You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈશા અંબાણીના ફંક્શનમાં પર્ફૉર્મ કરનાર બિયોન્સે કોણ છે?
અંબાણી પરિવારના દરેક પ્રસંગો હંમેશાં ચર્ચાનો વિષય બની રહે છે. જેમાં બોલિવુડની હસ્તીઓની હાજરી અને પર્ફૉર્મન્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
દેશના સૌથી મોંઘી ગણાતી ઈશા અંબાણી અને આનંદ પિરામલની લગ્ન પહેલાંની સંગીત સંધ્યામાં અમેરિકન મ્યુઝિક સ્ટાર બિયોન્સેનું પર્ફૉર્મન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.
બિયોન્સેએ ઇન્ડિયન આઉટફિટ અને જ્વેલરી સાથેના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
હજી સુધી બિયોન્સેની ફી વિશે કોઈ ચોક્કસ આંકડા બહાર નથી આવ્યા, પરંતુ રિલાયન્સ ઇન્ડન્સ્ટ્રીઝના મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી માટે એમની તોતિંગ ફી એ કોઈ મોટો પ્રશ્ન નહીં જ હોય.
કોણ છે બિયોન્સે ?
યૂએસનાં જાણીતાં સિંગર, લિરિસિસ્ટ, અભિનેત્રી, રેકૉર્ડ પ્રોડ્યુસર અને ડાન્સર બિયોન્સે બાળપણથી જ અનેક મ્યુઝિક અને ડાન્સ કૉમ્પિટિશનથી જાણીતાં બન્યાં હતાં.
90 દાયકામાં તેઓ પોતાના પિતા દ્વારા શરૂ થયેલા ડેસ્ટિનીઝ ચાઇલ્ડ ગર્લ્સ ગ્રૂપનાં લીડ સિંગર તરીકે ખૂબ નામના મેળવી છે. આ ગ્રૂપના સોંગ્સને પાંચ ગ્રેમી ઍવૉર્ડ્ઝ મળ્યાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?
'ડેન્જરસલી ઇન લવ', 'બ'ડે', 6 ગ્રેમી ઍવૉર્ડ્ઝ મેળવનાર 'આઇ એમ..સાશા ફિયર્સ', 'લેમાન્ડે' અને 'ધ કાર્ટર્સ' તેમના જાણીતા મ્યુઝિક આલ્બમ્સ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ દુનિયાની બેસ્ટ સેલિંગ મ્યુઝિક આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે, જે 22 ગ્રેમી ઍવૉર્ડ્ઝ જીતી ચૂક્યા છે. તે ટાઇમ્સ અને ફૉર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી શક્યા છે.
100 ચાર્ટડ પ્લેનમાં મહેમાનોનું આગમન
દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશાના આનંદ પિરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ લગ્ન થશે.
આ લગ્ન અગાઉ વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ લગ્નમાં બોલિવુડના અનેક કલાકારો સાથે અનેક વિદેશી હસ્તીઓ હાજર રહેશે.
દેશના સૌથી મોંઘા અને ગ્લૅમરસ ગણાતા લગ્નમાં આવનારા મહેમાનોની યાદીમાં અમેરિકાના 2016નાં પ્રથમ મહિલા તેમજ પ્રમુખપદના દાવેદાર હિલેરી ક્લિન્ટન, એરિયાના હફિંગ્ટન, સચીન તેંડુલકર અને સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મીત્તલ સહીતનાં નામો સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ દેશ-વિદેશના મહેમાનો લગભગ 100 ચાર્ટર્ડ પ્લેનમાં લગ્નમાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી દેશમાં સેલિબ્રિટી વેડિંગનો માહોલ ચાલી રહ્યો છે. જેમાં અનેક સ્ટાર પર્ફૉર્મન્સીસે આકર્ષણ જમાવે છે. જોકે, અંબાણી પરિવારની મહેમાનોની આ યાદીએ દરેકને પાછળ રાખી દીધા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો