You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs AUS: ભારતે ઑસ્ટ્રેલિયા સામે ક્રિકેટ વન ડે શ્રેણી જીતી, ધોની મૅન ઑફ ધી સિરીઝ
મેલબર્નમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ વન ડે સિરિઝની છેલ્લી મૅચમાં ભારતનો વિજય થયો છે.
આ સાથે જ ભારતને ત્રણ વન ડેની સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. ભારતે 2-1થી આ શ્રેણી જીતી લીધી છે.
ભારત તરફથી સૌથી વધારે મહેન્દ્ર સિંહ ધોનીએ 87 રન તથા કેદાર જાદવે અડધી સદી રન અને કોહલીએ 46 રન કર્યા હતા.
ચહલને મૅન ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા તો ભારતને સતત બે મૅચ જીતાડવા બદલ ધોનીને મૅન ઑફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.
ઑસ્ટ્રેલિયા પ્રથમ બૅટિંગ કરતાં 230 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ભારતે લક્ષ્યને માત્ર 3 વિકેટના ભોગે પાર કરી લીધું હતું.
ઑસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત પણ સારી રહી ન હતી.
મૅચની શરૂઆતમાં વરસાદને લઈને રમત થોડીવાર રોકવાની નોબત આવી હતી.
આ ત્રીજી વન ડેમાં ટૉસ ભારત જીત્યું હતું અને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ શ્રેણીની પ્રથમ વન ડેમાં સદી ફટકારનાર ઑપનર બૅટ્સમેન રોહિત શર્મા માત્ર 9 રન બનાવીને સિડલના બૉલનો ભોગ બન્યા હતા.
જે બાદ કોહલી અને શિખર ધવને પારીને સંભાળવાની કોશિશ કરી હતી.
જોકે, 17મી ઑવરમાં શિખર ધવન પણ 46 બૉલમાં 23 રન કરીને આઉટ થઈ ગયા હતા.
હીરો સાબિત થયા ધોની અને ચહલ
જે બાદ મિડલ ઑર્ડર તરીકે ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આવ્યા હતા. તેમણે 114 બૉલમાં 87 રનની મૅચ વિનિંગ પારી રમી હતી.
બીજી વન ડેમાં અંતિમ ઑવરમાં સિક્સ મારીને ભારતને જીત અપાવનાર એ મૅચના હીરો ધોનીએ આ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી.
ઑપનર આઉટ થયા બાદ ધોની અને કોહલીની જોડીએ બાજી સંભાળી હતી.
જોકે, ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ગયા મૅચમાં તો સદી ફટકારી હતી પરંતુ આ મૅચમાં તેઓ અડધી સદી ચૂકી ગયા હતા.
62 બૉલમાં 46 રન બનાવીને તેઓ રિચાર્ડસનના બૉલનો શિકાર બન્યા હતા.
જે બાદ ધોની સાથે મળીને કેદાર જાધવે બાજીને ફરી સંભાળી હતી. જાધવે આ મૅચમાં પોતાની અડધી સદી નોંધાવી હતી.
ભારતના આ મૅચમાં ધોની અને ચહલ બંને હિરો રહ્યા.
મૅચની પ્રથમ પારીના હિરો ચહલે પોતાની ફિરકીનો કમાલ બતાવતા ઑસ્ટ્રેલિયાના છ બૅટ્સમેનને પૅવેલિયન ભેગા કરી દીધા હતા.
તેમણે 10 ઑવરમાં કુલ 42 રન આપીને 6 વિકેટો ઝડપી હતી.
બીજી પારીમાં લગાતાર બીજી મૅચમાં અડધી સદી કરનાર ધોની હીરો રહ્યા હતા.
ચહલનો જાદુ
ભૂવનેશ્વર કુમારે ઑસ્ટ્રેલિયાના બંને ઑપનરોને પૅવેલિયન ભેગા કરી દીધા હતા.
ભારતીય બૉલરોએ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો હતો અને ઑસ્ટ્રેલિયાને શરૂઆતી ઝટકા આપ્યા હતા.
27 રન પર બે વિકેટ પડ્યા બાદ ઉસ્માન ખ્વાજા અને શૉન માર્શે પારીને સંભાળી હતી.
બંનેએ મળીને ઑસ્ટ્રેલિયાને 100નો આંકડો પાર કરાવ્યો હતો.
ચહલે ખ્વાજા અને માર્શની મજબૂત ભાગીદારીને તોડી. ચહલે માર્શને 39 રનના વ્યક્તિગત સ્કૉરે ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કર્યો હતો.
ચહલ અહીં ના રોકાય અને તેમણે આ ઑવરના ચોથા બૉલ પર ખ્વાજાને પણ આઉટ કરી દીધા.
સતત બે ઝટકા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ નબળી પડવા લાગી.
જે બાદ ચહલે સ્ટોઇનિસની વિકેટ પાડીને ભારતની સ્થિતિ વધારે મજબૂત કરી દીધી હતી.
આ વચ્ચે જ પીટર હૅંડ્સકૉમ્બે એક તરફ બાજી સંભાળી રાખી હતી.
હૅંડ્સકૉમ્બે ગ્લેન મેક્સવેલ સાથે મળીને ટીમનો સ્કૉર 160 સુધી પહોચાડ્યો હતો.
મેક્સવેલને મોહમ્મદ શમીએ 26 રનના વ્યક્તિગત સ્કૉર પર આઉટ કરી દીધા.
જે બાદ ચહલે હૅંડ્સકૉમ્બને 58 રનના વ્યક્તિગત સ્કૉરે આઉટ કરી પોતાની ચોથી વિકેટ લીધી હતી.
જે બાદ તેમણે રિચાર્સન અને જેમ્પાની વિકેટ્સ લઈને પોતાની વિકેટનો સ્કૉર છ કરી દીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો