સબરીમાલા દક્ષિણમાં ભાજપનું અયોધ્યા બની શકશે?

સબરીમાલા દક્ષિણનું અયોધ્યા બની શકે?

ઇમેજ સ્રોત, SABARIMALA.KERALA.GOV.IN/BBC

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, સબરીમાલાથી બીબીસી માટે

સત્તાધારી ભારતીય જનતા પક્ષ 1990ના દાયકામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો લઈને કેન્દ્રમાં આવ્યો હતો. ભાજપે પોતાનું આ વચન પાળ્યું નહીં અને તે દલીલનો અલગ મુદ્દો છે.

એ બાબતથી સૌ સંમત થશે કે રામ મંદિરના મુદ્દાએ ઉત્તર ભારતમાં ભારતીય જનતા પક્ષને પ્રચંડ સમર્થન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ મુદ્દો ઉઠાવ્યાના થોડા સમયમાં જ ભાજપે કેન્દ્રમાં સત્તા હાસલ કરવામાં સફળતા મેળવી હતી.

એક રીતે ભાજપ ઉત્તર ભારતનો જ પક્ષ ગણવામાં આવે છે, પરંતુ હવે સબરીમાલા મંદિરના સ્વરૂપમાં ભાજપને અયોધ્યા જેવો જ એક મુદ્દો મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.

પાછલા બે મહિનામાં આ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

કેરળમાં ભાજપની ઉપસ્થિતિથી કોઈ ઇન્કાર કરી શકે નહીં.

સબરીમાલાના અયપ્પા સ્વામી મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષના મહિલાઓનો મંદિરમાં પ્રવેશ નિષેધ હતો.

જોકે, સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આ પ્રતિબંધ દૂર કર્યો હતો.

આ ચુકાદાની સાથે જ ભાજપને મહિલાઓના અધિકારોની વિરુદ્ધ અને પરંપરાની તરફેણમાં લોકોને એકઠા કરવાની તક મળી ગઈ હતી.

સબરીમાલા મંદિરના કમાડ વર્ષમાં એક વખત આવતાં 64 દિવસના મંડલા- મક્કરવિલક્કૂ તીર્થાટન માટે 17મી નવેમ્બરે ખૂલ્યા હતા.

મંદિરના દ્વાર ખૂલતાંની સાથે સીપીએમ અને લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટના નેતૃત્વની સરકાર અને ભાજપ વચ્ચે તણાવ સર્જાયો છે.

line

સીપીએમનું નરમ વલણ

સબરીમાલા દક્ષિણનું અયોધ્યા બની શકે?

ઇમેજ સ્રોત, PTI

સબરીમાલામાં પોલીસના નવા કાયદા હેઠળ ભાજપના એક નેતા અને હિંદુ સંગઠન સાથે જોડાયેલા એક નેતાની ધરપકડ થઈ હતી.

આ ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં.

નિયમનું પાલન ન કરવા બદલ જેલમાં ધકેલાયેલા નેતાના સમર્થનમાં નાના-નાના ગામોમાં પણ 200,300 લોકો વિરોધ પ્રદર્શનોમાં જોડાતાં હતા.

રાજકીય વિશ્લેષક જો સ્કારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અહીંયા લોકો મોટી સંખ્યામાં મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યાં છે. એવું જણાઈ રહ્યું છે કે સીપીએમે આ બાબતમાં ઢીલું વલણ દાખવ્યું છે."

ઇતિહાસકાર અને ફૅમિનિસ્ટ જે. દેવિકાએ જણાવ્યું, "આ ઘટનાથી ભાજપનો ફક્ત રાજકીય જ નહીં, પરંતુ સામાજિક વિકાસ પણ થયો છે. "

"અહીંયા રૂઢિચુસ્ત પ્રથાઓ પ્રવર્તમાન હતી, જેનો ઉપયોગ ડાબેરીઓ કરી રહ્યાં હતાં."

"ડાબેરીઓએ અહીંના સામાજિક પછાતપણાં અને રાજકીય રીતે પ્રગતિશીલ વાતાવરણનો અત્યાર સુધી લાભ લીધો હતો."

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક બી. આર. પી. ભાસ્કરે કહ્યું, "ઈ. એમ. એસ. નંબુદરીપાદ (વર્ષ 1957માં દેશની પ્રથમ કૉમ્યુનિસ્ટ પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી) ઈશ્વરમાં આસ્થા ધરાવતા નહોતા, છતાં પોતાના પત્ની સાથે કાયમ મંદિર જતા હતા."

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

સામાજિક રૂઢિનો ઉપયોગ

સબરીમાલા દક્ષિણનું અયોધ્યા બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images

સામાજિક રૂઢિનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવાનું ચલણ હજુ પણ કાયમ છે. ડાબેરીઓ આનાથી અજાણ હતા એવું નથી.

દેવિકા કહે છે કે જે નારીવાદીઓએ આ મુદ્દે ડાબેરીઓને ચેતવણી આપી હતી તેમની ઝાટકણી કાઢી નાખવામાં આવી હતી.

દેવિકાએ કહ્યું, "દક્ષિણપંથીઓ સામાજિક રૂઢિનો ઉપયોગ સક્રિય રીતે કરી રહ્યાં છે."

"આ નીતિ ડાબેરીઓ કરતા દક્ષિણપંથીઓના ચોકઠામાં વધુ સુપેરે બેસે છે, તેથી તેઓ તેનો ફાયદો લઈ રહ્યાં છે."

"હકીકતે ડાબેરીઓ આ સમસ્યાને પહોંચી વળે તેટલા હોશિયાર નથી."

એશિયાનેટ ટેલિવિઝનના મુખ્ય સંપાદક અને રાજકીય વિશ્લેષક એમ. જી. રાધાકૃષ્ણનએ કહ્યું:

"સરકાર કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહેલા સંગઠનો સાથે વાતચીત તો કરી જ શકે તેમ હતી."

"સરકાર આ મુદ્દે વધારે કુશળતા દાખવી શકતી હતી."

"સરકાર પાસે કેરળના સૌથી મોટા દલિત સંગઠન પુલેયાર મહાસભા સાથે વાતચીત કરવાનો દરવાજો ખુલ્લો હતો. આ સંગઠન ભાજપની વિરુદ્ધ હતું."

"સરકારે પાસે ભાજપનો રાજકીય મુકાબલો કરવા માટે કોઈ વ્યૂહરચના નહોતી."

કાયદાકીય નિષ્ણાતોના મતે કેરળ સરકાર પાસે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની તકફેણમાં રહ્યા સિવાય કોઈ "વિકલ્પ નહોતો."

કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને વારંવાર એવું નિવેદન આપ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં અપીલ નહીં કરે.

તેમણે ત્યાં સુધી કહ્યું કે સરકાર કોર્ટના આદેશને લાગુ કરવા પૂરતો સમય પણ માંગશે નહીં, કારણ કે સરકારે કોર્ટમાં સોંગધનામું દાખલ કર્યું હતું કે સરકાર મંદિરમાં મહિલાઓના પ્રવેશની તરફેણમાં છે.

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

'અલગ લકીરે મતદાન થાય છે.'

સબરીમાલા દક્ષિણનું અયોધ્યા બની શકે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કેરળમાં સબરીમાલા મંદિરના વિવાદથી ભાજપને લાભ થયો એ બાબતથી કોઈ પણ વિશ્લેષક ઇન્કાર કરી શકે નહીં.

પરંતુ આ મુદ્દો રાજ્યના લોકોનો વોટ ભાજપની તરફેણમાં ફેરવી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ છે.

બી. આર. પી. ભાસ્કરે કહ્યું, "ભાજપને આ મુદ્દે ધાર્યું પરિણામ મળે તેવી શક્યતા ઓછી છે."

"ભાજપને એવી ધારણા છે કે તે ત્રિપુરાની જેમ કેરળમાં સફળતા મેળવી શકશે, પરંતુ કેરળમાં આંદોલનોના મુદ્દાથી વિપરીત મતદાન થાય છે."

કેરળમાં ભાજપને વર્ષ 2011ની વિધાનસભા ચૂંટણીમાં 8.98 ટકા મતની સામે વર્ષ 2016ની ચૂંટણીમાં 15.20 ટકા મત મળ્યા હતા. ભાજપે રાજ્યમાં એક બેઠક પણ હાંસલ કરી છે.

કેરળમાં રાજકીય પક્ષોની હાજરી સમાજિક દૃષ્ટિ સંકૂચિત છે એ બાબત જગજાહેર છે.

દાખલા તરીકે કોંગ્રેસ. કોંગ્રેસ એવો પક્ષ છે જેને કેરળમાં નાયર અને ખ્રિસ્તીઓ બન્ને સમુદાયનું સમર્થન છે.

કોંગ્રેસની આગેવાની વાળા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (યૂડીએફ)ના અન્ય સભ્ય મુસ્લિમ લીગને મુસલમાનોનું સમર્થન છે. એવી રીતે કોંગ્રેસ મણિ ગ્રૂપને ખ્રિસ્તીઓનો ટેકો છે.

બીજી બાજુ રાજ્યમાં હિંદુઓની વસતિ 55 ટકા છે. સીપીએમમાં આ ઘટકોની સંખ્યા 80 ટકા છે, જેમાં રાજ્યની સૌથી વધુ વસતિ ધરાવતા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) સમુદાયનો સમાવેશ પણ થાય છે.

સીપીએમ પક્ષ અલ્પસંખ્યકો સુધી પહોંચીને પોતાની પકડને મજબૂત બનાવી રહ્યો છે. આ રાજ્યમાં મુસ્લિમ અને ખ્રિસ્તિઓ રાજ્યની કુલ વસતિના 55 ટકા છે.

એમ. જી. રાઘાકૃષ્ણને કહ્યું, "ભાજપને ચોક્કસપણે ફાયદો થયો છે. લોકોનું વલણ કોંગ્રેસથી ભાજપ તરફ દોરવાયું છે."

"જોકે, આમાંથી કેટલા ટકા લોકો ભાજપ તરફે મતદાન કરશે તે કહેવું મુશ્કેલ છે."

"રાજકીય પરિવર્તન આવી રીતે જ આવે છે અને જો આવું થશે તો કૉંગ્રેસની હાર થશે."

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

મતદારો કોના પક્ષે જશે?

સબરીમાલા દક્ષિણનું અયોધ્યા બની શકે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

સીપીએમ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇંડિયા)ના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું, "ભાજપે મંડલા-મક્કરવિલક્કૂના પ્રથમ દિવસે હડતાળ કરી હતી."

"જેના લીધે લોકો સુધી એ વાત પહોંચાડવામાં અમને સરળતા થઈ કે ભાજપનો ચોક્કસ ઍજન્ડા છે."

"હડતાળના કારણે ભક્તો બસ સ્ટેશને અટવાઈ ગયા હતા."

"ભાજપને વધારે ફાયદો કોંગ્રેસના ઊંચી જ્ઞાતિના સમર્થકોથી મળશે."

"આ સમર્થકોનું વલણ ભાજપ તરફે ઢળશે, કારણ કે હવે કોંગ્રેસ પણ આ આંદોલનમાં જોડાઈ ગઈ છે. "

કોંગ્રેસના એક નેતાએ નામ ન આપવાની શરતે એ આ તર્કને ફગાવી દીધો.

line
સબરીમાલા દક્ષિણનું અયોધ્યા બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images

સીપીએમના નેતાએ કહ્યું કે આ આંદોલનથી ઉલ્ટું કોંગ્રેસને ફાયદો થશે.

બી.આર.પી. ભાસ્કરે જણાવ્યું, "કેરળમાં ઑગસ્ટમાં જે પૂર આવ્યું, ત્યારબાદ એવું જણાતું હતું કે રાજ્યમાં લોકો જ્ઞાતિના વાડા ભૂલીને એક થયા છે."

"પરંતુ સબરીમાલા મંદિરના મુદ્દાના લીધે કેરળ જે સામાજિક વિકાસ પર ગર્વ કરતું હતું, તેની વચ્ચે છૂપાયેલી ધાર્મિક ભાવના પણ જોવા મળી."

દક્ષિણ ભારતના રાજ્યમાં ઉત્તર ભારતના રાજ્યોથી વિપરીત ભગવાન રામ માટે વિશેષ લાગણી જોવા મળતી નથી.

ભાજપને કર્ણાટકમાં પણ સત્તા સુધી પહોંચાડવામાં રાજ્યના મુખ્ય લિંગાયત સમુદાયના વોટનો જ ફાળો હતો જેના લીધે ભાજપ સત્તાની નજીક પહોંચ્યો હતો.

ભાજપના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું, “કેરળના લોકોને ભગવાન રામનો મુદ્દો અસર કરતો નથી, પરંતુ સ્વામી અયપ્પાનો મુદ્દો સારી રીતે સ્પર્શે છે.”

ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું, "કેરળમાં ફક્ત ભાજપ જ ભક્તોના સમર્થનમાં છે, એવી ભાવના અમને લોકોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે."

"અમે પાર્ટીના નવા સભ્યો બનાવવા નીકળ્યા નથી, પરંતુ આની અસર ચૂંટણીમાં જોવા મળશે."

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ વર્ષ બાદ થશે. છ મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાશે.

શું ભાજપા તાજેતરમાં જે સ્થિતિ ઉદભવી છે તેને જાળવી રાખવામાં સફળ રહેશે કે નહીં તે મોટો સવાલ છે.

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો