વિરાટ કોહલી : બૅટની કમાઈ, કૅપ્ટન્સીમાં ધોવાઈ!

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, દિલ્હી

દરેક સિક્કાની બે બાજુ હોય છે અને તેની બન્ને બાજુ હેડ નથી હોય. મતલબ કે બન્ને બાજુ સરખી ન હોઈ શકે.

વિરાટ કોહલીની કિસ્મતને ઇંગ્લૅન્ડમાં માત્ર ટૉસ દ્વારા દગો નથી મળ્યો, પરંતુ એક જ સમયે બે મોરચા પર કમાલ દેખાડવાની ઇચ્છાથી પણ ફટકો લાગ્યો છે.

બૅટ્સમૅન કોહલીએ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ખૂબ કમાલ કરી, પરંતુ કૅપ્ટન્સીમાં સતત પાંચ ટૉસ હારનારા વિરાટ કોહલી આ શ્રેણી 1-4થી હારી ગયા.

ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, "અમુક બાબતો હશે જે અંગે અમે વિચારીશું અને તેને અવસર બનાવી શકાયો હોત કે નહીં તે અંગે ચર્ચા કરીશું. "

ઉલ્લેખનીય છે કે મેચ જીતવા પર કૅપ્ટનની વાહવાહી થાય છે, પરંતુ મેચમાં હાર બાદ તેમની જ બુરાઈ કરાય છે.

સવાલોથી ઘેરાયા વિરાટ

શું ટીમ મૅનેજમૅન્ટનો નિર્ણય ક્રિકેટ સિરીઝમાં ભારતની હારનું કારણ બને, જ્યાં ઘણીવાર મહેમાન ટીમ યજમાન ટીમ પર ભારે પડે છે?

સિરીઝ ખતમ થયા બાદ કોહલીએ પોતે આંકલન કર્યું કે શું ભારતની હારનું એકમાત્ર કારણ આ જ હતું?

સિરીઝ ખતમ થયા બાદ કોહલીએ કહ્યું, "બીજા ટેસ્ટને છોડી દઈએ તો અમે દરેક મેચમાં સારા હતા. અમે ડર્યા વિના રમવાનો નિર્ણય કર્યો હતો. હવે આવું થશે, તો રમત સારી થશે અને ટીમ જીત તરફ આગળ વધશે."

તો શું ઇંગ્લૅન્ડની ટીમ ખરેખર ભારતથી ચડિયાતી છે કે જે ટેસ્ટ સિરીઝમાં 4-1થી ભારતને હરાવે.

ઘણાં નિષ્ણાતો આવું જ કંઈક માનતા હતા. ભારત સિરીઝ હાર્યા બાદ આ નિષ્ણાતોનું કહેવું હતું કે ભારતની હાર પાછળ ટીમ મૅનેજમૅન્ટ અને બૅટ્સમૅનોની ના કામયાબી જવાબદાર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ખેલાડીઓની પસંદગી પર સવાલ

ક્રિકેટ સમીક્ષક પ્રદીપ મેગેઝીન દાવો કરે છે કે ખેલાડીઓની પસંદગીએ ભારતીય ક્રિકેટરોની રમતને પ્રભાવિત કરી છે.

તેઓ કહે છે, "ભારતે જે પ્રકારે પસંદગી કરે છે તેનાથી ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવના પેદા થાય છે અને ટીમની તાકત ઓછી થઈ જાય છે."

આ મત એ ટીમો અંગે છે જે ટેસ્ટ રૅન્કિંગમાં પ્રથમ સ્થાને હોય. આ ડેટા માત્ર મેગેઝીન માટે નથી.

ક્રિકેટ સમીક્ષક હર્ષા ભોસલેએ ટ્વીટ કર્યું, "'રમતમાં જો આવું થાય તો'ને કોઈ સ્થાન નથી. ભારત પાસે તક હતી, પરંતુ સ્કોર કાર્ડ પર 4-1 જ નોંધાયું. ભારતને જેટલું સારું પ્રદર્શન કરવાની જરૂર હતી તેટલું નથી કર્યું. "'

એક રોલમાં હિટ-બીજામાં ઝીરો

કૅપ્ટન કોહલીએ છેલ્લીવાર પાંચ ટેસ્ટ મેચમાં 13.4ની ખૂબ જ નાની ટકાવારીથી રન બનાવ્યા હતા. આ અસફળતાનું ભૂત તેમની સાથે જ ચાલતું રહ્યું.

આ વખતે લાગ્યું કે કોહલી પોતાના પર લાગેલો આ દાગ ધોઈ નાખશે. તેમનું બૅટ બોલવા લાગ્યું અને પાંચ ટેસ્ટ મેચમાં 59.3 જબરદસ્ત ઍવરેજ સાથે તેમણે 593 રન બનાવ્યા જેમાં બે સદી સામેલ છે.

આ પ્રદર્શનથી તેઓ ટેસ્ટ રૅન્કિંગમાં પહોંચી ગયા. ભારતીય કૅપ્ટન હોવાની સાથે તેમણે સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકર્ડ પણ બનાવ્યો હતો.

પરંતુ, બૅટિંગની ધૂરા સંભાળવાના ચક્કરમાં સુકાનીની ધૂરામાં જોઈએ તેવું પ્રદર્શન ના જોવા મળ્યું.

ટ્રેંટ બ્રિજમાં રમાયેલી ત્રીજી મેચમાં ઇંગ્લૅન્ડને 203 રનથી પરાસ્ત કરનાર ટીમ પાસે પ્રથમ મેચ અને ચોથી મેચ જીતવાની પણ તક હતી.

ઇંગ્લૅન્ડે પ્રથમ મેચ 31 રન અને ચોથી મેચ 60 રનથી જીતી હતી.

શું પુજારા હોત તો પરિણામ અલગ હોત?

પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ મૅનેજમૅન્ટે ચેતેશ્વર પુજારાને સ્થાન નહોતું આપ્યું. પુજારા સમગ્ર સિરીઝમાં સારું પ્રદર્શન ન કરી શક્યા, પરંતુ ચાર મેચમાં 278 રન બનાવીને પોતાની યોગ્યતા જરૂર સાબિત કરી શક્યા.

પુજારાથી એક મેચ વધુ રમનારા અને સિરીઝમાં બીજા સૌથી સારા બૅટ્સમૅન તરીકે ઓળખાતા લોકેશ રાહુલે પુજારાથી માત્ર 21 રન વધુ બનાવ્યા છે.

ટીમ મૅનેજમૅન્ટને પણ પહેલી મેચ હાર્યા બાદ પોતાની ભૂલ સમજાઈ અને પુજારાને અન્ય ચાર મેચમાં જગ્યા આપવામાં આવી.

ક્રિકેટ સમીક્ષક પ્રદીપ મેગેઝીનનું કહેવું છે, "આવી વિકેટ પર તમારે એક એવા બૅટ્સમૅનની જરૂર હોય છે, જે વિકેટ પર ટકી રહે. પરંતુ તમે પુજારાને પહેલાં બહાર રાખો છો અને ત્યારબાદ તેને ફરીથી મેચમાં લઈ લો છો."

પંડ્યા પર કેટલો ભરોષો?

ટીમ પસંદગીની ભૂલ ભારતને ચોથી મેચમાં પણ નડતરરૂપ બની. આ મેચમાં ભારતનું સારું પ્રદર્શન હતું.

ત્રીજી ટેસ્ટ મેચ ગુમાવ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ બેકફૂટમાં હતી. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લૅન્ડે 86 રન પર છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ભારત 246 રન સુધી પહોંચામાં સફળ રહ્યું.

બીજી ઇનિંગમાં 92 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લૅન્ડ 271 રન સુધી પહોંચી ગઈ હતી.

આ મેચમાં કૅપ્ટનના વિશ્વાસપાત્ર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (બે ઇનિંગમાં ચાર રન અને એક વિકેટ) અસફળ રહ્યા. બીજી તરફ ઇંગ્લૅન્ડના બૉલર મોઇન અલીના વખાણ થઈ રહ્યા હતા.

ક્રિકેટના તમામ નિષ્ણાતોનો સવાલ છે કે ઇંગ્લૅન્ડ મોઇન અલી અને આદિલ રાશિદને એક સાથે રમાડી શકે છે, તો ભારત શા માટે બે સ્પિનરને એકસાથે ના રમાડી શકે?

જોકે, લોકેશ અને ઋષભ પંતે છેલ્લા મેચમાં સદી ફટકારીને ભારતને થોડી રાહત પહોંચાડી હતી.

શું સીખશે કોહલી?

મેગેઝીન તો કુલદીપ યાદવને એક તક આપવાનો પણ વિરોધ કરે છે.

તેઓ કહે છે, "કુલદીપ યાદવે સારી બૉલિંગ કરીને વિકેટો ઝડપી હતી. તમે તેને એ મેચમાં જગ્યા આપી જ્યાં પરિસ્થિતિ સ્પિનરોના હાથમાં નહોતી. ત્યારબાદ તમે તેને ઘરે મોકલી દીધો."

ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે, પરંતુ આ ટીમ કાગળો અને રૅન્કિંગમાં નબળી આંકવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો