પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ : બે વિધિથી લગ્ન અને બે વાર રિસેપ્શન

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

2018માં સૌથી વધુ ચર્ચાયેલાં લગ્નમાંથી એક બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે પોતાના પરિવાર અને અંગત મિત્રો માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું આ રિસેપ્શન મુંબઈ ખાતે રાખવામાં આવ્યું હતું.

આ પહેલાં સેલિબ્રિટી કપલે દિલ્હી ખાતે પોતાના રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ નવી દિલ્હી ખાતે યોજાયેલા રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા.

પ્રિયંકાએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિકે કાળા કલરનું શૂટ પહેર્યું હતું.

આ પહેલાં ગત સપ્તાહે પ્રિયંકા અને નિકે જોધપુરમાં લગ્ન કર્યું હતું.

નરેન્દ્ર મોદી, પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, દિલ્હી ખાતે આયોજિત રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો.

મહેંદી, સંગીત, ખ્રિસ્તી ધર્મવિધિથી લગ્ન, હિંદુ ધર્મવિધિથી લગ્ન સહિતની વિધિઓ યોજાઈ હતી.

line

ઇંગ્લિશ બાબુ, દેશી ગર્લ

પ્રિયંકા તથા નિકની તસવીર

ઇમેજ સ્રોત, priyankachopra/Instagram

ઇમેજ કૅપ્શન, પ્રિયંકા તથા નિક વચ્ચે દસ વર્ષનો તફાવત છે

વર્ષ 2017માં પ્રિયંકા અને નિક એકસાથે જોવા મળ્યાં હતાં, ત્યારથી બંનેના સંબંધ અંગે અટકળો શરૂ થઈ હતી.

વર્ષ 2018ની શરૂઆતમાં નિકનો પરિવાર ભારત આવ્યો હતો, એવું માનવામાં આવે છે કે એ વખતે જ પરિવારે બંનેના સંબંધ પર ઔપચારિકતાની મહોર મારી હતી.

ઑગસ્ટ મહિનામાં પ્રિયંકા અને નિકના 'રોકા' થયાં હતાં.

26 વર્ષના નિક જોનાસ અમેરિકન સિંગર છે. પ્રિયંકા તેમનાથી દસ વર્ષ મોટાં છે.

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન

નિકનો જન્મ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 16 સપ્ટેમ્બર 1992ના રોજ થયો હતો, જ્યારે પ્રિયંકાનો જન્મ 18 જુલાઈ 1982નાં થયો છે.

નિકોલસ જેરી જોનાસ અમેરિકન ગાયક, લેખક, ઍક્ટર અને રેકૉર્ડ પ્રોડ્યુસર છે.

નિકે માત્ર સાત વર્ષની ઉંમરથી ઍક્ટિંગ કૅરિયરમાં હાથ અજમાવ્યો અને વર્ષ 2002માં ડૅબ્યૂ કર્યું હતું.

નિક વર્ષ 2019માં આવનારી સાઇન્સ ફિક્શન ફિલ્મ 'કેઓસ વૉકિંગ'માં તેઓ ડેવી પ્રેંટિસ જુનિયરની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો