BBC TOP NEWS : નોટબંધી નહીં રઘુરામ રાજનની નીતિઓથી ધીમો પડ્યો વિકાસ

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદી માટે રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જવાબદાર ઠેરવ્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીના કારણે અર્થવ્યવ્સથાને ફટકો પડ્યો હોવાના આરોપ કર્યા છે એ સમયે નીતિ આયોગ તરફથી આ પ્રતિક્રિયા આવી છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નોટબંધીથી અર્થવ્યવસ્થામાં મંદી આવી તે ખોટી વાત છે.
તેમણે કહ્યું કે રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એનપીએ (બેડ લોન્સ) સંબંધિત નબળી નીતિઓ બનાવતા એનપીએમાં વધારો થયો આથી આર્થિક વૃદ્ધિ મંદ પડી ગઈ હતી.

ચોમાસામાં 1400 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Reuters
'ટેલિગ્રાફ'ના અહેવાલ અનુસાર આ વખતે ચોમાસાની ઋતુમાં 1480 લોકોનાં મોત થયાં છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નૅશનલ ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર 28 મેથી અત્યાર સુધી વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓને કારણે આ વર્ષે ચોમાસામાં 1480 લોકોનાં મોત થયાં જ્યારે વર્ષ 2015 અને 2016માં 1420 લોકોનાં મોત થયાં હતાં.
જેનો અર્થ એ થાય છે કે આ વર્ષે ચોમાસામાં તાજેતરનાં વર્ષો કરતાં વધુ મોત નોંધાયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેરળમાં 488 મોત થયાં છે જ્યારે ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં 254 મોત નોંધાયાં છે.

ગુજરાત-મુંબઈમાંથી શાર્કના પાંખનો 8000 કિલોનો જથ્થો જપ્ત

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ગુજરાત-મુંબઈમાંથી ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ (ડીઆરઆઈ) દ્વારા ગુજરાત અને મુંબઈમાંથી શાર્ક માછલીના પાંખનો 8000 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ડીઆરઆઈએ જણાવ્યા અનુસાર આ જથ્થા ચીન અને હૉંગકૉંગ નિકાસ થવાનો હતો.
જથ્થો મૃત દરિયાઈ ચીજવસ્તુઓ હોવાના દાવા સાથે ગેરકાનૂની રીતે નિકાસ કરવાની કોશિશ થઈ રહી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉલ્લેખનિય છે કે દરેક પ્રજાતિની શાર્કના પાંખની નિકાસ ગેરકાનૂની છે.
ગુજરાતના વેરાવળમાંથી 5000 કિલો અને મુંબઈના સેવરીમાંથી 3000 કિલોનો જથ્થો પકડાયો હતો.

દલિતની જગ્યાએ 'શિડ્યૂલ કાસ્ટ' શબ્દ વાપરવા સરકારનો નિર્દેશ

ઇમેજ સ્રોત, Getty Images
'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક માર્ગદર્શિકા જારી કરીને તમામ મીડિયા સંસ્થાઓને 'દલિત' શબ્દની જગ્યાએ 'શેડ્યૂલ કાસ્ટ'(એસસી) શબ્દ પ્રયોગ કરવા માટે નિર્દેશ આપ્યા છે.
એટલે કે અનુસૂચિત જાતિના લોકોના ઉલ્લેખ અને સંદર્ભ માટે હવે 'દલિત' શબ્દની જગ્યાએ એસસી શબ્દપ્રયોગ કરવા કહેવામાં આવ્યું છે.
તેમાં બોમ્બે હાઈકોર્ટના 6 જૂનના ચુકાદાને ટાંકીને આ નિર્ણયના આધાર તરીકે ગણવામાં આવ્યો છે.
વળી 15 માર્ચના રોજ સામાજિક ન્યાય મંત્રાલયે પણ એક સત્તાવાર પરિપત્ર જારી કરીને તમામ સરકારી લખાણ અને સૂચનાના આદાનપ્રદાનમાં 'દલિત' શબ્દની જગ્યાએ 'શેડ્યૂલ કાસ્ટ' શબ્દ વાપરવાનો નિર્દેશ આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કૂકની નિવૃત્તિ

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ ઇંગ્લેન્ડના ક્રિકેટર એલેસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેવાનો નિર્ણય કર્યો છે.
ઇંગ્લેન્ડની ટીમના પૂર્વ કપ્તાન અને ઑપનર બૅટ્સમૅન ભારત સામે ઓવલ ખાતે આખરી મેચ રમશે.
કૂકે ઇંગ્લેન્ડ તરફથી 160 મેચ રમી છે અને તેમાં 12,254 રન કર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












