એ ગુજરાતી ખેલાડી જેમને 12 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશની મુલાકાતે છે અને ત્યાં વનડે સિરીઝ બાદ બે ટેસ્ટ મૅચ રમશે.

ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, ભારતીય ક્રિકેટ ટીમમાંથી 12 વર્ષ અગાઉ પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટ મૅચ રમનારા જયદેવ ઉનડકટને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મૅચ માટે સ્થાન આપવામાં આવ્યું છે.

ટેસ્ટ મૅચમાં તેઓ મોહમ્મદ શમ્મીનું સ્થાન લેશે. જેમને હાથ પર ઈજા પહોંચી હોવાથી આરામ આપવામાં આવી રહ્યો છે.

જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની ટીમમાંથી ડૉમેસ્ટિક ક્રિકેટ રમે છે અને તાજેતરમાં જ તેમની ટીમે વિજય હઝારે ટ્રૉફી જીતી હતી.

તેમણે પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટ મૅચ વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર બાદથી તેઓ સાત વનડે અને 10 ટી20 રમી ચૂક્યાં છે.

જયદેવ ઉનડકટ વિશે આ વાતો જાણો છો તમે?

જયદેવ દીપકભાઈ ઉનડકટનો જન્મ 18મી ઑક્ટોબર 1991ના ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો.

ઑલ-રાઉન્ડર જયદેવ જમણા હાથે બૅટિંગ કરે છે અને ડાબા હાથે મીડિયમ પેસ બૉલિંગ કરે છે.

2010માં ન્યૂઝિલૅન્ડ ખાતે આયોજિત અંડર-19 ટીમનું નેતૃત્વ કર્યું હતું.

પોરબંદરની દુલિપસિંહ સ્કૂલ વતી જયદેવ પહેલી વખત ક્રિકેટ રમ્યા હતા. જયદેવે કોચ રામભાઈ ઓડેદરાને પ્રભાવિત કર્યા હતા.

ત્યારબાદ કોલકતા નાઇટ રાઇડર્સ મારફત જયદેવની આઈપીએલમાં ઍન્ટ્રી થઈ, એ સમયે પાકિસ્તાનના ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ શકતા હતા.

વસિમ અક્રમ ટીમના કોચ હતા, તેઓ જયદેવથી ભારે પ્રભાવિત થયા હતા. 2018ની સિઝન માટે જયદેવ 11 કરોડ 50 લાખમાં વેચાયા હતા.

આઈપીએલમાં જયદેવ રાજસ્થાન રોયલ્સ, રોયલ્સ ચેલેન્જર્સ બૅગ્લોર, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ, કોલકતા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂક્યા છે.

આપને આ પણ વાંચવું ગમશે

આઈપીએલ-2019ની હરાજી

રાજસ્થાનના જયપુર ખાતે આયોજિત હરાજીમાં 351 ખેલાડીઓ બોલી માટે મૂકાયા, જેમાંથી 70ની પસંદગી થનાર હતી.

જેમાં 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડીઓ સમવિષ્ટ હતા.

કિંગ્સ ઇલેવન પંજાબે સ્પીનર વરૂણ ચક્રવર્તી માટે રૂ. આઠ કરોડ 40 લાખ ચૂકવ્યા છે.

ઇંગ્લૅન્ડના સેમ ક્યુરેન માટે કિંગ્સ ઇલેવન પંજાબે તેમના માટે રૂ. સાત કરોડ 20 લાખ ચૂકવ્યા હતા.

40 ભારતીય તથા 20 વિદેશી ખેલાડીઓ માટે કુલ ₹1,06,80,00,000નું ભંડોળ ખર્ચાયું હતું.

મોહિત શર્મા (રૂ. પાંચ કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ), મોહમ્મદ સામી (રૂ. ચાર કરોડ 80 લાખ, કિંગ્સ ઇલેવન પંજાબ), યુવરાજસિંહ (રૂ. એક કરોડ, મુંબઈ ઇલેવન)ને વેચાયા હતા.

પ્રથમ દિવસે ડેલ સ્ટેન, ચેતેશ્વર પૂજારા, બ્રૅન્ડન, મૈકલૂમ, ક્રિસ વોઍક્સ, હાસિમ આમલા, શૌન માર્શ ઍલેક્સ હેલ્સ તથા ક્રિસ જોર્ડન આજની હરાજીમાં વણવેચાયેલા રહ્યા હતા.

વર્ષ 2019માં ઇન્ડિયન પ્રિમિયર લિગ બાદ ઇંગ્લૅન્ડ ખાતે વર્લ્ડકપ યોજાશે.

ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇન્ડિયા (બીસીસીસાઈ)ને જણાવ્યું છે કે મે-2019 પછી તેના ખેલાડીઓ ભાગ નહીં લે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો