You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા 2019 : અમિત શાહે કહ્યું મમતાએ બંગાળને કંગાળ કરી દીધું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી રદ કર્યા બાદ આજે પશ્ચિમ બંગાળના માલદામાં રેલી કરી મમતા બેનરજીની સરકાર પર આકરા પ્રહાર કર્યા.
તાજેતરમાં કોલકત્તામાં વિપક્ષોના મહાગઠબંધન માલદામા અમિત શાહે જનસભામાં લોકસભા 2019 બંગાળને કંગાળ બનાવવાનું કામ ટીએમસીએ કર્યુ
અમિત શાહે કહ્યું, તમે પરમીશન નહીં આપો વધારે મહેનત કરીશું, વધારે દોડીશું પણ મમતા દીદીને હટાવીને રહીશું.
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં થયેલી રાજકીય હત્યાઓ અને હિંસાનો ઉલ્લેખ કર્યો હતો.
એમણે લોકોને કહ્યું કે આ પંચાયત ચૂંટણી નથી કે તમે ડરી જશો, આ ચૂંટણીમાં ભયભીત થવાની જરુર નથી.
સમગ્ર ભાષણમાં નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં અમિત શાહે લોકો પાસે નારાઓ બોલાવ્યાં. ભાષણમાં અનેક વાર લોકો પાસેથી હોંકારાઓ ભણાવવામાં આવ્યા.
તમે આ વાંચ્યું કે નહીં?
અગાઉ કોલકત્તામાં યોજાયેલી વિપક્ષોની મહાગઠબંધન રેલીને પણ અમિત શાહે નિશાન બનાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું કે જે ગઠબંધનની રેલીમાં ભારત માતા કી જયનો નારો પણ ન લાગ્યો એ લોકો દેશનું શું ભલું કરશે.
અમિત શાહે અગાઉની યુપીએ સરકાર કરતા નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે બંગાળને વધારે પૈસા આપ્યા હોવાનો પણ દાવો કર્યો.
મમતા દીદીએ અગાઉ આવ્યો ત્યારે મારી પર કેસ કર્યો હતો આ વખતે પણ કરશે પણ મારી વિનંતી છે કે એક નહીં બે કરે હું એ કેસને એમના આશિર્વાદ માનીશ.
અમિત શાહે ટાગોર અને શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતાં અને લોકોને ડાબેરીઓને કાઢ્યા એમ મમતાજીને કાઢવાની અપીલ કરી હતી.
અમિત શાહના ભાષણની ખાસ વાતો
- આ સરકાર ઘૂસણખોરોની સરકાર છે. ભાજપ સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા લોકોને નાગરિકતા કાયદાને આધારે નાગરિકતા આપશે પણ મમતાજી એનું સમર્થન નહીં કરે કેમ કે એમને એમની વૉટબૅન્કની ચિંતા છે.
- આ ચૂંટણી બટુકેશ્વર દત્ત, શ્યામા પ્રસાદ મુખરજીનું બંગાળ ફરી બનાવવાની ચૂંટણી છે. બંગાળની સંસ્કૃતિને બદબાદ કરી દેનાર તૃણમૂલ કૉંગ્રેસને ઉખાડી ફેંકવાની ચૂંટણી છે.
- એમણે સુભાષચંદ્ર બોસને આંદમાન નિકોબાર ટાપુનાં નામકરણમાં સન્માન આપ્યાનું કહ્યું.
- અમિત શાહે કહ્યું કે સિનેમા, કળા અને તકનીક તમામ સ્તરે બંગાળનો દબદબો હતો પરંતુ હવે બંગાળ ઘૂસણખોરોનું ગૌતસ્કરોનું બંગાળ બની ગયું છે.
- બંગાળની ઉત્પાદન ક્ષમતા 27 ટકાએથી 3.3 ટકાએ પહોંચી ગયાનો દાવો પણ અમિત શાહે કર્યો.
- અમિત શાહે મમતા સરકારને હિંદુ વિરોધી ગણાવી. એમણે કહ્યું કે બંગાળમાં દુર્ગા વિસર્જનની પરવાનગી નથી તો શું બંગાળવાસીઓ એ કરવા માટે પાકિસ્તાન જાય
- એમણે રાજયમાં સરસ્વતી પૂજન પર પ્રતિબંધની વાત પણ કરી.
- રથયાત્રાની પરવાનગીના વિવાદ બાબતે એમણે કહ્યું કે અમે લોકોનાં ઘરેઘરે જવાના હતા . એમને ડર હતો કે એમની સરકારની અંતિમયાત્રા નીકળી જશે. પરંતુ, તેઓ બંગાળની જનતાના દિલમાં ભાજપ માટેનો પ્રેમ ખતમ નહીં કરી શકે.
શું છે બંગાળનું ચૂંટણી ગણિત
2014ની લોકસભાનું ગણિત જોઈએ તો
મમતા બેનરજીનાં તૃણમૂલ કૉંગ્રસ પક્ષે રાજ્યની 42 પૈકી 34 સીટ જીતી હતી.
ભાજપને બે બેઠકો મળી હતી
કૉંગ્રેસને 4 અને ડાબેરીઓને 2 બેઠક મળી હતી.
ભાજપનો વૉટ શૅર 17 ટકા હતો જે 2011માં ફક્ત 4 ટકા હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો