You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે આસામની જેલમાંથી છૂટ્યા 102 વર્ષના 'વિદેશી' દાદા
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી સંવાદદાતા
પૂર્વોત્તર રાજ્ય આસામની જેલમાંથી એક 102 વર્ષીય ચંદ્રધર દાસને મુક્ત કરવામાં આવ્યા છે. તેમની પાસે ભારતીય નાગરિકતા પુરવાર કરવા માટે પૂરતા પુરાવા હોવા છતાં તેમને એક ટ્રિબ્યૂનલે વિદેશી ઠેરવ્યા હતા.
ગેરકાનૂની પ્રવાસીઓની ઓળખ કરવા માટે રચવામાં આવેલી વિશેષ ટ્રિબ્યૂનલના આદેશ બાદ 900 લોકોને વિદેશી ઠેરવવામાં આવ્યા હતા.
આ તમામ લોકો જેલમાં બંધ છે. તેમાં મોટાભાગના લોકો બંગાળી ભાષા બોલતા હિંદુ - મુસલમાન ધર્મના છે.
ચંદ્રધર દાસ 1966માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાનના કોમિલા જિલ્લાથી ભારત પહોંચ્યા હતા.
ત્રિપુરામાં કેટલાક વર્ષો બાદ રહ્યા પછી તેમણે આસામના કછાર જિલ્લાની બારક ઘાટીને પોતાનું ઠેકાણું બનાવી લીધું હતું.
ભારત પહોંચ્યા બાદ સરકારે દાસને નોંધણી પ્રમાણપત્ર આપ્યું હતું. ત્યારબાદ તેમનું નામ મતદાતા યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
દાસના વકીલ સુમન ચૌધરી કહે છે, "પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને બીમારીને કારણે તેઓ કેટલીક ચૂંટણીઓમાં મતદાન ન કરી શક્યા."
"આથી તેમને સંદિગ્ધ મતદાતા ઠેરવવામાં આવ્યા. દાસને વિદેશી અથવા ગેરકાનૂની પ્રવાસી માનવાની પ્રક્રિયાનું પહેલું સ્ટેપ હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જોકે તપાસ બાદ અધિકારીઓએ તેમનું નામ ફરીથી મતદાતા યાદીમાં સામેલ કરી લીધું. પરંતુ સ્થાનિક પોલીસ ચોકીમાં તેમનો કેસ ચાલતો જ રહ્યો."
"ત્યારબાદ કેસને વિદેશીઓ માટે બનાવવામાં આવેલી ટ્રિબ્યૂનલમાં તેમને મોકલી અપાયો હતો."
આપને આ પણ વાંચવું ગમશે
ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં દાસને વિદેશી ઠેરવ્યા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી.
તેમને સિલચર જિલ્લામાં ચાલતા હિરાસત કૅમ્પમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્રણ મહિના કેદમાં રહ્યા બાદ હવે દાસને જામીન પર છોડવામાં આવ્યા છે.
સારો વ્યવહાર કર્યો
સુમન ચૌધરી કહે છે, "આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. જ્યારે રાજ્ય કોઈ વ્યક્તિ પર કોઈ આરોપ ઘડે છે, ત્યારે તેને પુરવાર કરવાની પણ જવાબદારી હોય છે."
"પરંતુ આ કાનૂન હેઠળ તમે કોઈકની ધરપકડ કરો છો અને ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવાનું પણ તે વ્યક્તિ પર જ થોપી દો."
"દાસ જેવા ઘણા લોકો છે જેમને એકાએક ખબર પડી કે તેઓ ભારતના નાગરિક નથી."
જોકે વૃદ્ધ હોવાથી દાસ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો, પરંતુ અન્ય લોકો સાથે આવો વ્યવહાર કરવામાં નથી કરવામાં આવતો.
હાલ આસામમાં રાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 1951 બાદ પ્રથમ વખત આ પ્રક્રિયા થઈ રહી છે.
30 જૂને પ્રથમ રાષ્ટ્રીય રજિસ્ટર પ્રકાશિત કરવામાં આવવાનું હતું. પરંતુ બરાક ઘાટીમાં આવેલા પૂરના કારણે તેમાં વિલંબ થયો છે.
બંગાળી ભાષા હજારો હિંદુ અને મુસલમાન નાગરિકો તેમના નામ તેમાં પ્રકાશિત થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
વધુમાં અહીં વિદેશીઓની ઓળખ કરવાની પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી છે. કેટલાક જિલ્લામાં વિશેષ વિદેશી ઓળખ ટ્રિબ્યૂનલ સ્થાપિત કરાઈ છે.
વળી જેલની અંદર છ હિરાસત કૅમ્પ સંચાલિત કરવામાં આવી રહ્યા છે.
ભૂતકાળમાં જ્યારે ભારતીય નાગરિકોને સંદિગ્ધ મતદાતા ઠેરવવામાં આવ્યા હોય ત્યારે તેવા કેસની બીબીસીએ નોંધ લીધી જ છે.
સૌથી વધુ મુશ્કેલી બંગાળી ભાષા બોલતા મુસલમાનો અને હિંદુઓને થઈ રહી છે.
ખાસ કરીને બંગાળીઓનો પ્રભાવ ધરાવતી બરાક ઘાટી અને બ્રહ્મપુત્ર ઘાટી સુધીના ક્ષેત્રોમાં પણ મુશ્કેલીઓ જોવા મળી રહી છે.
જેલ માટે કોઈ નિયમો નથી
પૂર્વોત્તર ભાષા અને સહયોગ વંશીય સહયોગ સમિતિના સલાહકાર સાંતાનુ નાઇક કહે છે, "આ હિરાસત કેન્દ્રો જેલમાં સ્થાપવામાં આવ્યા છે."
"વિદેશી ઠેરવવામાં આવેલી કોઈ વ્યક્તિને સામાન્ય જેલમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવવા જોઈએ."
"તેઓ અપરાધી નથી. વળી આ હિરાસત કૅમ્પના કોઈ ધારા-ધોરણો જ નથી. આવું કંઈ રીતે ચાલી શકે?"
માનવ અધિકાર અબ્દુલ બાતિન ખાંડોકર એક અન્ય મુદ્દો ઉઠાવતા કહે છે, "તમે કોઈને હિરાસતમાં રાખી રહ્યા છો, પરંતુ ક્યા સુધી? શું તેમને આજીવન હિરાસતમાં રાખવામાં આવશે કે પછા આ કથિત વિદેશીઓને તેમના દેશ મોકલી આપવામાં આવશે?"
આ વિદેશીઓને ક્યાં મોકલવામાં આવશે?
"આસામ મામલે કથિત વિદેશીઓને બાંગ્લાદેશના નાગરિક હોવાનું કહેવામાં આવે છે. પરંતુ બાંગ્લાદેશ તો પહેલાં જ કહી ચૂક્યું છે કે આસામમાં તેના કોઈ નાગરિક નથી."
"તો પછી આ વિદેશીઓને ક્યાં મોકલવામાં આવશે? શું તેમને રાષ્ટ્રવિહીન બનાવી દેવામાં આવશે?"
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના કાર્યકર્તા હર્ષ મંદરને આ હિરાસત કૅમ્પની સ્થિતિ વિશે રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જો કે જ્યારે પંચે તેમના રિપોર્ટની નોંધ ન લીધી તો તેમણે રાજીનામું આપી દીધું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો