રાહુલ ગાંધી રફાલની જે ટેપ સંસદમાં સંભળાવવા માગતા હતા તેમાં શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રફાલ યુદ્ધ વિમાન કરાર પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ સમક્ષ એક ઓડિયો ટેપ ચલાવવાની પરવાનગી માગી હતી, જ્યારબાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો.
જોકે, અધ્યક્ષ સુમિત્રા મહાજને આ ઓડિયો ટેપની પ્રમાણિકતા પર સવાલ ઉઠાવી તેને ચલાવવાની પરવાનગી આપવાની ના પાડી દીધી.
તેમણે રાહુલ ગાંધીને લેખિતમાં તેની પ્રમાણિકતાની જવાબદારી લેવા કહ્યું હતું.
ત્યારબાદ રાહુલ ગાંધીએ એ ઓડિયો ટેપમાં બોલવામાં આવેલી વાતોને વાંચવાની પરવાનગી માગી તો અધ્યક્ષે ફરી પ્રમાણિકતાનો સવાલ ઉઠાવ્યો.
રાહુલ ગાંધીએ આ ટેપને ચલાવવા પર ખૂબ ભાર આપ્યો પણ નાણાં મંત્રી અરુણ જેટલી તેનો વિરોધ કરતા રહ્યા.
આખરે એ ટેપમાં એવું તો શું છે કે વિપક્ષ તેને ગૃહમાં ચલાવવા માગતું હતું અને સત્તા પક્ષ તે માટે તૈયાર ન હતો.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, TWITTER/@VISRANE
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી એ ઓડિયો જાહેર કર્યો હતો કે જેમાં ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત પી. રાણે અને એક અજ્ઞાત વ્યક્તિ ફોન પર રફાલ યુદ્ધ વિમાનના કરાર મામલે વાત કરી રહ્યા છે. આ ઓડિયોમાં કરવામાં આવેલી વાતચીત આ પ્રમાણે છે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અજ્ઞાત વ્યક્તિ : ગુડ ઈવનિંગ સર
વિશ્વજીત રાણે : બૉસ ગુડ ઈવનિંગ. મેં આજે ફોન કર્યો હતો.. 3 કલાકની કેબિનેટ બેઠક હતી.
અજ્ઞાત વ્યક્તિ : ઠીક છે
વિશ્વજીત રાણે : તેને ગુપ્ત રાખજો.
અજ્ઞાત વ્યક્તિ : હા... હા...
વિશ્વજીત રાણે : ખૂબ ઝઘડો થયો હતો. તમે જાણો છો, ખૂબ ઝઘડો થયો હતો. નીલેશ કૈબરલે પોતાના મત ક્ષેત્રમાંથી મોટાભાગના એન્જિનિયરો ની ભરતી કરી નાખી છે, એ માટે દરેક, જયેશ સલગાંવકરને યાદી મળી ગઈ અને તેમણે તેમને બતાવી. દરેક વ્યક્તિ તેમની સાથે લડી રહી હતી અને દરેક વ્યક્તિ ચિંતિત હતી કેમ કે ભરતીના મોર્ચે કોઈ કામ થઈ રહ્યું નથી.
અજ્ઞાત વ્યક્તિ : ઠીક છે
વિશ્વજીત રાણે : બાપૂ અજગાંવકર સુદીન ધવલીકર સાથે લડી રહ્યા હતા, કેમ કે તેમનું કામ થઈ રહ્યું ન હતું. આ સિવાય મુખ્યમંત્રીએ રસપ્રદ નિવેદન આપ્યું કે રફાલની બધી જ માહિતી મારા બેડરૂમમાં મારી પાસે છે.
અજ્ઞાત વ્યક્તિ : તમે શું કહી રહ્યા છો?
વિશ્વજીત રાણે : હું તમને કહી રહ્યો છું....
અજ્ઞાત વ્યક્તિ : હે ભગવાન
વિશ્વજીત રાણે : ખરેખર તમારે આ મામલે સ્ટોરી કરવી જોઈએ અને તમે મંત્રીમંડળની કોઈ એવી વ્યક્તિને, જેમની સાથે તમારા સારા સંબંધ હોય, આ વાતને ચેક કરાવી શકો છો. કેમ કે આ વાત છે, તમે જાણો છો. તેમણે જે કંઈ કહ્યું, કંઈક ને કંઈક છે. તેનો મતલબ છે કે તેઓ તેમને બંધક બનાવી રહ્યા છે.
અજ્ઞાત વ્યક્તિ : કસમથી
વિશ્વજીત રાણે : તેમણે કહ્યું કે મારા બેડરૂમમાં છે. અહીં ફ્લેટમાં. રફાલનો એક એક દસ્તાવેજ મારી પાસે છે.
વિશ્વજીત રાણે : હવે કદાચ તેઓ એવું ઇચ્છે છે કે કોઈ દિલ્હી જાય અને તેમને કહે અથવા તો કંઈક બીજું, એ ખબર નહીં. મને સમજાયું નહીં.
અજ્ઞાત વ્યક્તિ : હે ભગવાન
વિશ્વજીત રાણે : મેં આ વાત માત્ર તમને કહી છે.
અજ્ઞાત વ્યક્તિ : અને તમે જાણો છો કે 3 કલાકની કેબિનેટ મિટિંગનો કોઈ મતલબ ન હતો કે પછી ત્યાં બીજી કોઈ વાત હતી.
વિશ્વજીત રાણે : કંઈ પણ નહીં, તે દિશાહીન હતી. સમયની બરબાદી.
અજ્ઞાત વ્યક્તિ : સર મને જણાવો, આ વ્યક્તિ અચાનક વિધાનસભા સત્રમાં આટલો રસ કેમ બતાવવા લાગ્યા છે... આપણા વિધાનસભા અધ્યક્ષ?
વિશ્વજીત રાણે : કેમ કે તેમને લાગે છે કે RSS તેમને મુખ્યમંત્રી બનાવવા માટે મદદ કરશે.
અજ્ઞાત વ્યક્તિ : આહ.. અચ્છા, અચ્છા.. તેઓ પોતાના ચક્કરમાં જ છે..
વિશ્વજીત રાણે : તેઓ પોતાના ચક્કરમાં જ છે. કોઈએ કહ્યું છે કે સુદીનનો મામલો એકદમ સ્પષ્ટ છે કે તેઓ સમર્થન આપી રહ્યા નથી. તેમણે કહ્યું કે વિજયનો મામલો સ્પષ્ટ છે કે તેઓ સમર્થન કરી રહ્યા નથી.
અજ્ઞાત વ્યક્તિ : હે ભગવાન
વિશ્વજીત રાણે : આપણે એક વખત મળવાની જરુર છે. કેમ કે તમારે કેટલીક વાતો દિલ્હી પહોંચાડવાની જરુર છે. આ સમગ્ર મામલાનું પરિણામ શું હશે.
અજ્ઞાત વ્યક્તિ : તમે મને કહો ને સર. જ્યારે પણ તમે મને કહેશો, હું પહોંચી જઈશ.
વિશ્વજીત રાણે : હું તમને બસ સંક્ષિપ્તમાં જણાવીશ કેમ કે તે માત્ર તે દિશામાં જ જશે. મારુ વલણ સ્પષ્ટ છે.
અજ્ઞાત વ્યક્તિ : તો સર તમે મને જણાવો.. જ્યારે પણ તમે બોલાવવા માગશો, હું ત્યાં પહોંચી જઈશ.
વિશ્વજીત રાણે : સારુ.. બાય..


પરિકરે ટેપને ખોટી ગણાવી
આ ઓડિયો ટેપના સામે આવ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરે તેને ખોટી ગણાવતા આવી કોઈ વાતચીત થઈ હોવાનો ઇનકાર કર્યો છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીએ જે ટેપ જાહેર કરી છે તે રફાલ પર હાલ જ સુપ્રીમ કોર્ટના આવેલા નિર્ણયથી તેમનું જુઠ્ઠાણું ઉજાગર થયા બાદ તથ્યોને ઘડવાનો એક નિરાશાપૂર્ણ પ્રયાસ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પણ મનોહર પરિકરના ટ્વીટને રિટ્વીટ કર્યું છે.
આ તરફ વિશ્વજીત રાણેએ પણ ટેપને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે તેમાં અવાજ એમનો છે એવું સંભળાતું નથી. તેમના તેમજ મુખ્યમંત્રી વચ્ચે આ મામલાને લઈને ક્યારેય આ પ્રકારની કોઈ વાતચીત થઈ નથી.
તેઓ કહે છે, "સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જ્યારથી હું ભાજપમાં જોડાયો છું, ત્યારથી કૉંગ્રેસ મને નિશાન બનાવી રહી છે. તેઓ મને પોતાના માટે ખતરો માને છે. મેં મુખ્યમંત્રીને પત્ર લખીને આ ઓડિયો ક્લિપની તપાસની માગ કરી છે."
વિશ્વજીત રાણેએ 2017માં ગોવા વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ તરફથી લડી હતી. પરંતુ કૉંગ્રેસની સરકાર ન બની તેથી રાણેએ પાર્ટીના નેતૃત્વને જવાબદાર ગણાવ્યું અને ભાજપમાં જોડાઈ ગયા.
આ તરફ વિશ્વજીત રાણેના પિતા પ્રતાપસિંહ રાણે પણ કૉંગ્રેસના સભ્ય હતા. તેઓ છ વખત ગોવાના મુખ્યમંત્રી રહ્યા હતા.
કૉંગ્રેસ રફાલ યુદ્ધ વિમાન કરારમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. કૉંગ્રેસ ઇચ્છે છે કે આ કરારની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ કરે. જોકે, ભાજપે કરારમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતાથી ઇનકાર કર્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












