You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બુલંદશહેર:યુપીમાં લાખો મુસલમાનો એકઠા કેમ થયા હતા?
રાજસ્થાનમાં આ શુક્રવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે.
ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલે છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય ઉદ્દેશ્યથી શેર થઈ રહેલા વીડિયો અને તસવીરોની સંખ્યામાં પણ વધારો થયો છે.
એક્તા ન્યૂઝ રૂમે કેટલીક ખોટી તસવીરો અને વીડિયોની તપાસ કરી.
તમે આ વાંચ્યું કે નહીં?
બાબરી મસ્જિદ માટે એકઠા થયા મુસલમાનો - ફેક
સોશિયલ મીડિયા પર આ તસવીર ઉત્તર પ્રદેશના બુલંદશહેરની તસવીરના નામે શેર થઈ રહી છે.
ઘણા ફેસબુક યૂઝર્સે પોતાનાં ક્લોઝ્ડ ગ્રૂપ્સમાં લખ્યું છે કે, 'બુલંદશહેરમાં બાબરી મસ્જિદ માટે એકઠા થયા લાખો મુસલમાન.'
બુલંદશહેરમાં સોમવારે એક પોલીસ અધિકારીના મૃત્યુ બાદ થયેલા હોબાળા સાથે જોડીને પણ કેટલાક લોકો આ તસવીરને શેર કરી રહ્યા છે.
કેટલીક ફેસબુક પોસ્ટ્સમાં લખ્યું હતું કે ભારતમાં મુસલમાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેનાથી હિંદુઓની ઉપર જોખમ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાખો મુસ્લિમ 1-3 ડિસેમ્બર દરમિયાન ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં આયોજિત 'ઇઝ્તેમા'માં પહોંચ્યા હતા, પણ બાબરી મસ્જિદ વિવાદને આ આયોજન સાથે કોઈ જ લેવાદેવા નથી.
સરળ ભાષામાં ઇઝ્તેમાને 'મુસલમાનોનો સત્સંગ' કહી શકાય.
આ આયોજનમાં મુસ્લિમ ધર્મગુરુ મુસલમાનોને તેમની પ્રાથમિક શિક્ષાઓ તરફ પરત ફરવા માટે આહ્વાન કરે છે.
ભારતમાં સૌથી મોટાપાયે ભોપાલમાં ઇઝ્તેમાનું આયોજન થાય છે. ત્રણ દિવસના એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુન્ની મુસ્લિમ એકઠા થાય છે.
કુવૈતના ન્યૂઝ નેટવર્ક 'દેરવાઝા ન્યૂઝ'એ તેમની સાઇટ પર આ તસવીર વર્ષ 2017માં પૂર્વ-આફ્રીકન દેશ તંઝાનિયાની જણાવીને શેર કરી હતી.
મુસ્લિમ ધર્મગુરુઓ પ્રમાણે, ઇઝ્તેમાને રાજકીય મુદ્દાઓથી હંમેશાં દૂર રાખવામાં આવે છે. હવે વાત બુલદંશહેરના નામે વાઇરલ થઈ રહેલી તસવીરની, આ તસવીરને 'ઇસ્લામ ફૉર એવરિવન' નામના ફેસબુક પેજે 29 મે 2016ના રોજ પોસ્ટ કરી હતી.
આ તસવીરમાં દેખાતા લોકોની વેશભૂષા, ટોપીઓ અને રંગ જોઈને એવું લાગે છે કે આ તસવીર કોઈ મુસ્લિમ વસતી ધરાવતા આફ્રીકન દેશની તસવીર છે.
આ તસવીર ધૂંધળી હોવાના કારણે અને તસવીરમાં જગ્યાઓ ઓછી દેખાતી હોવાના કારણે ફૉરેંસિક તપાસ કરીને તસવીર વિશે જાણકારી મેળવવી મુશ્કેલ છે, પણ જૂની પોસ્ટ્સના આધારે જરૂર કહી શકાય કે આ તસવીર બુલંદશહેરની નથી.
કોંગ્રેસની રેલીમાં હોબાળો - ફેક
દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક પેજ્સ પર ચૂંટણી પ્રચારની એક રેલીની તસવીર શેર કરાઈ છે, જે રાજસ્થાનના જોધપુરની તસવીર હોવાનો દાવો છે.
ફોટો શેર કરનારનો દાવો છે કે આ ફોટો જોધપુરમાં યોજાયેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જનસભાનો છે, જેના પછી કોંગ્રેસ સમર્થકોએ શહેરમાં તોડફોડ કરી હતી.
જોકે, ટ્વિટર પર કેટલાક યૂઝર્સે આ તસવીર શેર કરીને લખ્યું કે ભાજપાની રેલીઓમાં ભીડ એકઠી થઈ રહી છે, જે કોંગ્રેસ નેતા અશોક ગહલોત માટે ચિંતાનો મુદ્દો છે.
કલકત્તાથી @rishibagree નામના એક ટ્વિટર યૂઝરે મંગળવારે ટ્વીટ કર્યું, "રાજસ્થાનમાં હવે 50-50ની ટક્કર થઈ ગઈ છે. કોંગ્રેસનું દમ ઘટી રહ્યું છે અને ભાજપની રેલીઓમાં ભીડ એકઠી થઈ રહી છે."
જોકે, આ તમામ દાવાઓ ખોટા છે. આ તસવીર 29 નવેમ્બર 2013ની છે.
એટલે કે રાજસ્થાન વિધાનસભાની પાછલી ચૂંટણી વખતે આ તસવીર લેવાઈ હતી.
એ વખતે નરેન્દ્ર મોદી 2014ની સામાન્ય ચૂંટણી માટે ભાજપાના પીએમ પદના દાવેદાર તરીકે રાજસ્થાનમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો