યા બાદ કલામ-સેટ પોતાના સિગ્નલ મોકલશે.

સિવાન કહે છે, "આ પહેલી તક છે જ્યારે ઇસરો એક એવો પ્રયોગ કરી રહ્યું છે જેમાં એક મૃત રૉકેટના ભાગને ફરી મેળવીને તેને જીવિત રાખવામાં આવશે."

આ નવા દૃષ્ટિકોણથી સંશોધકો પોતાના પૅલૉડ અને ઉપકરણોને લઈને કક્ષામાં જઈ શકે છે, જ્યારબાદ તેને મૃત રૉકેટમાં બનેલી એક જગ્યામાં લગાવી શકાય છે.

જોકે, ઇસરો પહેલી એવી એજન્સી નથી જેણે નકામી વસ્તુનો ફરી વખત ઉપયોગ કર્યો હોય.

ફ્રેન્ચ સ્પેસ એજન્સીના અધ્યક્ષ જીન વેસ લેગાલ કહે છે કે તેમની સંસ્થાએ પણ આ દિશાં કામ કર્યું છે પરંતુ તેમને અંતરિક્ષમાં પ્રયોગ કરવા માટે ઓછો ખર્ચાળ રસ્તો નહોતો મળ્યો.

(પલ્લવ બાગલા 'રીચિંગ ફૉર ધ સ્ટાર્સ- ઇન્ડિયાઝ જર્ની ફૉર માર્સ એન્ડ બિયોન્ડ'ના સહ લેખક છે. આ પુસ્તકને બ્લૂમ્સબરી પ્રકાશને છાપ્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો