You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી વિશે થરુરે વાપરેલો શબ્દ 'Floccinaucinihilipilification'નો અર્થ શો થાય?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર તેમની વિશિષ્ટ ઇંગ્લિશ ભાષાશૈલી માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે ટ્વીટ કર્યું હતું તેમાં એક ખૂબ જ લાંબો શબ્દ વાપર્યો હતો. આ શબ્દ છે 'Floccinaucinihilipilification'.
શશી થરુરે જ્યારે પુસ્તક વિશે ટ્વીટ કર્યું ત્યારે તેમણે પુસ્તકની તસવીર સાથે લખ્યું હતું,
"મારું નવું પુસ્તક, 'ધ પૅરાડૉક્સિયલ પ્રાઇમ મિનિસ્ટર. તેમાં 400 પાનાનાં લખાણ સિવાય Floccinaucinihilipilification પર પણ મારી મહેનત છે."
ખરેખર તેમણે વડા પ્રધાન મોદી પર એક પુસ્તક લખ્યું છે તે પુસ્તક લખવા સંદર્ભે આ શબ્દ પ્રયોજ્યો હતો.
પરંતુ આ શબ્દ મામલે સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો. થરૂર આવા વિશિષ્ટ શબ્દોનો પ્રયોગ કરવામાં માહેર ગણવામાં આવે છે.
ઘણી વાર સોશિયલ મીડિયા પર તેમને નૅટિઝન્સ પ્રતિક્રિયા પણ આપતા જોવા મળે છે કે તમારા ટ્વીટ વાંચવા માટે તેમણે ડિક્શનરી લઈને બેસવું પડે છે.
તેમના શબ્દોનો અર્થ સમજવા ગૂગલ કરવું પડતું હોવાનું ઘણા યુઝર મજાકમાં કહેતા હોય છે.
Floccinaucinihilipilificationનો અર્થ શું થાય?
શશી થરૂરે વાપરેલા આવા અઘરા શબ્દોની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી Floccinaucinihilipilification, Farrago, Webaqoof, Rodomontade, Snollygoster, Puerile, Arcan, Frisson સહિતના વિશિષ્ટ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તેમના કેટલાક ટ્વીટમાં કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં તેમણે વાપરેલા Floccinaucinihilipilificationને કઈ રીતે બોલવો(કે ઉચ્ચારવો) તે અંગે પણ સોશિયલ યુઝર્સ મૂંઝવણમાં જોવા મળ્યા.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉચ્ચારણ શું થાય?
'ઑક્સફૉર્ડ ડિક્શનરી' અનુસાર આ શબ્દનો અર્થ થાય છે કોઈ કામને નકામું સમજવું.
તેનો બીજો અર્થ થાય છે કોઈ પણ વાત પર ટીકા કરવાની આદત, ભલે તે સાચું હોય કે ખોટું. તેનું ઉચ્ચારણ 'ફ્લૉક્સિનૉસિનિહિલિપિલિફિકેશન' થાય છે. ગૂગલ ટ્રાન્સલેટર પણ આ શબ્દનું ભાષાંતર કરતું નથી.
બીબીસીએ આ શબ્દ વિશે વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી.
આ મામલે વડોદરાની એમ. એસ .યુનિવર્સિટીના પ્રોફેસર સચિન કેતકરે જણાવ્યું, "મૂળ લેટિન શબ્દોમાંથી આ શબ્દ બન્યો છે. ભાષા સમય જતાં સરળ અભિવ્યક્તિના અભિગમ તરફ આગળ વધતી હોય છે."
"આથી આ પ્રકારના શબ્દો બોલચાલમાં નથી સાંભળવા મળતા. વળી આ Floccinaucinihilipilification શબ્દ સૌથી લાંબા શબ્દોમાંનો એક છે. આ પ્રકારના ખૂબ જ ઓછા શબ્દો છે."
"અઘરો શબ્દ હોવાથી તે માત્ર લખાણમાં કે ટેકનિકલ લખાણમાં જ ઉપયોગમાં લેવાય છે. જોકે, શશી થરૂરે આ શબ્દ મજાકની શૈલીમાં વાપર્યો છે."
આ શબ્દ ક્યાંથી આવ્યો?
'ઑક્સફૉર્ડ ડિક્શનરી' અનુસાર આ શબ્દ વર્ષ 1777માં વિલિયમ શેનસ્ટોને તેમની કવિતામાં 'I loved him for nothing so much as his flocci-nauci-nihili-pili-fication of money' વાપર્યો હતો.
આ શબ્દ flocciˈnaucical અને flocciˈnaucity પરથી બન્યો છે.
ઓગણીસમી સદીમાં એક ઇંગ્લિશ કવિ આર. સાઉધીએ પણ તેનો ઉપયોગ કર્યો હતો.
તેમણે વર્ષ 1826માં ચર્ચને લખેલા એક પત્રમાં તેને વાપર્યો હતો.
આમ અઢાર અને ઓગણીસમી સદીના અંગ્રેજી સાહિત્યમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
સોશિયલ મીડિયા યુઝર્સ મૂંઝવણમાં?
જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ શબ્દ અંગે ચર્ચા કરી રહ્યા છે.
એક બાળકે આ શબ્દ ઉચ્ચારવાની કોશિશ કરી હતી. હળવા મિજાજમાં શશી થરુરે બાળકની માફી પણ માગી હતી.
એક યુઝરે લખ્યું, "આશા રાખું છું કે (શશી થરુર)ના પુસ્તક સાથે ડિક્શનરી ફ્રી મળશે."
જ્યારે એક અન્ય યુઝરે લખ્યું,"ખાતરી કરજો કે તમે(શશી થરુર) પુસ્તક સાથે ઑક્સફૉર્ડ ડિક્શનરી પણ જોડી આપો."
માનમોહન સિંહ નામના યુઝરે લખ્યું,"તમે આ શબ્દને કઈ રીતે બોલવો એ પણ શીખવાડો."
બીજા યુઝરે લખ્યું, ''સો વખત કોશિશ કર્યા બાદ આખરે ઉચ્ચાર કરી શક્યો. હવે મને શાંતિથી ઊંઘ આવશે.''
અશ્વિન વિશ્વનાથે લખ્યું,"મેં આ શબ્દ પહેલાં પણ સાંભળ્યો છે અને હું તેને બોલવાની પ્રૅક્ટિસ કરી રહ્યો છું."
જય ભારદ્વાજ નામના ટ્વિટર યુઝરે લખ્યું,"તમારી પાસે એક અલગથી ટ્વિટર હેન્ડલ હોવું જોઈએ જેમાં તમે માત્ર આ પ્રકારના નવા શબ્દો મૂકી શકો."
રોશની મેંગ્લોરે લખ્યું,"તમે તમારા ચાહકોને ટ્વિટર પર ચીડવીને મજા લઈ રહ્યા છો."
થરુર ખુદ ઉચ્ચારણ કરી શકે છે?
આખરે ટ્વિટર પર આ શબ્દ બોલવા મામલે યુઝર્સ ચર્ચા કરવા લાગ્યા અને સંઘર્ષ અનુભવી રહ્યા હતા ત્યારે શશી થરુરે ખુદ આ શબ્દનું ઉચ્ચારણ કરીને બતાવ્યું.
તેમણે આ માટે એક ઑડિયો ટ્વીટ કર્યો જેમાં તેઓ 'ફ્લૉક્સિનૉસિનિહિલિપિલિફિકેશન'નું ઉચ્ચારણ કરી બતાવ્યું.
વળી બાદમાં તેમણે ફરીથી એક નવું ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર હળવી મજાક કરતું ટ્વીટ કર્યું હતું.
તેમાં તેમણે ફરીથી એક નવો શબ્દ લખ્યો હતો. આ શબ્દ છે 'hippopotomonstrosesquipedaliophobia!'.
આ વિશે તેમણે લખ્યું કે લાંબા શબ્દો વિશેનો ભય દર્શાવવા માટે વપરાતો શબ્દ છે. પરંતુ પુસ્તકમાં Paradoxical (પૅરાડોક્સીકલ) સૌથી લાંબો શબ્દ છે.
જોકે, આવું પહેલી વખત નથી થયું કે શશી થરુરે કોઈ નવો અઘરો શબ્દ ટ્વીટ કર્યો હોય અને સોશિયલ મીડિયામાં યુઝર્સ મૂંઝવણમાં મૂકાયા હોય.
થરૂરે અન્ય ક્યા ક્યા અઘરા શબ્દો વાપર્યા?
આ અગાઉ તેમણે Farrago, Webaqoof, Rodomontade, Snollygoster, Puerile, Arcan, Frisson શબ્દો વાપર્યા હતા ત્યારે પણ સોશિયલ મીડિયામાં તેઓ ટ્રૉલ થયા હતા.
આ શબ્દોના ઉચ્ચારણ અને અર્થ ઑક્સફૉર્ડ-કેમ્બ્રિજ ડિક્શનરી પ્રમાણે આ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો