દૃષ્ટિકોણ : 'એક દિવસ કાશ્મીરમાં મુસલમાનો લઘુમતીમાં આવી જશે'

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ચેતવણી આપી હતી કે જો જમ્મુ કાશ્મીરના લોકોને મળેલા વિશેષ અધિકારોમાં જો કોઈ પ્રકારનું પરિવર્તન કરવામાં આવ્યું તો રાજ્યમાં તિરંગો પકડનાર કોઈ રહેશે જ નહીં. મહબૂબા મુફ્તીએ તેમના આ નિવેદનમાં આર્ટિકલ 35Aનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે આર્ટિકલ 35A બાબતે સુનાવણી થઈ, જે હવે 27મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે.
આ આર્ટિકલ 35A શું છે?
આર્ટિકલ 35A વિશે શ્રીનગરના વરિષ્ઠ પત્રકાર બશીર મંઝર સમજાવે છે.
આર્ટિકલ 35A, આર્ટિકલ 370નો ભાગ છે. આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.

ઇમેજ સ્રોત, Getty Images
આર્ટિકલ 35A પ્રમાણે જમ્મુ કાશ્મીરના નાગરિકનો જો જમ્મુ કાશ્મીરમાં જન્મ થયો હોય તો જ તે આનો ભાગ બની શકે.
શું તમે આ વાંચ્યું?
ભારતના કોઈ પણ અન્ય રાજ્યના નાગરિકો જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નથી અને સ્થાનિક રહેવાસી પણ બની શકતા નથી.

ખીણના લોકોને ખતરો

ઇમેજ સ્રોત, Getty Images
આ આર્ટિકલ 35A જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક નાગરિકતાની ખાતરી આપે છે.
એટલે જ મહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, જો આર્ટિકલ 35Aને નાબૂદ કરવાની વાત એટલે કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાના ખતમ કરવાની વાત છે.
જેનાથી કાશ્મીરમાં બહુ મોટો વિદ્રોહ શરૂ થઈ જવાની શક્યતા છે. જ્યારથી કાશ્મીર ભારતનો ભાગ છે ત્યારથી જ આ આર્ટિકલ આ રાજ્યનો ભાગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલી હદ સુધી કે જમ્મુ-કાશ્મીર મહારાજા આધીન હતું ત્યારે પણ તેના કાયદા અલગ હતા. અહીં કોઈ પણ બહારની વ્યક્તિને જમીન ખરીદવાની પરવાનગી નહોતી.

સ્થિતિ વણસી જશે

ઇમેજ સ્રોત, AFP
ભારત સાથે કાશ્મીર જોડાયું ત્યારે પણ આ કાયદો યથાવત રાખવામાં આવ્યો હતો. RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના એક થિંક ટૅન્ક સમૂહ 'જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટર' દ્વારા સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35Aને પડકારવામાં આવ્યો છે. આ મામલે સોમવાર 27મી ઑગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
આ અંગે મહબૂબા મુફ્તીએ ટિપ્પણી કરી હતી કે જો આ અંગે કોઈ ફેરફાર થશે તો કાશ્મીરની સ્થિતિ વણસી જશે.
કાશ્મીરમાં બગડેલી સ્થિતિ પાછળ એક કારણ એ પણ છે કે ધીરેધીરે આર્ટિકલ 370ને કમજોર કરવાના પ્રયાસો થયા છે. જેનો ભાગ આર્ટિકલ 35A છે. હવે આર્ટિકલ 370એ એક્ટને જાણે ખોખલો કરી દેવાયો છે.
આર્ટિકલ 370ના કારણે કેન્દ્ર સરકાર પાસે ત્રણ જ મુદ્દા રહેતા હતા - સંરક્ષણ, વિદેશ સંબંધી બાબતો અને સંચાર. અન્ય તમામ બાબતો જમ્મુ-કાશ્મીર પાસે હતી પણ ધીરે ધીરે આર્ટિકલ 370 કમજોર કરી દેવાઈ છે.
હવે જો તેમાં કઈ બચ્યું હોય તો તે આર્ટિકલ 35A છે.
એટલે જ કાશ્મીર ખાઈમાં લોકોને ડર છે કે જો આર્ટિકલ 35A હટાવી દેવાશે તો ભારતના અન્ય રાજ્યોમાંથી લોકો આવીને અહીં સંપત્તિ ખરીદશે અને કાશ્મીરમાં મુસ્લિમ બહુમતીના બદલે લઘુમતીમાં આવી જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















