You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જીડીપી આકલનનો માપદંડ બદલવો મોદી સરકાર માટે કેટલું યોગ્ય?
- લેેખક, પૂજા મહેરા
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આ વર્ષની શરૂઆતમાં સરકારે રાષ્ટ્રીય આંકડાકીય આયોગ (નેશનલ સ્ટૅટિસ્ટિક કમિટી)ની તકનીકી સમિતિએ જીડીપી (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ) પર રજૂ કરાયેલા અનુમાનોને નજરઅંદાજ કરી દીધા હતા.
ત્યારબાદ નીતિ આયોગ અને કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય (કેન્દ્રીય સ્ટૅટિસ્ટિક ઓફિસ)એ વૈકલ્પિક આંકડાઓ રજૂ કર્યા અને સમગ્ર વિવાદ પેદા થયો.
નીતિ આયોગ અને સીએસઓ દ્વારા રજૂ કરવામાં આવેલા અનુમાનોમાં આર્થિક સ્તરે યૂપીએ સરકાર (મનમોહનસિંઘ સરકાર)ની તુલનાએ મોદી સરકારને સારી ગણવામાં આવી.
આ અનુમાનો અનુસાર યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન જીડીપી ક્યારેય 9 ટકા સુધી પહોંચી શક્યો નહોતો.
જોકે, આનાથી ઊલટું એસએસસીની કમિટીએ 2007-08માં 10.23% અને 2010-11માં 10.78% જીડીપી હોવાનું અનુમાન કર્યું હતું.
કમિટીએ અન્ય બે વર્ગોમાં પણ 9 ટકાથી વધુ વૃદ્ધી દર્શાવી હતી, 2005-06માં 9.6 ટકા અને 2006-07માં 9.7 ટકા.
આ અંગે નાણાં પ્રધાન અરુણ જેટલી અને પી. ચિદમ્બરમ વચ્ચે રાજનૈતિક મતભેદ સિવાય સમગ્ર પ્રક્રિયા પર સીએસઓના પૂર્વ અધિકારીઓએ અને સ્વતંત્ર અર્થશાસ્ત્રોએ ઘણા મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી.
પરંતુ મોદી સરકાર, સીએઓ અને નીતિ આયોગ આ સવાલો પર મૌન જ રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંકડાઓનું ગણિત સમજો
જીડીપી એક 'આધાર વર્ષ'ના ઉત્પાદનની કિંમત પર નક્કી કરવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં સંરચનાત્મક પરિવર્તનને ધ્યાનમાં રાખીને આધાર વર્ષના ગાળામાં સમયાંતરે ફેરફાર કરવામાં આવતો હોય છે.
2015માં આ પરિવર્તન અંતર્ગત આધાર વર્ષ 2004-05થી હટીને 2011-12 કરવામાં આવ્યું હતું.
આનાથી જીડીપીના બે અનુમાનો મળ્યા. 2004-05ના આધારે જૂની સિરીઝ અને 2011-12ના નવા આધારે નવી સિરીઝ. ભારતમા દર ત્રણ મહિને જીડીપીની ગણતરી થાય છે.
જ્યારે આધાર વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો, તો નવી સિરીઝમાં ઘણાં પરિવર્તન કરવામાં આવ્યાં. જોકે, ત્યાં પણ એક સમસ્યા હતી.
જૂની સિરીઝથી 1950-51થી 2014-15 સુધીના જીડીપી અનુમાન મળ્યાં, જ્યારે નવી સિરીઝથી 2011-12 સુધીનાં અનુમાનો મળ્યાં.
પરિણામ સ્વરૂપે 2011-12થી પહેલાંના ટ્રૅન્ડની કોઈ સાર્થક શોધ કરી શકાય તેમ નહોતું.
તે એકૅડેમિક શોધની સાથે નીતિઓ ઘડવા અને તેના મૂલ્યાંકનને અંધારામાં રાખે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પહેલાં કેવી રીતે થતું આંકલન?
પહેલાંના દાયકાઓમાં આધાર વર્ષમાં જ્યારે પણ ફેરફાર કરવામાં આવ્યું, જેવી રીતે 2004-05 માં કરવામાં આવ્યું ત્યારે જીડીપી સિરીઝે 1950-51 સુધીના જીડીપી આંકનું અનુમાન લગાવ્યું હતું.
ત્યારબાદ આંકડાકીય નિષ્ણાંતોની એનએસસી કમિટીએ આ વર્ષે ઑગસ્ટમાં અન્ય એક બૅન્ક સિરીઝ જાહેર કરી.
તેમાં દર્શાવવામાં આવ્યું કે મોદી કાર્યાલયના પ્રથમ ચાર વર્ષોની તુલનામાં યૂપીએના 2004-05થી 2013-14ના સમયગાળામાં અર્થવ્યવસ્થામાં ઘણી વૃદ્ધિ જોવા મળી હતી.
મીડિયામાં બૅન્ક સિરીઝના સમાચાર આવ્યા અને આંકડાકીય મંત્રાલયની વેબસાઇટ પર તેને જાહેર કરવાના લગભગ 15 દિવસો બાદ મોદી સરકાર ગભરાઈ ગઈ.
ગભરામણમાં તેણે અનુમાનોને 'અનૌપચારિક' ગણાવી રિપોર્ટમાં 'ડ્રાફ્ટ' શબ્દ ઉમેરાવી દીધો.
બુધવારે સરકાર અને સીએસઓ દ્વારા જાહેર ના કરાયું કે એનએસસી કમિટીએ બૅન્ક સિરીઝને કેમ ફગાવી દીધી?
સીએસઓ પાસે યોગ્ય ડેટાનો અભાવ હતો. તેમણે યૂપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળના મોટાભાગના વર્ષોમાં જીડીપીમાં થયેલા વૃદ્ધિ દરના આંકડાઓને ઘટાડી દીધા.
ખાસ કરીને બે વર્ષોમાં આ કપાત અસામાન્ય રૂપથી ઘણી વધુ હતી.
2007-08માં આંકડા 9.8 ટકાથી ઘટાડીને 7.7 ટકા કરી દેવામાં આવ્યા તો 2010-11માં 10.3 ટકાથી ઘટાડીને 8.5 ટકા કરી દેવામાં આવ્યા.
યૂપીએ સરકારના કાર્યકાળનું આ એકમાત્ર એવું વર્ષ હતું જ્યારે દેશે દસકનાં આંકડામાં વૃદ્ધિ નોંધાવી હતી.
ગુરુવારે એ વાત પણ સામે આવી કે નીતિ આયોગ અને સીએસઓ આના પર સાથે કામ કરવામાં આવ્યું હતું.
આ જ કારણ હતું કે નીતિ આયોગના મંચ પર બૅન્ક સિરીઝ જાહેર કરવામાં આવી હતી. તેના ઉપાધ્યક્ષ રાજીવ મારના ટ્વીટથી આ વાત સામે આવી હતી.
મોદી સરકાર મૌન કેમ?
નીતિ આયોગનું આ જોડાણ અજોડ તો હતું જ, સાથે વિવાદાસ્પદ પણ હતું. સીએસઓ અને ભારતીય આંકડાકીય વિભાગની વિશ્વસનીયતા પર આ મોટો હુમલો હતો.
સીએસઓના પૂર્વ પ્રમુખોએ નીતિ આયોગની હિસ્સેદારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે નીતિ આયોગને કહ્યું કે સીએસઓને જીડીપી અનુમાનોને સ્વતંત્ર રૂપે તૈયાર અને જાહેર કર્યાં છે.
માત્ર બે કલાક પહેલાં આ આંકડાઓને વડા પ્રધાન, નાણાં પ્રધાન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સાથે જ શૅર કરવામાં આવ્યા હતા.
સીએસઓને આંકડાકીય નિષ્ણાંતો દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે.
બીજી તરફ નીતિ આયોગની અધ્યક્ષતા વડા પ્રધાનના હાથમાં હોય છે અને તેમની સ્થિતિ સરકારના પક્ષકારના રૂપમાં હોય છે.
નીતિ આયોગ અને તેમના ઉચ્ચ અધિકારીઓનું ગત સરકારની નિયુક્તિ પર સતત હુમલા કરવાનું વલણ રહ્યું છે.
જેમ કે રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ.
ભારતના પૂર્વ મુખ્ય આંકડાવિદ્ પ્રોનબ સેને 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારને એસએનએ અને બૅન્ક સિરીઝમાં કેટલીક વિસંગતિઓ અંગે જણાવ્યું છે.
મોદી સરકારને છેલ્લા થોડા સમયથી અર્થવ્યવસ્થાને લઈને આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નાણાં મંત્રાલય તરફથી આ અંગે કોઈ જવાબ પણ નથી આપવામાં આવી રહ્યો કે લોકસભા ચૂંટણી પહેલાં એક અધૂરી બૅન્ક સિરીઝને શા માટે જાહેર કરવામાં આવી?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો