'જો ઝાડની ડાળી તૂટી હોત, તો હું પણ ખીણમાં પડી ગયો હોત'

ઇમેજ સ્રોત, UGC
મહારાષ્ટ્રના પોલાદપુર અને મહાબળેશ્વર વિસ્તારમાં શનિવારે થયેલા બસ અકસ્માતમાં 30 લોકો મૃત્યુ પામ્યા છે. એ બસમાં કુલ 31 લોકો હતા, તેમાંથી માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો છે.
બસમાં પોતાના મિત્રો સાથે પ્રવાસ પર જઈ રહેલા પ્રકાશ સાવંત દેસાઈ અકસ્માત બાદ જ્યારે બસ ખાઈમાં પડી રહી હતી ત્યારે એક ઝાડને પકડીને તેમાંથી નીકળી ગયા અને પોતાનો જીવ બચાવ્યો.
અકસ્માત બાદ કેટલાક લોકોએ તેમની સાથે વાત કરી, જેનો વીડિયો વાઇરલ થઈ ગયો છે.
આ અકસ્માત રાયગઢ જિલ્લામાં થયો છે. દાપોલી કોંકણ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓને મહાબળેશ્વર લઈ જઈ રહેલી એ બસ અચાનક ખાઈમાં પડી હતી.
શું તમે આ વાંચ્યું?
ઘટના સ્થળે હાજર રાયગઢ જિલ્લાના કલેક્ટર વિજય સૂર્યવંશીએ બીબીસીને જણાવ્યું, "દુર્ઘટના બપોરે 11.30 વાગ્યે થઈ. એક વ્યક્તિએ અમારો સંપર્ક કરીને અકસ્માતની માહિતી આપી જેનું નામ પ્રકાશ સાવંત દેસાઈ છે."

ઇમેજ સ્રોત, UGC
દુર્ઘટના બાદ પ્રકાશે ત્યાં હાજર લોકો સાથે જ વાતચીત કરી તેનો વીડિયો વાઇરલ થયો છે. તેમાં પ્રકાશે અકસ્માતનું વિવરણ કર્યું છે. તેમણે કરી વાતચીત આ પ્રમાણે છે :
- પ્રકાશ - જો ઝાડની ડાળી તૂટી જતી તો હું પણ બસ સાથે નીચે પડી ગયો હોત.
જિલ્લા કલેક્ટર સૂર્યવંશીએ જણાવ્યું, "અમને જેવી સૂચના મળી એટલે અમે તરત જ બચાવ દળ સાથે મહાડ અને પોલાદપુર પહોંચી ગયા. ત્યાર પછી પોલીસ અને મેડિકલ સારવારની ટીમ પણ પહોંચી ગઈ."
તેમણે કહ્યું, "આ દુર્ઘટના વિશે અમે અત્યારે કંઈ જ નહીં કહી શકીએ. પરંતુ, ટેક્નિકલ જાણકારી મળ્યા બાદ જ ખબર પડશે કે ખરેખર શું થયું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની મદદ
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલોની સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












